________________
૩૭૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અર્થાત-ધને ક્ષમાદ્વારા જીત જોઈએ, મૃદુતા–નમ્રતાથી માનને જીતવું જોઈએ, સરળતાથી માયાને જીતવી જોઈએ અને સંતોષથી લોભને જીતવો જોઈએ. - ધને જીતવાથી જીવાત્માને ક્ષમાગુણની પ્રાપ્તિ થાય છે, ક્રોધથી પેદા થતાં નવાં કર્મો બંધાતાં નથી અને પૂર્વ કર્મોની નિર્જરા થાય છે. ક્રોધને જીતવાથી જીવાત્માને આ અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે. હવે માનને કેવી રીતે જીતી શકાય અને તેને જીતવાથી જીવાત્માને શું લાભ થાય એ વિષે ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે -
એલ ૬૮ મે. (૬૮) બાળવિવM મંતે! ની વિ?
અર્થાત-હે ભગવાન! માનને જીતવાથી જીવાત્માને શો લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે –
माणविजएणं मद्दवं जणयइ, माणवेयणिज कम्मं न बंधइ, पुरबद्धं च નિઝર છે ૬૮ |
અર્થાત–માનને જીતવાથી જીવાત્મા મૃદુતાને અપૂર્વ ગુણ પ્રગટાવે છે. માનજન્ય કર્મને બાંધતા નથી અને પૂર્વે જે કર્મ બાંધેલ છે તેને ખપાવે છે.
માવતા–નમ્રતા એક મહાન ગુણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્યારે માનને જીતવામાં આવે ત્યારે જ માર્દવતાને મહાન ગુણ પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિમાં નમ્રતા ગુણ હોય છે તે વ્યક્તિ મહાન માનવામાં આવે છે. ધાતુમાં સોનાને એટલા જ માટે કીંમતી માનવામાં આવે છે કે તેનામાં નમ્રતા હોય છે. જેમ જેમ સોનાને વધારે વાર ટીપવામાં આવે છે તેમ તેમ તે નમ્ર બનતું જાય છે અને જ્યારે સોનું મલરહિત તથા નમ્ર બની જાય છે ત્યારે જ તેનું કંદન કહેવાય છે. રત્નને ગ્રહણ કરવાની શક્તિ કુંદનમાં જ હોય છે અને એટલા જ માટે પહેલાંના લેકે રત્નને સોનામાં જડવા માટે કુંદનનો ઉપયોગ કરતા હતા. જે પ્રમાણે નમ્ર બનાવવામાં આવેલું સોનું રત્નને પકડી શકે છે તેજ પ્રમાણે ગુણરૂપી રત્નને પણ જેનામાં નમ્રતા હોય છે તે જ ગ્રહણ કરી શકે છે. નમ્રતા ગુણને પ્રાપ્ત કરવા માટે માનને જીતવાની આવશ્યકતા રહે છે. જ્યારે માનને જીતવામાં આવે છે ત્યારે જીવનમાં નમ્રતા આવે છે અને
જ્યારે નમ્રતા ગુણ જીવનમાં પ્રગટે છે ત્યારે માનજન્ય નવાં કર્મો બંધાતાં નથી અને માનને કારણે પૂર્વે બંધાએલાં કર્મોની પણ નિર્જરા થાય છે.
અત્રે કોઈ એમ કહે કે, માનજન્ય બંધાએલાં કર્મો તે ભોગવવાંજ પડે છે! આ શંકાનું સમાધાન એ છે કે, જે માનને કારણે બંધાએલાં કર્મોની નિર્જરા થઈ શકતી ન હત તે શાસ્ત્રમાં એમ કહ્યું ન હતું કે, માનને જીતવાથી પૂર્વે બાંધેલાં કર્મોની નિર્જરા થાય છે. અત્રે કઈ એમ પણ પૂછી શકે કે, શાસ્ત્રમાં એક જગ્યાએ એમ પણ કહ્યું છે કે, રાજ સન્માન ન મોક્ષ અત્યિ–અર્થાત કરેલાં કર્મોને ભોગવ્યા સિવાય છૂટકે નથી. આથી વિપરીત અત્રે એમ કહેવામાં આવ્યું છે કે, માનને જીતવાથી બંધાએલાં કર્મોની નિર્જરા થાય છે. આ બન્ને વાતમાં વિસંવાદ જણાય છે ? આ બન્ને વાતોની સંગતિ કેવી રીતે થઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે –