________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ-બાલ ૬૮ મા
[ ૩૭૩
સિદ્ધ થાય એ માટે આપણે પ્રકૃતિનાં કેટલાંક ઉદાહરણાનું નિરીક્ષણ કરવું જોઇએ. જ્યારે આંબામાં મંજરી આવે છે ત્યારે કાયલ કેટલા ઉત્સાહથી ટદૂકા કરે છે! જ્યારે કેતકી ફૂલેફાલે છે ત્યારે ભ્રમરા કેવા ગુ'જારવ કરે છે! જ્યારે મેધ ગજે છે ત્યારે મેર કા નાચે છે! આજ પ્રમાણે જ્યારે ભક્તના હૃદયમાં પરમાત્માની ભક્તિ કરવાના ઉત્સાહ આવે છે ત્યારે તે પણ પરમાત્માનાં ગુણગાન ઉત્સાહપૂર્વક કરવાં મંડી પડે છે.
અત્રે કાઈ એમ કહે કે, ક્રાયલને તે આંબાની મંજરીને સયેાગ મળે છે અને ભ્રમરને કેતકીના પુષ્પને સુયેાગ પ્રાપ્ત થાય છે, એટલા માટે કાયલ ટકે છે અને ભ્રમર ગુજારવ કરે છે. પરંતુ ભક્તને એવા શું સયેાગ કે સુયાગ પ્રાપ્ત થયા છે કે, જેને કારણે તે પરમાત્માનાં ગુણગાન કરે છે ? આ કથનના ઉત્તરમાં ભક્ત કહે છે કે, મને અત્યારે જેવા સુંદર સુયેાગ પ્રાપ્ત થયેા છે તેવા સુયેાગ અતીતકાળમાં પણ પ્રાપ્ત થયા ન હતા. મને અત્યારે જે માનવતન મળેલ છે તે પહેલાં મળ્યું ન હતું. આવું દુભ માનવજીવન મળવા છતાં જો હું અત્યારે પરમાત્માનાં ગુણગાન ન કરું તે પછી પરમાત્માનું ગુણકીર્તન કયારે કરું ? પરમાત્માનાં ગુણગ્રામ કરવા માટે જ મને આ માનવજીવન મળેલ છે એમ હું માનું છું. કાયલને આશ્રમજરીનેા અને ભ્રમરને કેતકીના યાગ તા વારવાર મળી શકે છે, પરંતુ મને અત્યારે જે દુભ માનવ-શરીરને સુયેગ પ્રાપ્ત થએલ છે તે વારવાર પ્રાપ્ત થઇ શકતા નથી. એટલા માટે હું એમ જ માનું છું કે મને જે આ માનવતન મળેલ છે તે પરમાત્માનાં ગુણગાન કરવા માટે જ મળેલ છે. આ પ્રમાણે ભક્તજના પાતાનું જીવન પરમાત્માના ચરણે સમર્પી દઇ પરમાત્માનું ગુણુકીર્ત્તન કરવામાં જ જીવનની સાર્થકતા સમજે છે. હવે માનવ–જીવનને સફળ તથા સાર્થક કરવા માટે શું કરવું જોઇએ એ વાત શાસ્ત્રારા સમજાવું છું:
સમ્યક્ત્વ પરાક્રમ—મેાલ ૬૮ મા
માનવ-જીવનને સફળ તથા સાર્થક કરવા માટે શાસ્ત્રકારોએ ચાર પ્રકારના કાયાને ત્યાગ કરવાનું ફરમાવ્યું છે. કષાયને સામાન્ય અર્થ સંસાર થાય છે, અર્થાત્ ક્રોધ, માન, માયા તથા લાભ આ ચાર કષાયા સંસારની વૃદ્ધિ કરે છે. જો સ'સારથી મુક્ત થવું હોય તે કષાયને ત્યાગ કરવા આવશ્યક છે. જો આ ચાર કષાયને ત્યાગ કરવામાં ન આવે તે સંસારની વૃદ્ધિ થતી રહે છે. શાસ્ત્રમાં કહ્યું પણ છે કેઃ
कोहो य माणो य अणिग्गहिया, माया य लोहो य पवड्ढमाणा ।
चत्तारि एए कसिणा कसाया, सिंचंति मूलाई पुणब्भवस्स ॥ द० ८-४० અર્થાત્–ક્રોધ તથા માનને નિગ્રહ કરવા મુશ્કેલ છે અને માયા તથા લાભ દિનપ્રતિદિન વધતાં જ જાય છે. સંક્ષેપમાં આ ચારેય કષાયે। સોંસારનાં મૂળને સિંચન કર્યાં કરે છે.
મુમુક્ષુ જીવાએ સસારની અસારતા જાણી આ ચારેય કષાયને ત્યાગ કરવેા જોઈએ. આ ચારેય કષાયેાને જીતવા માટે શાસ્ત્રકારોએ ઉપાય બતાવતાં કહ્યું છે કેઃउवसमेण हणे कोहं, माणं मद्दवया जिणे । मायमज्जवभावेणं, लोहं संतोसओ जिणे ॥ द० ८-३९