SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અપમાનને બદલો લેવા તમે આવો અને સાથે સાથે તમારા બનેવીને પણ તેડતા આવજે. આ સાંભળી માનસિંહ ષ્ટ થઈ ત્યાંથી ચાલ્યો ગયો. તેણે રાણાને ત્યાં ભજન ને કર્યું અને દિલ્હી જઈ બાદશાહને બધી હકીકત કહી. પરિણામે હલદીઘાટનું મહાયુદ્ધ થયું. સાસુ–સસરાએ પવનકુમારને બહુ સમજાવ્યા પરંતુ તેમણે ભજન ન કર્યું. સાસુ-સસરા બન્ને સમજી ગયા કે, હવે ભોજન માટે પવનકુમારને વધારે કહેવું નકામું છે. તેઓ ક્ષત્રિય છે એટલે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કર્યા વિના રહેશે નહિ. પવનકુમારે જતાં પહેલાં મહેન્દ્ર રાજાને પૂછ્યું કે, અંજના કયા વનમાં ગઈ છે તે તે બતાવો? રાજા મહેન્દ્ર જવાબ આપ્યો કે, અંજના કઈ બાજુ ગઈ છે તે વાતની અમે ખબર જ રાખી નથી. પવનકુમાર તથા પ્રહસ્તે વન તરફ પ્રયાણ કર્યું. પ્રહસ્તે નિર્જન વનને જોઈ કહ્યું કે, આ નિર્જન વનમાં આપણે કયાં જઈશું? આ વનમાં તો કોઈ પુરુષ પણ જોવામાં આવત નથી તે આ નિર્જન વનમાં સ્ત્રીઓ એલી કેવી રીતે રહી શકે ? પવનકુમારે જવાબમાં કહ્યું કે, ગમે તે થાય, આપણે તે અંજનાને પત્તો લગાવવો જ છે. મેં તે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે, જ્યાં સુધી અંજનાનો પત્તો નહિ લાગે ત્યાં સુધી હું અન્નજળ ગ્રહણ કરીશ નહિ. ર્ય ધામ વા રે પાતયામિ અર્થાત કાંતે લીધેલું કાર્ય પાર પાડીશ અથવા તે કાર્ય પાછળ દેહને પણ ત્યાગ કરી દઈશ. પવનકુમારે આ પ્રમાણે દઢ નિશ્ચય કર્યો છે. જેઓ દઢ નિશ્ચયવાળા હોય છે તેમનું કાર્ય પણ અવશ્ય પાર પડે છે. પવનકુમાર તથા પ્રહસ્ત બને અંજનાની શેધ કરવા વનમાં આગળ જાય છે. વનમાં શું થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે. – – – – વ્યાખ્યાન : સંવત ૧૯૬ આસે શુદ ૨ શનિવાર પ્રાર્થના આજ મહારા સંભવ જિન કે, હિતચિત્તશું ગુણ ગાસ્યાં, મધુર મધુર સ્વર રાગ અલાપી, ગહરે શબ્દ ગુંજાભ્યાં રાજ; -વિનયચંદ્રજી કુંભટ વીશી. સંભવનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં એક ભક્ત પિતાના હૃદયની ઊર્મિ ઠાલવતાં કહે છે કે, “આજે હું ભગવાન સંભવનાથનાં ગુણગ્રામ કરીશ.” આ પ્રમાણે તે જ વ્યક્તિ કહી શકે કે જેમને પરમાત્માની ભક્તિમાં રસ લાગ્યો હોય. જેમને પરમાત્માની ભક્તિમાં રસ ન હોય તે આ પ્રકારની પ્રતિજ્ઞા કરી જ ન શકે. જે વાણી પરમાત્મા સુધી પહોંચી પણ શકતી નથી, જેને જાણવા માટે બુદ્ધિ પણ સમર્થ નથી અને જેમને સિદ્ધ કરવા માટે યુક્તિ-પ્રયુક્તિ તથા તર્ક-વિતર્ક પણ નિષ્ફળ નીવડ્યાં છે તે પરમાત્માનાં ગુણગ્રામ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી તે ભક્તિના ઉત્સાહ વિના બની શકે નહિ. હૃદયમાં ઉત્સાહ હોય તે કાર્ય કેવી રીતે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy