SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ સતી અંજના ચરિત્ર-૧૯ | [ ૩૭૧ આ જ પ્રમાણે પ્રહતે પણ પવનકુમારના કથનનું સમર્થન કરતાં કહ્યું કે, આપણે સર્વપ્રથમ અંજનાની તપાસ કરવી જોઈએ અને ત્યારબાદ જ ભોજન કરવું જોઈએ. આ પ્રમાણે પ્રહસ્તે કહ્યું એટલામાં તો પવનકુમારના સાળાની છોકરી ત્યાં આવી. પવનકુમારે તે છોકરીને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવીને પૂછયું કે, તમારી ફૈબા ક્યાં છે? તે છોકરીએ જવાબ આપ્યો કે, મારા ફૈબા તે કલંક લઈને આવ્યા હતા એટલા માટે મારા પિતાએ તથા દાદા વગેરે બધાએ ફૈબાને અહીં રહેવા દીધા નહિ. આ સમાચાર સાંભળી પવનકુમારને ઘણું જ દુઃખ થયું. આ દુઃખદ અવસ્થામાં તેમને ભજન ભાવે પણ કેમ ? પવનકુમારે મિત્ર પ્રહસ્તને કહ્યું કે, અહીં રહેવામાં હવે સાર નથી માટે આપણે અહીંથી ચાલ્યા જઈએ. જે ઘરમાં મારી પત્નીને અને તેમની પુત્રીને પણ આશ્રય ન મળે ત્યાં હું ભજન કેવી રીતે કરી શકું ? જ્યારે અંજનાની તપાસ કરવાનો નિશ્ચય કરી હું નીકળ્યો છું તે દશામાં હું ભજન કેવી રીતે કરી શકું ? જો કે, અંજનાને અહીં આશ્રય ન આપવામાં મારા સસરા આદિને દોષ નથી. દોષ તો મારે જ છે કે હું પહેલેથી માતાને કહી ન ગયો કે હું અંજનાને મળ્યો છું. મારા આ દોષને કારણે જ અંજનાને સંકટ સહેવાં પડયાં. ખેર ! હવે જ્યાંસુધી અંજનાનો પત્તો ન લાગે ત્યાંસુધી ભેજન ન કરવાનો નિશ્ચય ઉપર મારે દઢ રહેવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી પવનકુમાર તથા પ્રહસ્ત બન્ને ભોજનને નમસ્કાર કરી ઉઠી ગયા. તેમણે ભોજન કર્યું નહિ. આ જોઈ સાસુ-સસરાએ પવનકુમારને ભોજન કરવા માટે ઘણો આગ્રહ કર્યો. તેઓએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને ભૂલ માટે પશ્ચાત્તાપ પણ કર્યો પરંતુ પવનકુમારે તો એ જ નિશ્ચયાત્મક જવાબ આપ્યો કે, જ્યાંસુધી મને અંજનાનો પત્તો લાગે નહિ ત્યાં સુધી હું ભજન કરી શકું નહિ. રાણા પ્રતાપે પણ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે, જ્યાં સુધી ચિત્તોડને કિલ્લો બાદશાહ પાસેથી પાછી મેળવું નહિ, ત્યાં સુધી હું રાજમહેલમાં રહીશ નહિ. આ અનુસાર તેઓ જંગલમાં જ રહેતા હતા. અંબરના રાજા માનસિહે સાંભળ્યું કે, રાણા પ્રતાપ સ્વદેશરક્ષા માટે જંગલમાં રહે છે ત્યારે તેમના મનમાં રાણા પ્રતાપ પ્રત્યે માન પેદા થયું. તેમણે મનમાં નિશ્ચય કર્યો કે જે રાણા પ્રતાપે રાજપુતેનું મસ્તક ઉન્નત રાખ્યું છે તેમને અવશ્ય મળવું જોઈએ. તે વખતે રાજા માનસિંહ અકબર તરફથી યુદ્ધ કરવા માટે દક્ષિણમાં ગયો હતો. દક્ષિણમાંથી પાછા ફરતા તે રાણું પ્રતાપને મળવા માટે ગયો. રાણું પ્રતાપે તેને માટે ભોજન આદિની તૈયારી કરાવી, પણ માનસિંહને ભજન વિષયક સત્કાર કરવા માટે પોતે ન ગયા પણ પિતાના પુત્રને મોકલ્યો. માનસિંહ રાણાના પુત્ર અમરસિંહને પૂછયું કે, રાણું ન આવ્યા? અમરસિંહે જવાબ આપ્યો કે, તેમને બદલે હું આવ્યો છું ને ? માનસિંહે કહ્યું કે, હું અહીં ભોજન કરવા આવ્યો નથી પરંતુ રાણાને મળવા માટે આવ્યો છું. એટલામાં રાણા પ્રતાપે આવીને કહ્યું કે, જેમણે રાજપુત થઈને એક મુસલમાન બાદશાહને પિતાની બહેન તથા ફૈબાને આપી છે અને ક્ષાત્રત્વને કલંક લગાડયું છે તેમની સાથે હું ભોજન કેવી રીતે કરી શકે ? માનસિંહ આ વચન સાંભળી કુદ્ધ થયો અને ધાવેશમાં આવી જઈ તેણે કહ્યું કે, આ અપમાનનો બદલે તમારે ચૂકવવો પડશે ? રાણાએ નિર્ભીક થઈને જવાબ આપ્યો કે,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy