SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ. [અમદાવાદ પહેલું લક્ષણ સાધુનું, ક્ષમા તણે ભંડાર કઠીન વચન સહે જગતનાં, ક્રોધ ન કરે લગાર. મુનીશ્વર ધન તમે લેકે પ્રતિક્રમણમાં ‘ઈચ્છામિ ખમાસમણનો પાઠ બોલે છે તેમાં પણ કહે છે કે, “હે ક્ષમાશ્રમણ ! હું તમને વંદન કરું છું. જો કે મુનિઓમાં ક્ષમાગુણની સાથે જ બીજા ગુણ પણ હોય છે, પરંતુ તેમનામાં ક્ષમાગુણની પ્રધાનતા હોવાને કારણે જ સાધુજીને ક્ષમાશ્રમણ કહેવામાં આવે છે. સાધુને પ્રધાન ગુણ ક્ષમા જ છે અને એટલા જ માટે દશવિધ યતિધર્મમાં પણ ક્ષમાને જ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ' સાધુને માટે જેમ ક્ષમાં રાખવાની અનિવાર્ય આવશ્યકતા બતાવવામાં આવે છે તેમ શ્રાવકને માટે પણ ક્ષમા ધારણ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. કારણ કે સાધુને ઉપલક્ષણ કરી ક્ષમા રાખવાની વાત ચતુર્વિધ સંઘને કહેવામાં આવી છે. એટલા માટે જે કંઈ ક્રોધને વશીભૂત ન થતાં ક્ષમાશીલ રહેશે તે પિતાનું કલ્યાણ સાધી શકશે. હવે ક્ષમાદ્વારા કલ્યાણ કેવી રીતે સાધી શકાય છે એ વાત અંજના સતીની ચરિત્રકથાદ્વારા સમજાવું છું:સતી અંજના ચરિત્ર–૧૯ સતી અંજનાઓ સંકટના સમયે પણ કોઈ ઉપર ક્રોધ ન કરતાં અપૂર્વ ક્ષમા ધારણ કરી હતી એટલા જ માટે આપણે તેમની ગુણ-ગાથા ગાઈએ છીએ. કાલે જણાવ્યા પ્રમાણે પવનકુમાર પ્રહસ્તની સાથે અંજનાની શોધ કરવા મહેન્દ્રપુર આવ્યા છે. મહેન્દ્રપુરમાં રાજા મહેન્દ્રારા કરવામાં આવેલી આગતાસ્વાગતા દ્વારા તેઓ એમ જ ધારતા હતા કે અંજના અહીં છે. ભાજન કરવા બેઠા ત્યારે પણ અંજના અહીં છે એવી તેમની ધારણું હતી. પણ જ્યારે ભેજનથાળ પીરસાઈને સામે આવ્યા ત્યારે પવનકુમારે પ્રહસ્તને કહ્યું કે, મિત્ર ! આપણે ભોજન અને મોજમઝા માણવા આવ્યા છીએ કે અંજનાની તપાસ કરવા આવ્યા છીએ ! મને તે એમ જણાય છે કે, અંજના અહીં પણ નથી. કારણ કે જે અંજના આપણું જોવામાં ન આવત તો પણ અંજનાના ગર્ભમાં જે બાળક હતું તે બાળક અથવા તેની સખી વસંતમાલા તે જોવામાં આવત ! પરંતુ અત્રે તે કોઈ જેવામાં આવતું નથી, એ ઉપરથી અંજના અત્રે હોય એમ જણાતું નથી. પ્રહસ્તે જવાબમાં કહ્યું કે, આપનું કહેવું બરાબર છે. આપણે સર્વપ્રથમ જે કામ કરવા આવ્યા છીએ તે કામ કરવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ અને ત્યારબાદ જ ભેજન કરવું જોઈએ. પહેલાં ભોજન કરવું જોઈએ કે કામ ? દુર્યોધનને ત્યાં જ્યારે શ્રીકૃષ્ણ ગયા હતા ત્યારે દુર્યોધને શ્રીકૃષ્ણને પિતાના પક્ષમાં લેવા માટે ભેજન આદિની ઘણી તૈયારી કરી હતી. પરંતુ શ્રીકૃષ્ણ તે તૈયારી ઉપર ધ્યાન ન આપતાં એમ જ કહ્યું કે, સર્વપ્રથમ તે હું જે કામ માટે આવ્યો છું તે જ કામ કરીશ અને ત્યારબાદ જ ભોજન-આદિનું કામ પતાવીશ. દુર્યોધને શ્રીકૃષ્ણને એવો આગ્રહ પણ કર્યો કે, તમે પહેલાં ભજન કરે પછી તમારે જે કામ કરવાનું હોય તે કરજે. પણ શ્રીકૃષ્ણ તો એ જ ઉત્તર આપ્યો કે, હું અહીં ભજન કરવા માટે આવ્યો નથી, પણ કામ કરવા આવ્યો છું. એટલા માટે સર્વપ્રથમ હું જે કામ માટે અત્રે આવ્યો. છું તે કામ મારે કરવું જોઈએ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy