________________
ચાતુર્માસ ]
સમ્યક સમ્યકત્વ પરાકમ-૬૭ મો બેલ
[ ૩૬૯
ગલે શાન્ત થઈ જાય છે. પરંતુ જે સામા માણસમાં પણ ક્રોધ પેદા થાય છે એ અવસ્થામાં બન્નેના શસ્ત્ર જેવાં પુદ્ગલે પરસ્પર અથડાય છે અને પરિણામે સંગ્રામ મચી જાય છે. શાસ્ત્રમાં કષાયસમુદ્દઘાતથી ભયંકર સંગ્રામ મચી જાય છે એમ કહેવામાં આવ્યું છે. ક્રોધ હોય તે સંગ્રામ થાય જ છે. એટલાજ માટે શાસ્ત્રકારે ઉચ્ચ સ્વરે કહે છે કે, ક્ષમા દ્વારા ક્રોધને જીતે. જે તમારામાં ક્ષમાં હશે તે બીજાનો ક્રોધ પણ પિતાની મેળે શાન્ત થઈ જશે. પરંતુ તમે લેકે તો થપ્પડનો જવાબ થપ્પડથી અને ગાળીને જવાબ ગાળીથી આપવા ચાહે છે. પરિણામે કલેશ કંકાસ વધવા પામે છે. શાસ્ત્રમાં તથા ગ્રન્થમાં કહ્યું છે કે, વેર કરવાથી વેર વધે છે, અને ક્રોધ કરવાથી ક્રોધ વિશેષ પ્રમાણમાં વધવા પામે છે. એટલા માટે ક્રોધનો જવાબ ક્રોધથી ન આપતાં તથા ગાળાને જવાબ ગાળોથી ન આપતાં ક્ષમા દ્વારા ક્રોધને જીતે તે તેમાં આત્માનું કલ્યાણ જ રહેલું છે. કહ્યું પણ છે કે –
દીદા ગાલી એક હૈ, પઢે હોય અનેક;
જે ગાલી પેટે નહીં, રહે એક કી એક. અર્થાત–કેઈએ જે ગાળ આપી હોય પણ જે તેના બદલામાં સામી ગાળ ભાંડવામાં ન આવે તે તે ગાળ એક જ રહી જશે અને તે ગાળ ભાંડનાર પણ આખરે શાન્ત થઈ જશે. પરંતુ જે બીજાને પણ ગાળને જવાબ ગાળથી આપવામાં આવે તો ગાળ દેવાની પરંપરા વધતી જ જશે અને પરિણામે કલેશ-કંકાસ પણ થયા વગર રહેશે નહિ. એટલા માટે ક્રોધ પેદા થાય ત્યારે ક્ષમા દ્વારા ક્રોધને જીતો. ઉપશાન્તભાવ-ક્ષમાભાવ રાખ એ તે જૈનધર્મને પ્રધાન ઉદ્દેશ છે. શાસ્ત્રમાં સાધુને માટે તે ત્યાં સુધી કહ્યું છે કે, “હે સાધુ ! જે તમારે કોઈની સાથે ક્લેશ થયો હોય તો જ્યાંસુધી તમે તે લેશને ઉપશાન્ત કરી લે નહિ ત્યાં સુધી તમે આહાર પાણું લેવા જઈ શકે નહિ. ક્રોધને ઉપશાત કર્યા વિના તમે લાવેલા આહાર પાણી ખાઈ-પી શકે નહિ, વિહાર કરી શકે નહિ, અને જંગલ સુદ્ધાં પણ જઈ શકે નહિ. કદાચ તમે એમ કહે કે હું તે જેની સાથે કલેશ થયો છે તેને ખમાવીને ઉપશાંતિ કરું છું પણ સામા પક્ષવાળા શાન્ત થતો નથી તો હું શું કરું ? આ પ્રશ્નના જવાબમાં શાસ્ત્ર એમ કહે છે કે, સામા પક્ષવાળો ઉપશાન્ત થાય કે ન થાય એ તેની ઈચ્છાની વાત છે, પરંતુ તમે તે ક્ષમતક્ષમાપના કરી ઉપશાન્ત થાઓ તો તમે આરાધક જ રહેશો. એટલા માટે તમે પિતે ઉપશાન્ત થાઓ તે તેમાં કલ્યાણ જ છે.
ફોધને જીતવાનો સુગમ ઉપાય ક્ષમા જ છે. દશવિધ યતિધર્મમાં પણ ક્ષમાને જ સર્વપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે જે પ્રમાણે બધાં પદાર્થોને માટે પૃથ્વી આધાર છે, તે જ પ્રમાણે બધાં ગુણોની આધારભૂત ક્ષમા જ છે. જે આધારભૂત પૃથ્વી જ સ્થિર ન રહે તો પછી આધેય પદાર્થો સ્થિર કેવી રીતે રહી શકે? તે જ પ્રમાણે જો બધા ગુણોની આધારભૂત ક્ષમા જ ન રહે તો એ અવસ્થામાં બીજાં ગુણે શી રીતે ટકી શકે ? એટલા માટે ક્ષમાગુણની સર્વપ્રથમ આવશ્યક્તા રહે છે. જો ક્ષમાગુણ ન હોય તે બીજાં ગુણ રહેવા ન પામે, અને આથી વિપરીત ક્ષમાગુણ હોય તે બીજા બધા ગુણ ટકી શકે છે. એટલા જ માટે સાધુઓનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે –
४७