SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ નાંખે છે. ક્રોધાગ્નિ બીજાને જ બાળતી નથી પણ જે ક્રોધ કરે છે તેને પિતાને તે અવશ્ય બાળે છે. ક્રોધ આ ભવ તથા પરભવને પણ બગાડે છે એટલા માટે આ ફેધરૂપી મહાગ્નિને ક્ષમા રૂપી જલથી શાન્ત કરવી જોઈએ. ક્રોધ તે અગ્નિથી પણ ભયંકર છે. કારણ કે અગ્નિ તો એકજ ભવનો વિનાશ કરે છે પરંતુ કોઇ તે આ ભવ તથા પરભવને પણ વિનાશ કરે છે. અર્થાત્ ક્રોધ આ ભવ તથા પરભવ-ભવોભવને બગાડે છે. આ ક્રોધરૂપી અગ્નિ આત્મામાંથી જ ઉત્પન્ન થાય છે. આપણે આત્મા જ સ્વતઃ ક્રોધને પેદા કરે છે. ક્રોધદ્વારા ક્રોધ વધતેજ જાય છે એટલા માટે અનેક ભવને વૈરાનુબંધ ક્રોધથી જ થાય છે. જ્યારે પ્રીતિને નાશ થાય ત્યારે એમજ સમજવું જોઈએ કે મારામાં ક્રોધ પેદા થયો છે. આજ પ્રમાણે ઉગ પેદા થાય તે પણ ક્રોધ પેદા થયો છે એમ સમજવું. કારણ કે અપ્રીતિ કે ઉદ્વેગ પેદા થવાનું કારણ ક્રોધ જ છે. ક્રોધ જ દુર્ગતિ-નરકમાં લઈ જાય છે. કારણ કે જે પ્રમાણે રૂના ઢગલાને અગ્નિ ચેડા જ સમયમાં ભસ્મીભૂત કરી નાંખે છે તેજ પ્રમાણે ક્રોધ પણ આત્માનાં બધાં શુભ ગુણોને ભસ્મીભૂત કરી નાંખે છે. ક્રોધ જ્યારે પેદા થાય છે ત્યારે મનુષ્ય આંખ હવા છતાં આંધળો થઈ જાય છે અને ત્યારે ક્રોધાંધ મનુષ્ય ક્રોધાવેશમાં જ પોતાના પુત્ર, મિત્ર, ગુરુ તથા સ્ત્રી આદિ સ્વજનોને પણ વિનાશ કરી નાખે છે. કારણ કે ધાંધ મનુષ્યમાંથી ત્યારે દયાભાવ નીકળી જાય છે. સાંભળ્યું છે કે, મેવાડના કેઈ એક ગામમાં એક માણસે કેંધાવેશમાં જ પાંચશેરીના તોલાથી પિતાની સ્ત્રીનું માથું ફેડી નાંખ્યું. આ જોઈ તેની છોકરીએ બુમ પાડી કે, મારા પિતા મારી બાને મારે છે. છોકરીની બુમ સાંભળી તે માણસ તે છોકરી ઉપર પણ કુદ્ધ થયે અને તે છોકરીને પણ પત્થર ઉપર પછાડી મારી નાંખી અને પોતે પણ ભયભીત થઈ આપઘાત કર્યો. કોંધાવેશમાં આવાં ન જાણે કેટલાં બધાં અનર્થ થતાં હશે! એટલા માટે ક્રોધને ક્ષમા દ્વારા જીતવો જોઈએ. સૂત્રમાં પણ કહ્યું છે કે, ૩વસમેન ને શોટું અર્થાત ઉપશમથી-ક્ષમાથી કેધને નાશ કરવો જોઈએ. જે પ્રમાણે અગ્નિ વધતી જતી હોય ત્યારે તેને બુઝાવવા માટે તેના વિરોધી પદાર્થ-પોણીને ઉપયોગ કરવામાં આવે છે તેજ પ્રમાણે કૈધને પણ ઉપશાન્ત કરવા માટે ક્ષમાને જ અધિક ઉપયોગ કરવો જોઈએ. ક્રોધ કરવાથી બીજા કરતાં પોતાને જ વધારે. હાનિ થાય છે. ધી મનુષ્ય ક્રોધ કરતી વખતે હું બીજાને હાનિ પહોંચાડું છું એમ માને છે, પરંતુ આ માન્યતા તે પાડોશીના ઘરને બાળવા માટે પોતાના ઘરમાં આગ લગાવવા સમાન જ મૂર્ખતાભરેલી છે. પોતાના ઘરમાં આગ લગાવવાથી પાડોશીનું ઘર તે બળે અથવા કદાચ ન પણ બળે, પણ પિતાનું ઘર તે બળી જાય છે. આ જ પ્રમાણે ક્રોધ કરવાથી બીજાને હાનિ થાય અથવા ન પણ થાય પરંતુ પિતાને હાનિ તે અવશ્ય થાય છે. સ્વ. કેશરીચંદજી ભંડારીએ મને અંગ્રેજીનું એક પુસ્તક બતાવ્યું હતું. જે પુસ્તકમાં એમ બતાવવામાં આવ્યું હતું કે, ક્રોધ પેદા થવાથી શરીરમાંથી બરછી, કટારી, છરી આદિ શસ્ત્ર જેવાં પુદ્ગલે નીકળે છે. જે મનુષ્ય ઉપર ક્રોધ કરવામાં આવે છે તે મનુષ્યમાં જે ક્રોધ પેદા ન થાય, અર્થાત તેનામાં જે ક્ષમાભાવ હોય, તે એ દિશામાં તે શસ્ત્ર જેવાં પુદ્દ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy