________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–બેલ ૬૭ મેં [૩૬૭
કહેવાનો આશય એ છે કે, કટુવચનને સાંભળી ક્રોધ પેદા થાય એ સ્વાભાવિક છે. ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે ક્ષમાને ધારણ કરનાર બહુ જ ઓછા હોય છે. જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું કેવું ખરાબ પરિણામ આવે છે એ વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે
कोहो पाइं पणासेइ, माणो विणयनासणो । __ माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ॥ द० ८-३७ આ ગાથામાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે, જ્યારે ક્રોધ પેદા થાય છે ત્યારે પ્રીતિ નષ્ટ થઈ જાય છે, અને અનુકંપાનો પણ નાશ થઈ જાય છે. આ પ્રીતિનાશક કેધને ક્ષમાદ્વારા જ જીતવો જોઈએ. ક્રોધને જીતવાથી ક્ષમા પ્રગટે છે અને ક્ષમા હોય તે કેધને છતી શકાય છે. આ પ્રમાણે ક્રોધ અને ક્ષમા વચ્ચે અનન્યાભાવી સંબંધ છે.
જ્યારે કઈ કટુવચન કહે છે ત્યારે જ ક્રોધ અથવા ક્ષમાની પરીક્ષા થાય છે. કહ્યું છે કે –
છ છ કર બતલાવતાં, કાના કીધ ન આય;
આડા ટેઢા બોલતાં, ખબર ક્ષમા કી થાય. અર્થાત-જ્યારે કોઈ નમ્રતાપૂર્વક બોલી રહ્યો હોય ત્યારે કોઈને ક્રોધ પેદા થાય જ શી રીતે ? ક્રોધ છે કે ક્ષમા છે? તેની પરીક્ષા છે ત્યારે જ થાય છે કે જ્યારે કોઈ આડુંઅવળું બોલે છે અર્થાત્ કટુવચન બેલે છે.
તમે લેકે તે અમારી સાથે ભક્તિપૂર્વક વાતચીત કરો છો અને અમારા પ્રતિ નમ્રતાને વ્યવહાર રાખે છે. આવી દશામાં અમને ક્રોધ કેવી રીતે થાય ? પણ જ્યારે બહાર અમારે કડવાં વચન સાંભળવાં પડે અને તે વખતે પણ અમે ક્રોધ ન કરીએ પણ ક્ષમા રાખીએ ત્યારે જ અમે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એમ કહી શકાય. ક્રોધ જ્યારે પેદા થાય ત્યારે એમ જ વિચારવું જોઈએ કે, આ કટુ શબ્દો તો અમારામાં ક્ષમા છે કે નહિ તેની કસોટી કરે છે. સોનાને જ્યારે કસોટીએ ચડાવવામાં આવે છે ત્યારે જ સાચા સેનાની પરીક્ષા થાય છે. તે જ પ્રમાણે જ્યારે કટુ વચનની કસોટી થાય ત્યારે જે ક્રોધ ન થાય તે જ પોતાનામાં ક્ષમા છે એમ કહી શકાય. ક્રોધ કરવાથી કેટલી બધી હાનિ થાય છે તે વિષે ગ્રન્થમાં કહ્યું છે કે –
कोहो अप्पीइकरो उव्वेयकरो य सगइनिद्दलणो वेरणुबंधजलणो जलणो वरगुणगण वणस्स कोहंधा निहणन्ति पुत्तं मित्तं गुरुं कलत्तं च जणयं जणणी अप्पि पिनिग्घणा किं च न कुणंति कोहग्गी पजलिओ न केवलं दहइ अप्पणो देहं सत्ताविईय पर पिहु पहवइ परभवविणासाय
ता कोह महाजलणो विज्झवियव्वो खमा जलेण सया । આ ગાથામાં કહ્યું છે કે, ક્રોધ અપ્રીતિ પેદા કરે છે, ઉદ્વેગ પેદા કરે છે અને સદ્દગતિને નાશ કરે છે. ધ વૈરાનુબંધને બાપ છે અને સદ્દગુણના સમૂહરૂપી વનને ભસ્મસાત્ કરી