________________
-
-
-
૩૬૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
હે તે સર્વપ્રથમ રાગ અને દ્વેષને નિર્મળ કરે. કારણ કે રાગ અને દ્વેષ એ બન્નેય કમબીજે છે અને આ બે કર્મબીજમાંથી જ સંસારરૂપી વિષવૃક્ષની ઉત્પત્તિ થાય છે. માટે જે તમે સંસારરૂપી વિષવૃક્ષનાં કડવાં ફળ ચાખવા ચાહતા ન તે રાગદ્વેષનો નાશ કરે. રાગ અને દ્વેષને નિમૂળ કરવામાં જ આત્માનું કલ્યાણ રહેલું છે. હવે રાગ અને દ્વેષને નિર્મળ કરવાને શો ઉપાય છે તે વાત શાસ્ત્રકાર સમજાવું છું - સમ્યકત્વ પરાક્રમ-બેલ ૬૭ મે.
શાસ્ત્રમાં કાલે ઈન્દ્રિયનિગ્રહ વિષે કહેવામાં આવ્યું છે કે, ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી રાગ-દ્વેષને જીતી શકાય છે અને એટલા જ માટે લેકે ઈન્દ્રિયોને જીતવા માટે અનેક પ્રકારનાં પ્રયત્નો કરે છે. ઈન્દ્રિયોને નિગ્રહ કરવાથી જે રાગ-દ્વેષને જીતવામાં આવે છે તે રાગદ્વેષ ક્રોધ, માન, માયા તથા લેભમાંથી જ પેદા થાય છે. એટલા માટે હવે ક્રોધ, માન, માયા તથા લેભ આ ચતુર્વિધ કષાયને કેવી રીતે જીતી શકાય અને તેને જીતવાથી છવાત્માને શું લાભ થાય છે એ વિષે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે –
બોલ ૬૭ મે (૬૭) શોપના મતે નીવે જિં નળરૂ?
અર્થાતભગવાન ! ક્રોધને જીતવાથી જીવાત્માને શો લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કે –
कोहविजएणं खन्ति जणयइ, कोहवेयणिज्जं कम्मं न बंधइ पुयबद्धं च નિફ છે ૬૭ |
અર્થાત –હે ગૌતમ! ક્રોધને જીતવાથી જીવાત્મા ક્ષમાના ગુણને પ્રગટાવે છે, ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મોને બાંધતા નથી અને પહેલાં કર્મો બાંધ્યા હોય તેને ખપાવે છે.
ભગવાને ક્રોધને જીતવાથી ક્ષમાગુણ પ્રગટે છે એમ કહ્યું છે. આ “ક્ષમા” શબ્દને નામથી તો લેકે જાણે છે પરંતુ વાસ્તવિક ક્ષમા કેવી હોય છે તેને બહુ જ ઓછા લેકે જાણતા હશે! ક્રોધને પેદા થવાનું કારણ તથા ક્રોધને સફલ કરવાની શક્તિ ઉપસ્થિત હોવા છતાં ક્રોધને પેદા થવા ન દેવે એનું જ નામ ક્ષમા છે.
ક્ષમાં ધારણ કરવી એ તે તલવારની ધાર ઉપર ચાલવા જેવું કપરું કામ છે. કોઈ વાર શસ્ત્રનો આઘાત સહી લેવો તે સરળ હોય છે, પરંતુ વચનને આઘાત તે શસ્ત્રના આઘાતથી પણ વધારે દુઃખદાયક હોય છે. અને એ કારણે કટુવચન સાંભળીને ક્ષમાશીલ રહેવું મુશ્કેલ થઈ પડે છે. શાસ્ત્ર કહે છે કે, લોઢાનાં તીક્ષ્ય બાણ સહી લેવાં તો સરલ છે પરંતુ વચનરૂપી બાણને સહેવાં મુશ્કેલ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
मुहुत्तदुक्खा उ हवन्ति कंट्या, अओमया ते वि तओ सुउद्धरा । वायादुरुत्ताणि दुरुद्धराणि, वेरानुबंधोणि महब्भयाणि ॥-द० ९.३-७
અર્થાત-લેઢાનાં કાંટાને સહી લેવા અને તેને બહાર કાઢી ફેંકી દેવાં તથા તેનાં દુઃખથી મુક્ત થઈ જવું એ એટલું બધું મુશ્કેલ નથી, પણ વચનબાણનો આઘાત મહાભયાનક, દુઃખદાયક તથા વૈરાનુબંધ કરાવનારે હોવાથી તેને સહેવો મુશ્કેલ છે.