________________
ચાતુર્માસ ]
પ્રાર્થના–વિચાર.
[ ૩૬૫
વ્યાખ્યાન : સંવત્ ૧૯૯૬ આસેા શુદ ૧ શુક્રવાર
પ્રાર્થના
શ્રી જિન અજિત નમા જયકારી, તું દેવન કા દેવજી; ‘જિતશત્રુ’ રાજા ને ‘ વિજયા ’ રાણી કા, આતમજાત ત્વમેવજી. શ્રી જિન અજિત નમા જયકારી.
શ્રી ૧ —વિનયચ’દ્રજી કુંભટ ચોવીશી.
શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આત્મા પોતાની રુચિ પ્રમાણે જ દેવ માને છે અને તેની ઉપાસના કરે છે, જેને જેવી રુચિ હાય છે, તે તેવા જ આહાર કરે છે. જેમ કે, તામસિક પ્રકૃતિવાળેા માણસ તામસિક આહાર કરે છે, રાજસી પ્રકૃતિવાળા રાજસી આહાર કરે છે અને સાત્ત્વિક પ્રકૃતિવાળા સાત્ત્વિક આહાર કરે છે. તે જ પ્રમાણે જેની જેવી પ્રકૃતિ તથા રુચિ હોય, તે તેવા જ દેવની ઉપાસના કરે છે. જેમની ઈચ્છા સંસારમાં રહેવાની હાય છે તે રાગદ્વેષયુક્ત સાંસારિક દેવેની ઉપાસના કરે છે અને જેમની ઈચ્છા સંસારજાળમાંથી મુક્ત થવાની હાય છે. તે વીતરાગ ભગવાનના જ શરણે જાય છે અને તેમની જ ઉપાસના કરે છે. મેાક્ષાર્થી જીવા મનમાં એમ જ વિચારે છે કે, “ અમે તેા રાગદ્વેષથી પરાજિત થએલ છીએ, પર ંતુ ભગવાન અજિતનાથ । રાગદ્વેષથી · અપરાજિત ' છે. એટલા માટે રાગદ્વેષથી ‘ અજિત એવા અજિતનાથ ભગવાન જ અમને રાગદ્વેષથી મુક્ત કરાવવા માટે સમ છે. ’ પ્રમાણે વિચાર કરી મુમુક્ષુ જીવા વીતરાગ અજિતનાથ ભગવાનના જ શરણે જાય છે અને તેમની જ ઉપાસના કરે છે.
"
આ
સરાગ દેવના શરણે જવાથી આત્મામાં સરાગતા આવે છે અને વીતરાગ ભગવાનના શરણે જવાથી આત્મામાં વીતરાગતા આવે છે. રાગ અને દ્વેષ વચ્ચે અવિનાભાવ સંબધ છે. જ્યાં રાગ હાય છે ત્યાં દ્વેષ હાય છે અને જ્યાં દ્વેષ હોય છે ત્યાં રાગ હાય છે. પણ જ્યાં રાગ હોતા નથી ત્યાં દ્વેષ હેાતા નથી અને જ્યાં દ્વેષ હેતે નથી ત્યાં રાગ પણ હાતા નથી. દ્વેષ કરતાં રાગનું બંધન મજબૂત હાય છે એટલે વીતરાગ થવાથી વીદ્વેષ સહજ રીતે થવાય છે. વીતરાગ ભગવાને વીતરાગતા પ્રગટાવવાને માર્ગ બતાવતાં કહ્યું છે કે:रागस्स दोसस्स य संखपणं एगन्तसोक्खं समुवेइ मोक्खं ।
અર્થાત્–રાગ અને દ્વેષને સપૂર્ણ પણે નાશ કરવાથી અર્થાત્ વીતરાગ તથા વીદ્વેષ બનવાથી જ એકાન્ત સુખવાળા મેાક્ષ–સ્થાનને પામી શકાય છે. સંસારમાં બધા લોકો સુખ અને શાન્તિ ચાહે છે પરંતુ સુખ અને શાન્તિનાં જે સાધના બતાવવામાં આવે છે તે સાધનાનેા ઉપયાગ કરતા ન હેાવાને કારણે જ તે વાસ્તવિક સુખ અને શાન્તિને પામી શકતા નથી. શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જે તમે સાચી સુખ-શાન્તિ ચાહત્મ