SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અવશ્ય જોવામાં આવત. જે પ્રમાણે જલરહિત સરાવર હોય અને આત્મારહિત શરીર હાય તે પ્રમાણે અંજના વિનાને આ મહેલ પણ સૂનેસને જણાય છે. પવનકુમારનું આ કથન સાંભળી પ્રહસ્તે કહ્યું કે, હું આગળ જઈને તપાસ કરું છું કે, એંજના મહેલમાં છે કે નહિ! આ પ્રમાણે કહી પ્રહસ્ત મહેલમાં ગયા પણ કયાંય તેને અંજનાનાં દર્શીન થયા નહિ. એટલે તેણે મહેલમાંથી પાછા ફરી પવનકુમારને કહ્યું કે, અંજના મહેલમાં નથી. પવનકુમારે તથા પ્રહસ્તે ત્યાં ઉપસ્થિત દાસ-દાસીને પૂછ્યું કે અંજના કયાં ગઇ છે ? તે લેાકાએ ઉત્તર આપ્યા કે, તમારા ગયા બાદ અંજનાને ગર્ભ રહી ગયા હતા અને તે ગર્ભ વિષે તમારી માતુશ્રીને એવે સંદેહ પેદા થયા કે, આ ગર્ભ મારા પુત્રને નથી. આ પ્રકારને સંદેહ પેદા થવાને કારણે તમારી માતુશ્રીએ અંજનાને ઘર બહાર કાઢી મૂકી છે; કારણ કે અંજનાને ધરમાં રહેવા દેવાથી કુળને કલંક લાગવાનેા ભય હતા અને સાથે સાથે નિંદા થવાનેા પણ ભય હતા. આ દુઃખદાયક સમાચાર સાંભળી પવનકુમારને ઘણુંજ દુઃખ થયું. પવનકુમાર કહેવા લાગ્યા કે, મારાથી એ મેટી ભૂલ થઈ ગઈ કે, હું માતાને એ કહેતાં ભૂલી ગયા કે, હું અંજનાને મળ્યા છું. મારી આ ભૂલનું જ આ દુષ્પરિણામ આવ્યું છે. પરંતુ માતાએ તે મારી આવવાની પ્રતીક્ષા ા કરવી હતી? મારા આવવા સુધી તે ધૈર્ય રાખવું હતું? દાસદાસી આદિ નાકરેએ પવનકુમારના આ કથનના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે કુળને કલંક લાગવાને ભય હાય અને ક્રોધ ચડયા હોય એવી અવસ્થામાં ધૈર્ય કેવીરીતે રહી શકે! પવનકુમારે કહ્યું કે વાસ્તવમાં તમારી વાત પણ ઠીક છે. મારી ભૂલને કારણેજ એ સતીને કલક્તિ માની ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. આ પ્રમાણે સતીએ પહેલેથી કરેલી આશકા પણ સાચી પડી. પવનકુમારે મિત્ર પ્રહસ્તને કહ્યું કે, અંજના કદાચ પીયર ગઈ હશે માટે ચાલે આપણે મહેન્દ્રપુર જઇએ. પ્રહસ્તે કહ્યું કે, ભાઈ! મહેન્દ્રપુર જતાં પહેલાં આ વિષે માતા-પિતાને વાત જણાવવી જોઇએ. પવનકુમારે કહ્યું કે, તમે ખબર આપી આવજો. પવનકુમાર તથા પ્રહસ્ત મહેન્દ્રપુર જવા માટે રવાના થયા. રાજા મહેન્દ્રને માલુમ પડયું કે પવનકુમાર અંજનાની શોધ કરવા માટે આવી રહ્યા છે. તેમણે નગરને સુશોભિત કરાવીને પવનકુમારનું સ્વાગત કર્યું પણ તેમના હૃદયમાં એ વાત અત્યારે શલ્યરૂપે ખૂંચતી હતી કે, જ્યારે પવનકુમાર અંજના વિષે સમાચાર પૂછશે ત્યારે હું શે! જવાબ આપીશ ? આ જ પ્રમાણે અંજનાની માતાને પણ અંજનાને પેાતાને ઘેર આશ્રય ન આપવાના સંબંધમાં દુઃખ થઈ રહ્યું હતું. પવનકુમાર, સાસુ-સસરા દ્વારા આપવામાં આવેલ આદર-સત્કારને કારણે એમજ માની રહ્યા હતા કે, અંજના અહીંજ છે. અપેારે ભાજન કરવાના સમયે જ્યારે બધા ભાજન કરવા બેઠા ત્યારે શું થાય છે એ વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે. –
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy