SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ] સતી અંજના ચરિત્ર–૧૮ [૩૬૩ પિતાનામાં રાગદ્વેષની ભાવના પેદા થાય છે એ અવસ્થામાં આત્માનું પતન થાય છે અને વસ્તુ પ્રત્યે સમભાવ આવે તો આત્માનું ઉત્થાન થાય છે. જે વસ્તુ દ્વારા આત્માનું ઉત્થાન થઈ શકે છે તે પછી હું મારા આત્માનું પતન શા માટે કરું ? આ પ્રમાણે વિચાર કરી જે વ્યક્તિ ઈન્દ્રિયેને નિગ્રહ કરે છે તે વ્યક્તિ ઈન્દ્રિયનિગ્રહ કરી આત્માનું કલ્યાણ અવશ્ય સાધી શકે છે. ઈન્દ્રિયોને નિગ્રહ કરવા માટે બધા શાસ્ત્રકાર તથા ધર્માવલંબીઓ કહે છે. આ વિષે કોઈને કાંઈ પણ મતભેદ નથી. બધા લેકેનું એ જ કહેવું છે કે, ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી આત્માનું કલ્યાણ થઈ શકે છે. ગીતામાં પણ કહ્યું છે કે, હે અર્જુન ! જે તારે આત્માનું કલ્યાણ કરવું હોય તે સર્વપ્રથમ ઈન્દ્રિયેનો નિગ્રહ કર. આત્માનું ઉત્થાન ઇન્દ્રિય-નિગ્રહથી થાય છે અને આત્માનું પતન ઈન્દ્રિયને આધીન થવાથી થાય છે, એટલા માટે ઇન્દ્રિયોને વશમાં રાખો. પદાર્થોના પ્રલોભનમાં ઈન્દ્રિયોને જવા ન દે. પર્વત ઉપરથી એક પગ પણ લપસી જાય તે પછી પતન કેટલું થાય એ કહી શકાય નહિ. તે જ પ્રમાણે જે એક પણ ઇન્દ્રિય કાબુમાંથી બહાર નીકળી જાય તો એ દશામાં આત્માનું કેટલું પતન થાય એ કહી શકાય નહિ. એટલા માટે જે તમે તમારા આત્માને સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા શાન્ત કરી દુઃખમુક્ત કરાવવા ચાહતા હો તો સર્વ પ્રથમ ઈન્દ્રિયોને નિગ્રહ કરે. કારણ કે ઈન્દ્રિયનિગ્રહ એ જ આત્મવિયનું અમોઘ સાધન છે. હવે ઈન્દ્રિયનિગ્રહ કરવાથી આત્માનું કલ્યાણ કેવી રીતે થાય છે એ વાત અંજના સતીની ચરિત્રકથા ઉપરથી સમજાવું છું – સતી અંજના ચરિત્ર–૧૮ અંજના અને પવનકુમારે પોતાની ઈન્દ્રિયોને કાબુમાં રાખી હતી એ કારણે જ આપણે તેમની યશોગાથા ગાઈએ છીએ. જે તેઓ ઈન્દ્રિયોને વશ ન કરી પતિત થયા હોત તો તેમની આ કીર્તિકથા કહેવામાં આવત નહિ. રાવણદ્વારા આપવામાં આવેલ આદર-સત્કારને શિરોધાર્ય કરી, પવનકુમારે અંજનાને મળવા માટે ઘર તરફ પ્રયાણ કર્યું. રાજા પ્રલાદે સાંભળ્યું કે, પવનકુમાર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ઘેર આવી રહ્યા છે. આ સુખદ સમાચાર સાંભળી રાજાને ઘણું જ હર્ષ થયો. તેમણે પવનકુમારનું સ્વાગત કરવા માટે નગરને સુશોભિત કરાવ્યું અને પવનકુમારને સન્માનપૂર્વક નગરમાં પ્રવેશ કરાવવામાં આવ્યું. પવનકુમારે ઘેર આવી માતા-પિતાને પ્રણામ કર્યા અને તેમને કુશળ સમાચાર પૂછ્યા. આ પ્રમાણે બધા વડિલે પાસેથી આશીર્વાદ લઈ પવનકુમાર અંજનાને મળવા માટે પિતાના મહેલમાં જવા નીકળ્યા. પિતાના મહેલમાં પ્રવેશ કરતાં પવનકુમારે મિત્ર પ્રહસ્તને કહ્યું કે, ભાઈ! જ્યારે આપણે તે રાત્રે અત્રે આવ્યા હતા ત્યારે આ મહેલ જેટલે મનહર લાગતો હતો એટલે સહામણે આજે આ મહેલ જણાતો નથી. આ ઉપરથી અંજના મહેલમાં ન હોય એવું હું અનુમાન કરું છું. જે અંજના મહેલમાં હોત તો તેની સખી વસંતમાલા.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy