SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આપ ગમે તે કહે પણ મારે તે તમારા પ્રત્યે પણ સમભાવ જ રાખે છે અને વસ્તુ પ્રત્યે પણ સમભાવ રાખવો છે. ઘેર જઈ પ્રધાને વિચાર કર્યો કે, રાજા સાથે વસ્તુસ્વરૂપ વિષેને મતભેદ વધતું જાય છે એટલા માટે મારે રાજાને એવી ખાત્રી કરાવી આપવી જોઈએ કે હું જે કાંઈ કહું છું તે ઠીક જ કહું છું. આ પ્રમાણે વિચાર કરી પ્રધાને પોતાના એક વિશ્વસ્ત માણસ દ્વારા ખાઈમાંથી દુર્ગંધવાળું પાણી એક ઘડો ભરાવીને મંગાવ્યું. પ્રધાને એ દુર્ગધમય પાણીને ૪૯ પ્રયોગ દ્વારા પરિષ્કૃત કર્યું. પછી તે પરિષ્કૃત થએલું પાણી પ્રધાને રાજાનું પાણી ભરનાર માણસને આપીને કહ્યું કે, રાજા જ્યારે ભજન કરવા બેસે ત્યારે આ પાણી પીવા આપજે. રાજા ભોજન કરવા બેઠા ત્યારે નોકરે- પ્રધાને આપેલું પાણી પીવા માટે આપ્યું. રાજાએ તે પાણી પીને નેકરને પૂછ્યું કે, આ પાણી તે બહુ મીઠું જણાય છે ! આ પાણી ક્યાંથી ભરી લાવ્યો છે ? નેકરે જવાબ આપ્યો કે, આ પાણી તે પ્રધાને મોકલાવ્યું છે. રાજાએ તરત જ પ્રધાનને બેલાવીને કહ્યું કે, તમે આવું મધુર પાણી પીવો છો અને મને આજે આ પાણી પીવા માટે મોકલાવ્યું ? પ્રધાને કહ્યું કે, આ પાણીમાં એવું શું છે ? એ તે વસ્તુને સ્વભાવ જ છે કે, ઈષ્ટમાંથી અનિષ્ટ થઈ જાય અને અનિષ્ટમાંથી ઈષ્ટ થઈ જાય. રાજાએ ફહ્યું કે, પાછી તમે તેની તે જ વાત કરે છે ? પ્રધાને કહ્યું કે, હું જે કાંઈ કહું છું તે ઠીક જ કહું છું. આ પાણી પણ તે જ ખાઈનું દુર્ગધમય પાણી છે કે જે પાણીની દુર્ગધને કારણે તમે નાક દબાવ્યું હતું ! રાજાએ સાશ્ચર્ય પૂછ્યું કે, એ દુર્ગધમય પાણી આટલું બધું મધુર બની જ કેમ શકે ? પ્રધાને જવાબ આપ્યો કે, મહારાજ ! હું એ જ દુર્ગધમય પાણીને તમારી સમક્ષ જ પ્રયોગદ્વારા મધુર બનાવી શકે એમ છું. આખરે રાજાએ તે ખાઈનું દુર્ગધમય પાણી મંગાવ્યું. અને પ્રધાનને તેનું શુદ્ધ પાણી બનાવી આપવાનું કહ્યું. પ્રધાને પહેલાંની માફક પ્રયોગદ્વારા તે પાણીને પરિષ્કૃત કર્યું. આ ઉપરથી રાજાને વિશ્વાસ થઈ ગયો કે, વસ્તુમાં પરિવર્તન થઈ શકે છે. રાજાએ પ્રધાનના સિદ્ધાન્તને સ્વીકાર કરી કહ્યું કે, પ્રધાનજી ! તમે ધર્મજ્ઞ તથા વિચારશીલ છે, માટે મને કેવલી પ્રરૂપિત ધર્મ સંભળાવો. સુબુદ્ધિ પ્રધાન શ્રાવક હતા અને ધર્મને જાણકાર હતો એટલે તેણે રાજાને ધર્મ સંભળાવ્યો. શ્રાવકને ધર્મ સંભળાવવાનો અધિકાર છે, પણ જ્યારે શ્રાવક પોતે ધર્મ જાણતો હોય ત્યારે જ તે બીજાને ધર્મ સંભળાવી શકે છે. સુબુદ્ધિ પ્રધાન પાસેથી ધર્મ સાંભળી જિતશત્રુ રાજા બાર વ્રતધારી શ્રાવક બન્યો અને ધીરે ધીરે આત્માનું કલ્યાણ પણ કર્યું. કહેવાનો આશય એ છે કે, જે વ્યક્તિ ધર્મને જાણે છે તે વ્યક્તિ એમ જ માને છે કે, ઈષ્ટમાંથી અનિષ્ટ થવું અને અનિષ્ટમાંથી ઈષ્ટ થવું એ તે વસ્તુને સ્વભાવ જ છે. આ પ્રમાણે વસ્તુને સ્વભાવ જાણ્યા બાદ સમજદાર માણસ ઈષ્ટ વસ્તુ પ્રત્યે રાગ અને અનિષ્ટ વસ્તુ પ્રત્યે દ્વેષ રાખતા નથી, પરંતુ સમભાવ જ રાખે છે. તે માણસ એ વાતને સારી રીતે જાણે છે કે, જે વસ્તુ થડા વખતને માટે તે ઈષ્ટ રહે છે અને થોડા વખત બાદ અનિષ્ટ થઈ જાય છે તે એવી વસ્તુને કારણે હું મારામાં રાગ તથા ઠેષ શા માટે પેદા કરું ? વસ્તુ આત્માનું ઉત્થાન પણ કરે છે અને પતન પણ કરે છે. જે વસ્તુને કારણે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy