________________
ચાતુમાંસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–બલ ૬૨ થી ૬૬ મો
[ ૩૬૧
આંખને નિગ્રહ થઈ શકશે, અને આંખને નિગ્રહ થવાને કારણે રાગદ્વેષ પેદા પણ થશે નહિ. આજ પ્રમાણે ધ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પશેન્દ્રિય આદિનો પણ ઉપર પ્રમાણે નિગ્રહ કરવો જોઈએ. સારાંશ એ છે કે, સારા કે ખરાબ જે કઈ પદાર્થ સૂંઘવામાં, ચાખવામાં કે સ્પર્શવામાં આવે ત્યારે ઈન્દ્રિયને પરિવર્તનશીલ પદાર્થોમાં રાગદ્વેષ પેદા થાય એ રીતે પ્રવૃત્તિ કરવી ન જોઈએ, પરંતુ સારામાંથી ખરાબ અને ખરાબમાંથી સારી થવાને વસ્તુને સ્વભાવ જ છે એમ સમજીને વસ્તુઓ પ્રત્યે રાગદેષ ન કરવો એ જ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાનો ઉપાય છે. પદાર્થો કેવાં પરિવર્તનશીલ છે એ વાત એક શાસ્ત્ર પ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા સમજાવું છું –
જિતશત્રુ નામના એક રાજા હતો. આ રાજાને સુબુદ્ધિ નામને એક વિચારશીલ પ્રધાન હતું. એક દિવસ જિતશત્રુ રાજાની સાથે સુબુદ્ધિ પ્રધાન જમવા બેઠા હતા. ભેજન સ્વાદિષ્ટ હતું. એટલે રાજાએ પ્રધાનને કહ્યું કે, જુઓ ! ભોજન કેવું સ્વાદિષ્ટ છે ! રાજાના આ કથનના ઉત્તરમાં પ્રધાને કહ્યું કે, એમાં શું થયું ? ઈષ્ટમાંથી અનિષ્ટ થઈ જવું અને અનિષ્ટમાંથી ઈષ્ટ થઈ જવું એ તે વસ્તુનો સ્વભાવ જ છે. પ્રધાનનું આ કથન સાંભળી રાજાએ કહ્યું કે, પ્રધાનજી! તમે તે નાસ્તિક અણુઓ છો ! ક્યાંય સારી વસ્તુ પણ ખરાબ થઈ જાય અને ખરાબ વસ્તુ સારી થઈ જાય એમ બને ખરું? રાજા પિતાના બીજા કર્મચારીઓને આ વિષે વાત કરતે, તે તે બધા કર્મચારીઓ રાજાના કથનનું સમર્થન કરતા હતા, પણ પ્રધાન તો એમજ કહેતા હતા કે, તમે લેકે ગમે તે કહે પરંતુ મારા ગુરુએ તે મને આ જ પ્રમાણે બતાવેલ છે અને એટલા માટે હું તો એમ જ માનું છું કે, ઈષ્ટનું અનિષ્ટ અને અનિષ્ટનું ઈષ્ટ થવું એ જ વસ્તુને સ્વભાવ છે. પુદ્ગલને ધર્મ જ નષ્ટ થવાનું છે, એટલા માટે વસ્તુનું ઇષ્ટ-અનિષ્ટ થવું સ્વાભાવિક છે.
રાજાએ પ્રધાનને ઘણો સમજાવ્યો પણ પ્રધાને પોતાની વાત બદલી નહિ. પ્રધાનને પિતાની વાતમાં પૂરેપૂરો વિશ્વાસ હતું એટલા માટે પ્રધાને રાજાને કહ્યું કે, જે વાતને હું સત્ય માનું છું તે સત્ય વાતને હું ખોટી શી રીતે કહી શકું ? પ્રધાનની વાત સાંભળી રાજાએ મનમાં વિચાર્યું કે, પ્રધાનજીએ અત્યારે હઠ પકડી છે એટલા માટે હમણાં પિતાની વાતને મૂકશે નહિ.
એક દિવસ રાજા નગર–નિરીક્ષણ કરવા બહાર નીકળ્યા. સાથે પ્રધાન પણ હતો. નગરની ચારેય બાજુ એક ખાઈ હતી. એ ખાઇમાંથી પાણી ભરાઈ જવાને કારણે દુર્ગધ આવતી હતી. રાજા તથા પ્રધાન તે ખાઈ પાસેથી નીકળ્યા. ખાઈના પાણીમાંથી અસહ્ય દુર્ગધ નીકળતી હવાને કારણે રાજાએ પ્રધાનને કહ્યું કે, પ્રધાનજી! જુઓ, આ ખાઈનું પાણી કેવું દુર્ગધમય છે ? આ પ્રમાણે કહી રાજાએ પિતાનું નાક દબાવી દીધું, પણ પ્રધાને તે વખતે પણ રાજાને એ જ જવાબ આપ્યો કે મહારાજ ! ઇષ્ટમાંથી અનિષ્ટ થવું અને અનિષ્ટમાંથી ઈષ્ટ થવું એ તે વસ્તુને સ્વભાવ જ છે. પ્રધાનનું આ કથન સાંભળી રાજાએ કહ્યું કે, પ્રધાનજી ! તમે તે બહુ હઠાગ્રહી છે. શું બધી વસ્તુઓ એવી હોય ખરી ? પ્રધાને જવાબ આપ્યો કે, મહારાજ ! હું હઠાગ્રહ કરતો નથી પણ વસ્તુનું સ્વરૂપ કહી રહ્યો છું.