________________
૩૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
^^^^^^
~~~
~~~
~~
ઈન્દ્રિયોને નિગ્રહ કરે એમ તે બધા લેકે કહે છે પણ ઈન્દ્રિયોને નિગ્રહ કેવી રીતે કરવો એ જ એક મહાન પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, પદાર્થોના સ્વરૂપને વિચાર કરી પદાર્થોને અસાર જાણવા અને એ અસાર પદાર્થોથી વિરક્ત થઈ ઈન્દ્રિયોને તે તરફ જવા ન દેવી, અને જે કામો કરવાથી આત્માનું કલ્યાણ થતું હોય તે કામોમાં ઈન્દ્રિયોને પ્રવૃત્ત કરવી એજ ઈન્દ્રિયોને વશ કરવાને ઉપાય છે. શાસ્ત્ર કહે છે કે, કાન, આંખ આદિ ઈન્દ્રિયો સ્વર્ગ પણ અપાવે છે અને નરક પણ અપાવે છે. જે વાત સાંભળવાથી ચારિત્રનું પતન થાય એવી વાત કાનદ્વારા સાંભળવી તે નરકપ્રાપ્તિનો માર્ગ છે, અને જે વાતો સાંભળવાથી આત્માનું કલ્યાણ થાય એવી વાતે કાન દ્વારા સાંભળવી તે સદ્દગતિમાં જવાનો માર્ગ છે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે, ઇન્દ્રિયને ખરાબ કામોમાં પ્રવૃત્ત ન કરતાં સારાં કામોમાં પ્રવૃત્ત કરવી એજ ઈન્દ્રિયનિગ્રહને ઉપાય છે.
અત્રે એક બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે કે, સારું કામ કોને કહેવું અને ખરાબ કામ કોને કહેવું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે કામને માટે તમારામાં સમભાવ રહે તે સારું કામ છે અને જે કામને માટે તમારામાં વિષમભાવ રહે તે ખરાબ કામ છે. જે તમે તમારા આત્માને ઈન્દ્રિયેના વશમાં રહેવા ન દે અર્થાત આત્માને ઈન્દ્રિયાધીન ન બનાવો તે એ દિશામાં આત્મા પિતેજ સારા-ખરાબ કામની પરીક્ષા કરી લેશે. જે તમારામાં સદસદ્વિવેક કરવાની શક્તિને વિકાસ એટલે થયો ન હોય તે એ દશામાં જ્ઞાનીજનોની શીખામણ પ્રમાણે ખરાબ કામમાંથી ઈન્દ્રિયોને નિવૃત્ત કરી સારા કામમાં પ્રવૃત્ત કરે. આમ કરતા રહેવાથી તમારે આત્મા કઈને કઈ દિવસે ઈન્દ્રિો ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકશે.
ઈન્દ્રિયોને નિગ્રહ કરવા માટે સર્વ પ્રથમ એ વાતનો વિવેક કરે કે, પદાર્થો મેંઘા છે કે ઈન્દ્રિય મેંઘી છે? તમારાં કાન મોંઘા છે કે મોતી મોંઘાં છે ? કહેવાની ખાતર તો તમે એમજ કહેશે કે, કાન મેંઘા છે. પરંતુ કાનમાં પહેરેલાં મોતી નીચે પડી જાય ત્યારે તેની જેટલી ચિંતા કરે છે તેટલી ચિંતા કાન ખરાબ વાત સાંભળવા પ્રવૃત્ત થાય છે ત્યારે કરે છે? સાધારણ રીતે કાનદ્વારા સારા કે ખરાબ શબ્દો સાંભળવામાં આવે છે. પરંતુ કાનનો નિગ્રહ કરવા માટે કાનને નાશ કરી નાંખે કે કાનમાં પૂમડાં નાંખી દે એમ કહેવાનો આશય નથી પરંતુ ખરાબ વાતો તરફ કાનને જવા દો નહિં. કદાચ કાનદ્વારા ખરાબ શબ્દો સાંભળવામાં આવે તે એ અવસ્થામાં જે પ્રમાણે માતાપિતાની નિંદાનાં શબ્દો ઉપર ધ્યાન આપવામાં આવતું નથી તે પ્રમાણે તે ખરાબ શબ્દ ઉપર તમે ધ્યાન ન આપો. કાનમાં સારાં કે ખરાબ જે કોઈ શબ્દ પડે તે શબ્દોને કારણે આપણામાં રાગદ્વેષ ઉત્પન્ન થવા દેવો જોઈએ નહિ. શબ્દને સાંભળી પિતાનામાં રાગદ્વેષને પેદા થવા ન દે એ જ કાન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય છે. આ જ પ્રમાણે પ્રત્યેક ઈન્દ્રિયના મનોજ્ઞ (સુંદર) કે અમનેz (અસુંદર) વિષયોને પ્રાપ્ત કરી તે ઉપર રાગદ્વેષ પેદા થવા ન દેવો એજ ઈન્દ્રિયોને નિગ્રહ કરવાને માર્ગ છે. આંખદ્વારા માતાને તથા બેનને પણ જોવામાં આવે છે અને બીજી કઈ સ્ત્રીને પણ જોવામાં આવે છે. આંખ તે તેજ છે પરંતુ જોવાની દૃષ્ટિમાં અંતર પડી જાય છે. આ પ્રકારનું અંતર પડી જવાને કારણે જ રાગદ્વેષ પેદા થાય છે. એટલા માટે દૃષ્ટિમાં અંતર ન રાખતાં પિતાની પત્ની સિવાય બધી સ્ત્રીઓને માતા કે બહેન સમાન માનવામાં આવે તે