SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યકત્વ પરાક્રમ-બોલ ૬૨ થી ૬૬ મે [ ૩૫૯ અર્થાત–હે ગૌતમ! જીભનો નિગ્રહ કરવાથી સુંદર કે અસુંદર (સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ) રસમાં રાગદ્વેષરહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મોને તે જીવાત્મા બાંધત નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (६६) फासिन्दियनिग्गहेणं भंते ! जीवे किं जणयइ ? અર્થાત-હે ભગવાન! સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરવાથી જીવને શું લાભ થાય છે ? फासिन्दियनिग्गहेणं मणुन्नामणुन्नेसु फासेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ पुव्वबद्धं च निज्जरेइ ॥६६॥ અર્થાત હે ગૌતમ! સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ કરવાથી સુંદર કે અસુંદર સ્પર્શમાં રાગદ્વેષરહિત થઈને જીવાત્મા વર્તે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થતાં કર્મોને તે બાંધતો નથી અને પૂર્વે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. ઈન્દ્રિયોને નિગ્રહ કરવાનો અર્થ ઈન્દ્રિયોને નાશ કરવો નહિ પણ ઈન્દ્રિયોને પિતાના વશમાં રાખવી એવો થાય છે. ઈન્દ્રિયોને વશ ન થવું એજ ઈન્દ્રિયનિગ્રહ છે. જે પ્રમાણે ઘોડેસ્વાર ઘેડાને પિતાના કાબુમાં રાખે છે, પોતે ઘોડાના વશમાં રહેતો નથી, તેજ પ્રમાણે ઈદ્રિયને પિતાના વશમાં રાખવી એનું જ નામ ઈન્દ્રિયનિગ્રહ છે. જે ઘડે ઘોડેસવારના કાબુમાં ન રહે તે એનું પરિણામ નીચે પડી જવામાં આવે છે. તે જ પ્રમાણે જે ઈન્દ્રિ કાબુમાં ન રહે તે એનું પરિણામ આત્માનું પતન થવામાં આવે છે. જે ઈન્દ્રિયોને નિગ્રહ કરવામાં આવે તે આત્માને ઉદ્ધાર થાય છે અને ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં ન આવે તો એ અવસ્થામાં આત્માનું પતન અવશ્ય થાય છે. ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં અને નિગ્રહ ન કરવામાં શું અંતર છે અને શું લાભ-હાનિ થાય છે એ બતાવતાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે – विभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कांक्षसि तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ॥ आपदां कथित : पन्था इन्द्रियाणामसंयम : तजय : संपदां मार्गों येनेष्टं तेन गम्यताम् ॥ इन्द्रियान्येव तत्सर्वं यत्स्वर्ग-नरकावुभौ निगृहीतानि सृष्टाणि स्वर्गाय नरकाय च ॥ અર્થાત-જો તું આ સંસારથી ભય પામતે હો અને મોક્ષને પ્રાપ્ત કરવા ચાહતે હે તે તું ઈન્દ્રિયને નિગ્રહ કરવામાં પ્રયત્ન કર. ઈન્દ્રિયોને વશમાં ન રાખવી એ તે આપત્તિને માર્ગ છે, ત્યારે તેને વશમાં રાખવી એ સંપદાનો માર્ગ છે. વિપત્તિ અને સંપત્તિ એ બે માર્ગમાંથી તને જે માર્ગ પસંદ હોય તે માર્ગને તું ગ્રહણ કર. સ્વર્ગ અને નરક પણ આ ઈન્દ્રિયોમાં જ છે. ઇન્દ્રિયને નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે અને ઇન્દ્રિયોને નિગ્રહ ન કરવાથી નરક મળે છે. હવે તને સ્વર્ગ કે નરક એ બેમાંથી જે પસંદ હોય તે પ્રમાણે કાર્ય કર.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy