________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–બલ ૬૨ થી ૬૬ મો [ ૩૫૭
ભગવાન ઋષભદેવને વિષે કેવળ જેને જ આ પ્રમાણે કહે છે એમ નથી, પરંતુ ભાગવતમાં વેદવ્યાસજીએ પણ કહ્યું છે કે, તે ઋષભદેવ ભગવાનને મારા નમસ્કાર હો કે જેમણે આ સંસારને ધર્મનો માર્ગ બતાવ્યો છે. પામર પ્રાણીઓ ભગવાનને બે હાથ જે મસ્તક નમાવી વંદન-નમસ્કાર કરવા સિવાય બીજું કરી પણ શું શકે? જે લેકે દઢપ્રતિ હોય છે તેઓ કેઈને વંદન-નમન કર્યા પહેલાં ખૂબ જ વિચાર કરે છે. તે દઢપ્રતિજ્ઞા લેકે સાધારણ વ્યક્તિને વંદન-નમસ્કાર કરવામાં પોતાનું અપમાન સમજે છે. સાંભળ્યું છે કે, અકબર બાદશાહે રાણું પ્રતાપને કહેવડાવ્યું હતું કે, જો તમે મારા આગળ મસ્તક નમાવો તે હું તમને મારા રાજ્યનો છઠ્ઠો ભાગ આપવા તૈયાર છે. પરંતુ રાણા પ્રતાપે અકબરને નમન કરવાને સ્વીકાર ન કર્યો. આ પ્રકારના દઢપ્રતિજ્ઞા લેકે કોઈ ઉપકારીને અથવા પારસ્પરિક વ્યવહારને માટે નમન કરવા સિવાય બીજા કોઈને વંદન કે નમન કરતા નથી. પરંતુ પરમાત્માને જ હાથ જોડી, મસ્તક નમાવીને વંદન-નમન કરે છે. આ પ્રમાણે આપણે પણ ભગવાનને નમન કરવામાં દઢ વિચાર રાખીએ તે આપણું આત્માનું કલ્યાણ થઈ જાય.
ભગવાન ઋષભદેવ દુઃખભંજક હતા. જેઓ કેવળ પિતાનું જ દુઃખ દૂર કરે છે તેમને દુઃખભંજક કહી શકાય નહિ. પરંતુ જેઓ પિતાનાં દુઃખ દૂર કરવાની સાથે જ બીજાનાં દુઃખ પણ દૂર કરે છે તે જ સાચા દુઃખભંજક કહેવાય છે. સૂર્ય જે પોતાના માટે જ પ્રકાશ રાખે અથવા વૃક્ષ પોતાના માટે જ છાયા આપે અને બીજામે ન આપે તે એ દશામાં સૂર્યને સૂર્ય અને વૃક્ષને વૃક્ષ કેવી રીતે કહી શકાય ? સૂર્યને સૂર્ય અને વૃક્ષને વૃક્ષ ત્યારે જ માની શકાય કે જ્યારે તેઓ બીજાનાં દુઃખ દૂર કરવામાં પિતાની શક્તિને ખરચે છે. આ જ પ્રમાણે ભગવાનને પણ ભગવાન ત્યારે જ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન સંસારના બધા જીવોનું દુઃખ દૂર કરે છે. આ જ કારણે ભક્તજનો પરમાત્માને સંબોધીને કહે છે કે, “હે પ્રભો ! તું દુઃખભંજક છે એટલા માટે હું તને નમસ્કાર કરું છું.”
હવે દુઃખને દૂર કરવાને શે માર્ગ છે એ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું – સમ્યકત્વ પરાક્રમ–બોલ ૬૨ થી ૬૬
જ્ઞાન, દર્શન તથા ચારિત્રના પ્રશ્નોત્તર સંબંધમાં ભગવાને ઉત્તર આપતાં કહ્યું છે કે, ચારિત્રની ઉત્કૃષ્ટતાથી જીવાત્માને શૈલેશી-અવસ્થા પ્રાપ્ત થાય છે અને પછી તે મોક્ષને પામે છે. સંવર જ ચારિત્ર છે. સંવરનું સ્વરૂપ બતાવતાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્દ્રિયોનો નિગ્રહ કરે એનું નામ જ સંવર છે. પણ ઈન્દ્રિયનિગ્રહ શું છે અને તેથી જીવાત્માને શે લાભ પ્રાપ્ત થાય છે એ વિષે હવે પ્રશ્ન પૂછવામાં આવે છે.
પ્રત્યેક કાર્યનું ફળ તે મળે જ છે અને ફળ જાણ્યા બાદ જ કાર્યમાં પ્રવૃત્તિ જલ્દી થઈ શકે છે. ફલ બે પ્રકારનું હોય છે. એક લૌકિક ફલ અને બીજું લેકેત્તર ફલ. લૌકિક ફળની ઈચ્છા કરવી ન જોઈએ. લકત્તર ફલ તે ધર્મની સાથે જ હોય છે અને તેને જાણ્યા બાદ જ ધર્મકાર્યમાં પ્રવૃત્તિ થઈ શકે છે.