SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ આપ્યાં છે અને યુદ્ધમાં જતી વખતે પણ મેં તેને તિરસ્કાર કર્યાં હતા છતાં તે સતી તે પેાતાના નિશ્ચય ઉપર દૃઢ જ રહી અને પેાતાના હૃદયમાં ખરાબ ભાવને આવવા દીધા નહ એટલું જ નહિ પણ જ્યારે હું તેની પાસે ગયા ત્યારે પણ તે સતીએ બીજાનેા અપરાધ ન જોતાં પેાતાને જ અપરાધ માન્યા. ખરેખર તે સતી પોતાની જીવન-પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ છે. પણ અત્રે મને એક વાત યાદ આવે છે કે, સતીની અંતિમ વિદાય લેતી વખતે તેણે મને એમ કહ્યું હતું કે, ક્યાંય મારે કષ્ટમાં પડવું ન પડે એટલા માટે મિલનના ચિન્હ સ્વરૂપ મને કાંઇ આપી જાઓ.' સતીનું આ થન સત્યસિદ્ધતા થયું નહિ હાય ને ? વળી મારી માતાના સ્વભાવ કઢાર છે એટલા માટે જ્યાં સુધી હું સતીના કુશળસમાચાર જાણીશ નહિ ત્યાં સુધી મને શાન્તિ કે સંતાષ નહિ થાય ! 6 આ પ્રમાણે પવનકુમારનું ચિત્ત અજનામાં લાગેલું છે. હવે પવનકુમાર કેવી રીતે ધેર આવે છે અને પછી શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૬ ભાદરવા વદ ૧૪ ગુરુવાર. પ્રાથના શ્રી આદીશ્વર સ્વામી હો, પ્રમ્ સર નામી તુમ ભણી, પ્રભુ અંતરયામી આપ; મા પર મ્હેર કરીજે હા, મેટીજે ચિતા મન તણી, મારાં કાટે પુરાકૃત પાપ. શ્રી ૧ —વિનચંચ'દ્રજી કુંભટકૃત ચોવીશી. શ્રી ઋષભદેવ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાર્થનામાં ભગવાન ઋષભદેવનું ચિરત્ર બતાવવામાં આવ્યું છે. આદિનાથ ભગવાનનું ચરિત્ર એટલું બધું પ્રસિદ્ધ છે કે તે વિષે હું વિશેષ શું કહું ? ભગવાન ઋષભદેવને થયાં અનેક સાગરોપમ-અનેક યુગે-વ્યતીત થઈ ચૂકયાં છે અને અત્યારે આપણે જે જાણીએ છીએ એ તેમની દ્વારા બતાવવામાં આવેલ ધર્માંને જ પ્રતાપ છે. કહેવાય છે કે, આ ભારતવમાં અઢાર ક્રોડાક્રોડી સાગરાપમ વર્ષોથી ધર્માંને વિચ્છેદ થયા હતા. ભગવાન આદિનાથે આ ધર્મવિચ્છેદને દૂર કરી ધર્માંની આદિ કરી ધર્મના ઉદ્ધાર કર્યાં અને એ રીતે આદિનાથ નામ સાથેંક કર્યું. જે વખતે લેાકેા લૌકિક-વ્યવહાર કેમ ચલાવવા ? તથા ધર્મ-કર્મ શું છે? એ વિષે કશું જાણતા ન હતા ત્યારે આદિનાથ ભગવાને લેાકાને અસિ-મસિ-કૃષિ આદિ કળા શીખડાવી લૌકિક-વ્યવહાર સમજાવ્યેા હતો અને ધર્માંતા મા` બતાવ્યા હતા. ભગવાને લૌકિક-વ્યવહારને સુધારવા માટે પોતાના આયુષ્યના ત્રેસઠ ભાગ વ્યતીત કર્યાં હતાં અને બાકીનેા એક ભાગ તેમણે આત્મ-શક્તિને પરિચય કરાવવામાં પસાર કર્યાં હતા,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy