SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ કર - ય ક ક ના * * * * * * * * * * ચાતુર્માસ ] . સતી અંજના ચરિત્ર-૧૭ [૩૫૫ કાંઈ કહ્યું હતું તે ઉપર તો તમે વિશ્વાસ રાખે છે અને પતિ વિષેના કથન ઉપર સંદેહ રાખે છે એનું શું કારણ ? મામાનું કથન સાંભળી અંજનાએ કહ્યું કે, વાસ્તવમાં હું આત્મભાન ભૂલી રહી હતી. તમે મને યથાસમયે ચેતવણી આપી મારું હિત કર્યું છે. હવેથી હું કોઈ પ્રકારની ચિન્તા નહિ કરતાં આનંદપૂર્વક રહીશ. કઈ કઈ વાર મહાપુરુષો પણ ભ્રમણામાં પડી જાય છે. તે વખતે તેમને પણ બીજાની સહાયતાની આવશ્યકતા રહે જ છે. આ કઈ બે ઘટનાઓ એક સાથે બની હોય ત્યારે એ બન્ને ઘટનાઓનું વર્ણન એક સાથે થઈ શકતું નથી પરંતુ એક ઘટનાનું વર્ણન કર્યા બાદ જ બીજી ઘટનાનું વર્ણન કરવામાં આવે છે. આ કથનાનુસાર હવે અંજનાના મહેલમાંથી નીકળ્યા બાદ પવનકુમારે શું શું છે કર્યું તે વિષે વર્ણન કરવામાં આવે છે – અંજનાના મહેલમાંથી નીકળ્યા બાદ પવનકુમાર રાવણની સાથે યુદ્ધ કરવા યુદ્ધક્ષેત્રમાં ગયા. પવનકુમારને જોઈ રાવણ કહેવા લાગ્યો કે, પ્રલાદ રાજા લડવા આવ્યો નહિ પણ પિતાને બદલે પિતાના પુત્રને મોકલ્યો છે. આ સાંભળી રાવણના મંત્રીએ કહ્યું કે, જ્યારે પુત્ર એગ્ય થઈ ગયો હોય ત્યારે પિતાએ યુદ્ધ કરવા આવવાની શી જરૂર છે ? રાવણે કહ્યું કે, તમારું કહેવું તે ઠીક છે પણ પવનકુમાર શું વરુણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશે ? મસ્ત્રીએ જવાબ આપ્યો કે, મહારાજ ! જ્યારે રાજી પ્રહૂલાદને પિતાની પુત્રની યુદ્ધકુશળતા ઉપર વિશ્વાસ હશે ત્યારે જ તેમણે પુત્રને યુદ્ધ કરવા મોકલ્યો હશે ! રાવણે કહ્યું કે, ઠીક, હવે પવનકુમાર કે પરાક્રમી છે તે હમણાં યુદ્ધક્ષેત્રમાં જ જણાઈ આવશે. પવનકુમારે રાવણ તરફથી વરુણની સાથે યુદ્ધ કર્યું. પવનકુમારે યુદ્ધમાં વણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ખરદૂષણને બંધનમુક્ત કરી તેને રાવણની પાસે લાવ્યો. પવનકુમારને વિજય થવાથી અને ખરદૂષણની બંધનમુક્તિ થવાથી રાવણ ઘણો જ પ્રસન્ન થયો. રાવણ, પવનકુમારના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યો. તેણે પવનકુમારને ઘણે જ આદરસત્કાર કર્યો અને પુરસ્કાર પણ આપ્યો. પવનકુમાર વિજય પ્રાપ્ત કરીને આવ્યા બાદ રાવણ દ્વારા આપવામાં આવેલ સન્માનને શિરોધાર્ય કરી રહ્યા હતા પરંતુ તે વખતે પણ તેમનું ચિત્ત તે અંજનામાં જ લાગેલું હતું. ભક્તિમાં ઘણું બળ રહેલું છે. ભક્તિબળને કારણે જ સંગ્રામના સમયે પણ પુરુષનું ચિત્ત પત્ની પ્રત્યે આકર્ષિત થયા કરે છે. એટલા માટે પરમાત્મા પ્રત્યે વિનમ્ર ભક્તિભાવ રાખો તે તમારું ચિત્ત પરમાત્મામાં તલ્લીન થયા વગર રહેશે નહિ. સર્વશક્તિમાન પરમાત્માની આગળ નિર્બળ બનવાથી આત્માને રામબળની પ્રાપ્તિ થાય છે રામબળ તેને જ પ્રાપ્ત થાય છે કે જે પરમાત્મા આગળ નિર્બળ બની જાય છે અને સંસારવર્ધક બધાં બળોને જે ત્યાગ કરી દે છે. પવનકુમારનું ચિત્ત અંજનામાં જ ચે ટેલું હતું. તેઓ મનમાં એ જ વિચાર કરતા હતા કે, હું એ સતીને ક્યારે મળી શકીશ ? મેં બાવીસ વર્ષ સુધી તે સતીને અનેક કષ્ટ
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy