SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ મનુષ્ય આત્માને પ્રાપ્ત કરી શકતા નથી. આ ઉપનિષદ્ વાકયને કહેવાનો આશય એ છે કે, જે વ્યક્તિમાં ચારિત્રબળ હોતું નથી તે આત્મ-સ્વરૂપ સમજી શકતો નથી અને જે આત્મસ્વરૂપ સમજી શકે નહિ તે આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકે? એટલા માટે જે આત્માનું કલ્યાણ કરવા ચાહે છે તેમણે ચારિત્રબળને કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ચારિત્રબળની પ્રાપ્તિમાં જ આત્મોત્થાનની ચાવી રહેલી છે. અંજના મામાને ઘેર આવી. મામા મામી વગેરે મોસાળ પક્ષે અંજનાને સત્કાર કર્યો અને કુશલ સમાચાર પૂછ્યા. અંજનાની વિતક કથા સાંભળી બધાને દુઃખ થયું, પણ આખરે અંજના તથા તેને પુત્ર વગેરે કુશળક્ષેમ ઘેર આવ્યા એ જાણી પ્રસન્ન થયા. મામાએ ઉત્સાહપૂર્વક બાળકને જન્મોત્સવ ઊજવ્યો અને તેનું નામ હનુમાન કુમાર પાડવામાં આવ્યું. જે કે અંજનાને મામાને ઘેર દરેક પ્રકારનું સુખ હતું પરંતુ સાસુ-સસરાએ તથા માતા-પિતાએ પિતાને કલંકિત માની ઘર બહાર કાઢી મૂકી એ વાતનું દુઃખ તેને શલ્યની માફક હૃદયમાં વેદના કરતું હતું. આ મને વેદનાને કારણે અંજના ઉદાસીન રહેતી હતી. અંજનાના મુખ ઉપર ઉદાસીનતા જોઈ તેના મામાએ કહ્યું કે, આજે તે આખા નગરમાં તારા પુત્રને જન્મોત્સવના ઉપલક્ષ્યમાં લેકે આનંદમંગલ કરે છે અને તું આટલી ઉદાસ જણાય છે તેનું શું કારણ? શું તે, કષ્ટ સહન કયાં તેનું તને સ્મરણ થઈ આવ્યું છે કે અત્રે કાંઈ દુઃખ જણાય છે ? અંજનાએ જવાબમાં કહ્યું કે, મને અહીં કાંઈ દુઃખ નથી તેમજ મારે કષ્ટો સહન કરવાં પડયાં એનું પણ મને કાંઈ દુઃખ થતું નથી. કારણ કે મેં જે કષ્ટો સહન કર્યા છે તેના બદલામાં મને ઘણે લાભ મળે છે, જે મારે વનમાં જવાનું થયું ન હોત તો મહાત્માનાં દર્શન કરવાનો તથા મારા જીવનનું ભૂત તથા ભવિષ્યનું વર્ણન સાંભળવાનો લાભ મને મળી શકત નહિ. વનમાં મને જે આનંદ પ્રાપ્ત થયું હતું તે આનંદની આગળ બધાં આનંદ મને તુચ્છ જણાય છે. આજે તમે જે આનંદત્સવ ઊજવી રહ્યા છે તે પણ કષ્ટસહનને જ પ્રતાપ છે. જંગલમાં તે મારું મંગલ જ થયું છે. એટલા માટે હું વનનો તો ઉપકાર જ માનું છું. આ જ પ્રમાણે સાસુ-સસરા તથા માતાપિતા આદિના વ્યવહારને કારણે પણ મને દુઃખ લાગ્યું નથી, કારણ કે જો તેઓ મને ઘર બહાર કાઢત નહિ, તો વનમાં મને જે આનંદ-લાભ પ્રાપ્ત થએલ છે તે પ્રાપ્ત થઈ શક્ત નહિ એટલા માટે હું તેમને પણ ઉપકાર માનું છું. અંજનાએ મામાને વિશેષ કહ્યું કે, મને બીજા કેઈ પ્રકારનું દુઃખ થતું નથી, પરંતુ જ્યારથી પતિ યુદ્ધમાં ગયા છે ત્યારથી અત્યાર સુધીમાં તેમના કાંઈ કુશલસમાચાર આવ્યા નથી એ કારણે હું ઉદાસ રહું છું. જે તેઓ એકવાર આવી જાત તો મારા ઉપર ચડેલું કલંક પણ ધોવાઈ જાત અને મને તેમનાં દર્શન પણ થઈ જાત ! અંજનાના આ કથનના ઉત્તરમાં તેના મામાએ કહ્યું કે, તમારા કથનમાં મને તો વિરુદ્ધતા જણાય છે. કારણ કે, હમણાં જ વનમાં જવાથી ભૂત-ભવિષ્યની વાત જાણવાની મળવાથી પ્રસન્નતા થઈ એમ કહે છે અને હમણાં જ પવનકુમારના વિષે ચિન્તા કરવા લાગે છે ? જ્યારે મહાત્માએ તમને કહ્યું છે કે, પવનકુમાર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી આવશે અને તમારે મેળાપ થશે, તે પછી તમારે આ પ્રકારની ચિતા શા માટે કરવી જોઈએ ? મહાત્માએ પુત્ર વિષે જે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy