SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર-૧૭ [૩૫૩ બની જાય છે. અયોગી થયા બાદ જીવાત્મા કેવલી સંબંધી શેષ ચાર કર્મોને નષ્ટ કરી લઘુ અક્ષરના ઉચ્ચારણની સ્થિતિ ભોગવીને સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત થઈ જાય છે, અને એ રીતે દરેક પ્રકારના પરિગ્રહમાંથી નીકળી શાન્ત થાય છે અને બધાં દુઃખને અન્ત કરે છે. લેકે, શીલને સાધારણ રીતે અર્થ પુરુષને માટે સ્ત્રીને અને સ્ત્રીને માટે પુરુષને ત્યાગ કરવો, માને છે. પરંતુ શાસ્ત્ર કહે છે કે, શીલમાં બધાં સંવરનાં ગુણને સમાવેશ થઈ જાય છે. સંવરગુણમાં આવવું એનું જ નામ શીલ છે. સર્વથા પ્રકારે અહિંસક, સત્યવાદી, અસ્તેયવ્રતી, બ્રહ્મચારી તથા નિષ્પરિગ્રહી થવું એજ સંપૂર્ણ શીલ છે. શીલનાં આ સાધનને કોઈ તો સંપૂર્ણ રીતે સ્વીકાર કરે છે અને કોઈ આંશિકરૂપે સ્વીકાર કરે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે, જે વ્યક્તિ દેશથી પણ શીલનાં સાધનો સ્વીકાર કરે છે તે પણ મોક્ષને પથિક જ છે. શીલનું બરાબર પાલન કરવામાં આવે તેજ મેક્ષના માર્ગે જઈ શકાય છે, અન્યથા નહિ. શીલવાન બનવા માટે સર્વ પ્રથમ હેય, 3ય તથા ઉપાદેય વસ્તુનો વિવેક કરવાની આવશ્યકતા રહે છે. હેય, 3ય તથા ઉપાદેય વસ્તુનો વિવેક કરી શીલનું જેટલું પાલન થઈ શકે તેટલું પાલન નિષ્કપટભાવે કરવું જોઈએ. ચારિત્રના બળ જેવું સંસારમાં બીજું એક પણ બળ નથી. લેકે ધન–જન આદિના બળને બળ માને છે પણ શાસ્ત્ર કહે છે કે, ચારિત્રબળની બરાબરી સંસારમાંનું કોઈપણ બળ કરી શકતું નથી. ચારિત્ર બળ હોય તે બીજા બળ પણ સ્વતઃ આવી જાય છે; પરંતુ જો ચારિત્રબળ ન હોય અને બીજાં બળો હોય તે તે બધાં બળે ચારિત્રબળના અભાવે નિર્બળ બની જાય છે. રામની પાસે કાંઈ ન હતું પણ તેમની પાસે કેવળ એક ચારિત્રબળ હતું, તે બધાં બળે તેમની પાસે આવી ગયાં. આથી વિરુદ્ધ રાવણની પાસે ધનબળ, સત્તાબળ, સેનાબળ આદિ અનેક પ્રકારનાં બળ હતાં પણ તેની પાસે કેવળ એક ચારિત્રબળ ન હતું, એ કારણે તેનાં બધાં બળ નિર્બળ તથા નિષ્ફળ થઈ ગયાં. આ પ્રમાણે ચારિત્રબળ હોવાને કારણે બીજાં બધાં બળ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ એક ચારિત્રબળ ન હોય તે બધાં બળે નિષ્ફળ થઈ જાય છે. આ ઉપરથી બધાં બળોમાં ચારિત્ર બળજ મહાન છે એ વાત સિદ્ધ થાય છે. આજે લેક દુઃખી થઈ ઘેર ઘેર ભટકે છે. તેનું પ્રધાન કારણ પણ ચારિત્રબળને અભાવ જ છે. ચારિત્રબળથી આત્માનું કલ્યાણ કેવીરીતે થાય છે એ વાત હવે ચરિત્રકથા ઉપરથી સમજાવું છું – સતી અંજના ચરિત્ર-૧૭ -૧ ૭.. -~ - -- અંજના પાસે કાંઈ રહ્યું ન હતું પણ તેની પાસે કેવળ એક ચારિત્રબળ હોવાને કારણે તેને બધું પાછું મળી ગયું અને તેનું સંકટ પણ દૂર થઈ ગયું. ચારિત્રબળને આવે પ્રભાવ છે એટલા માટે આપણે પણ ચારિત્રબળની રક્ષા કરવી જોઈએ. ચારિત્રબળથી ઈહલૌકિક કલ્યાણ થાય છે અને પારલૌકિક કલ્યાણ પણ થાય છે. આત્મા ચારિત્રબળથી જ બળવાન થાય છે, ચારિત્રબળથી આત્માનું ઉત્થાન થાય છે અને ચારિત્રબળના નાશથી આત્માનું પતન થાય છે. ચારિત્રબળ વિનાને મનુષ્ય આત્માનું ઉત્થાન કે કલ્યાણ કરી શકતો નથી એટલા જ માટે ઉપનિષદ્દમાં કહેવામાં આવ્યું છે કે, નામામાં વદ્દીન ખ્યઃ અર્થાત ચારિત્રબળહીન ૪૫
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy