SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ ] સમ્યક્ત્વ પરાક્રમ-ખાલ ૬૧ મા. શાસ્ત્રમાં કહ્યું છે કે, જ્ઞાન, દર્શીન અને ચારિત્ર-આ રત્નત્રય જ મેાક્ષને માર્ગ છે. તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યું છે કે, સભ્યજ્ઞાનવર્શનચારિત્રાણિ મોક્ષમાર્ગ:। અર્થાત્ સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણેય મેાક્ષને માર્ગ છે. જ્ઞાનથી વસ્તુ જાણવામાં આવે છે. દર્શીનથી જાણેલી વસ્તુ ઉપર શ્રદ્ધા કરવામાં આવે છે અને ચારિત્રદ્વારા આચરણ કરવામાં આવે છે. ભગવાન અને ગૌતમ સ્વામી વચ્ચે જ્ઞાન અને દર્શન વિષે જે પ્રશ્નોત્તર થએલ છે તે વિષે આગળ વિસ્તૃત વિવેચન કરવામાં આવેલ છે. હવે ગૌતમ સ્વામી ચારિત્રના સંબંધમાં ભગવાનને પૂછે છે કેઃ— શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ મેલ ૬૧ મા (૬) ચરિત્તસંપન્નયાદ્ ાં મતે ! નીચે િનળયરૂ ? અર્થાત્ હે ભગવાન ! ચારિત્રસંપન્નતાથી જીવાત્માને શે। લાભ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેઃ— चरित्तसंपन्नयाए सेलेसीभावं जणयइ, सेलेसिं पडिवने य अणगारे चत्तारि केवलिकम्मंसे खर्वेइ, तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ, सव्वदुक्खाणमन्तं રૂ ॥ ૬ ॥ અર્થાત્-હે ગૌતમ ! ચારિત્રસંપન્નતાથી જીવાત્મા શૈલેશી (મેરુ પર્યંત જેવા નિશ્ચળ) ભાવને ઉત્પન્ન કરે છે અને તેવા નિશ્ચળ ભાવને પામેલા અનગાર બાકી રહેલાં ચાર કનિ ખપાવે છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા પરિનિર્વાણને પામી સર્વ દુઃખોને અન્ત કરે છે. ચારિત્રસ’પન્નતાથી જીવાત્મા શૈલેશી–અવસ્થાને પામે છે. શૈલેશી અવસ્થાના અ એ છે કે, કપનરહિત અવસ્થાને પામવું. જે પ્રમાણે શૈલ અર્થાત્ પર્યંત કંપનરહિત–નિષ્કપ હોય છે તેજ પ્રમાણે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થએલ જીવાત્મા પણ નિષ્કુપ બને છે. શૈલને અ પર્યંત અને શને અ પ્રધાન થાય છે. પર્વતામાં પ્રધાન પર્વત સુમેરુ પર્યંત કહેવામાં આવે છે. જે પ્રમાણે સુમેરુ પર્યંત અટલ–અડેાલ–અચળ–અકંપ હાય છે તેજ પ્રમાણે ચારિત્ર સપન્નતાથી જીવાત્મા મન, વચન તથા કાયાનાં યાગાને રૂંધીને સુમેરુ પર્વત જેવી અડાલતા–નિશ્ચળતાને પ્રાપ્ત કરે છે. ચારિત્ર સંપન્નતાથી જીવાત્મા શૈલેશી અવસ્થા અર્થાત્ લેફ્સારહિત અવસ્થાને પામે છે એવા પણ અ અને ટી શકે છે, કારણ કે લેસ્યા હાય છે ત્યારેજ કંપન થતું રહે છે, પરતુ અલેશી અર્થાત્ લેસ્પારહિત થવાથી જીવાત્મા નિષ્કપ– અચલ બની જાય છે. ચારિત્રને અર્થ પૂર્ણ શીલ અથવા પૂર્ણ સવરની પ્રાપ્તિ કરવી એ થાય છે. અહિંસા, સત્ય આદિ ઉત્કૃષ્ટ સવરની પ્રાપ્તિ થવી એનું નામ ઉત્કૃષ્ટ ચારિત્ર છે. આ ઉત્કૃષ્ટ ચારિત્રને પ્રાપ્ત કરી લેવાથી જીવાત્મા તેરમા ગુણસ્થાનમાંથી નીકળી ચૌદમા ગુરુસ્થાને પહેાંચી અડાલ-નિષ્ણુપ બની જાય છે. અર્થાત્ મન, વચન તથા કાયાનાં યાગાને સુધીને અયેાગી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy