SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] પ્રાર્થના–વિચાર [ ૩૫૧ તા પછી ભગવાનનાં વચનાના શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરવાથી તથા એ ભગવાણીને જીવનમાં મૂર્ત સ્વરૂપ આપવાથી કેવું મહાફળ પ્રાપ્ત થતું હશે તેનું અનુમાન સહેજે થઈ શકે છે. અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે એટલા માટે આપણે ભગવાન મહાવીરને નસ્કાર કરીએ છીએ. વીરશાસનનું બીજું નામ જૈનશાસન પણ છે, કારણ કે આ શાસનમાં રાગદ્વેષને જીતવાના જ મુખ્યરૂપે આદર્શ રાખવામાં આવ્યા છે. આ રાગદ્વેષને હરકેાઈ વ્યક્તિ પુરુષાર્થદ્વારા જીતી શકે છે. જૈનશાસનમાં સંકીર્ણતાને જરાપણુ સ્થાન નથી. જૈનશાસનમાં ઘણી જ ઉદારતા રાખવામાં આવી છે. જૈનધર્માંની આ પણ એક વિશિષ્ટતા છે. ભગવાન મહાવીરે બતાવેલા માર્ગો માક્ષમા પણ કહેવાય છે કારણ કે મહાવીર ભગવાને પ્રત્યેક જીવાત્માને માટે બંધનમુક્તિને માર્ગ બતાવેલ છે. આ મેક્ષમાર્ગીને અપનાવવામાં જરાપણ પ્રમાદ કરવા જોઇએ નહિ. આ વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ— न हु जिणे अज दिस्सई, बहुमए दिस्सर मग्गदेसिए । संपइ नेयाउए पहे, समयं गोयम माप्पमाय ॥ १०-३१ અર્થાત્–મહાવીર ભગવાને ગૌતમને સખેાધીને બધા પ્રાણીઓને સંદેશ આપ્યા છે કે, પંચમકાળ બહુ જ દુષ્કર આવવાને છે. એ પાંચમ આરામાં લેાકેા કહેશે કે, આજે જિન ભગવાન જોવામાં આવતા નથી. આ પ્રમાણે કહી તેએ એમ વિચારશે કે, જો કે અત્યારે જિન ભગવાન જોવામાં આવતા નથી પણ તેમણે બતાવેલા માર્ગ તે જોવામાં આવે છે. જિનમા જોઇને તેએ એવું અનુમાન કરશે કે જ્યારે જૈનમા અત્યારે જોવામાં આવે છે, ત્યારે આ જૈનમાના પ્રવર્ત્તક કાઈ જિન ભગવાન થયા જ હશે એમ અનુમાન કરશે. આ પ્રમાણે વિચાર કરીને લેાકા જિન–દેશિત માર્ગને ગ્રહણ કરશે અને પછી તેમ કરવામાં તે સમયને પ્રમાદ પણ નહિં કરે. આ ગાથાને બીજો અર્થ પણ કરવામાં આવે છે પરંતુ ટીકાકારે ઉપરના જે અર્થ કર્યો છે તે વધારે યુક્તિસંગત જણાય છે. પ્રસ્તુત ગાથામાં કહ્યા પ્રમાણે આપણે ભગવાન મહાવીરને પણ તેમના બતાવેલા માર્ગદ્રારા જાણી શકીએ છીએ. જે માર્ગમાં ન્યાયને જ સ્થાન આપવામાં આવેલ છે તે ન્યાયમાર્ગને સમજીને મહાવીર ભગવાન તથા જિન ભગવાનને સમજવાને પ્રયત્ન કરે તે તેમાં તમારું કલ્યાણ જ છે. જિનને માર્ગ અનાદિના છે. જિત ભગવાન અનંત થએલ છે પરંતુ બધાએ એક જ માર્ગ બતાવેલ છે. બધા તીર્થંકરાને ઉપદેશ એક જ સરખા છે. કારણ કે સંપૂર્ણજ્ઞાની થયા બાદ આપવામાં આવેલા બધાને ઉપદેશ એક જ સરખા હાય છે. આ કથનાનુસાર ભગવાન પાર્શ્વનાથે જેવા ઉપદેશ આપ્યા હતા તેવા જ ઉપદેશ મહાવીર ભગવાને પણ આપ્યા હતા. કાઈપણ તીર્થંકરે એવી વાત કહેલ નથી કે જે એકબીજાથી વિરુદ્ધ જણાતી હોય. એટલા માટે જિનર્દેશિત જૈનમાર્ગ–ન્યાયમાર્ગને બરાબર સમજો અને પછી તે માર્ગે પ્રયાણ કરવામાં સમયને જરાપણ પ્રમાદ ન કરે તે તેમાં સ્વ-પરનું કલ્યાણ જ રહેલું છે. હવે ન્યાયમાર્ગને અપનાવવામાં પ્રમાદ શા માટે કરવા ન જોઇએ એ બતાવવા માટે જ વાત કહેવામાં આવે છેઃ—
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy