SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ જે લોકોને ધર્મ ઉપર વિશ્વાસ નથી તે લેકે તે કથાના આ અંશને સાંભળી કલકલ્પિત કહેશે અથવા આ વાત તો કેવળ કહેવાની જ છે એમ કહેશે પરંતુ જેમને ધર્મ ઉપર વિશ્વાસ છે તેઓ તે એમ જ કહેશે કે, જેમણે બાવીસ વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તેમને પુત્ર આવો તેજસ્વી તથા પરાક્રમી થાય તો તેમાં શું આશ્ચર્ય છે? આ પ્રમાણે જેમને ધર્મ ઉપર વિશ્વાસ છે તેમને આ ઘટનાથી કોઈ ચમત્કાર કે આશ્ચર્ય જણાતું નથી. આ ઘટના ઉપરથી કોઈ પિતાના પુત્રની આજ પ્રમાણે પરીક્ષા કરવા લાગે તો તેમાં પિતાની બુદ્ધિની જ પરીક્ષા થઈ જશે. પુત્રની પરીક્ષા કર્યા પહેલાં તેમણે પિતાના બ્રહ્મચર્યની પરીક્ષા કરી લેવી જોઈએ. અહમદનગરમાં પ્રેફેસર રામમૂર્તિ મને મળ્યા હતા. તેઓ કહેતા હતા કે, કોઈ પાંચ વર્ષના બાળકને મારી પાસે રાખવામાં આવે અને તે બાળક મારી સૂચનાનુસાર વર્તે તે હું વીશ જ વર્ષમાં મારા જેવો દઢ શરીરી બનાવી શકું છું. આ પ્રમાણે જ્યારે બાહ્ય પ્રયોગથી પણ દઢશરીરી બનાવી શકાય છે તો પછી બ્રહ્મચર્યના પ્રયોગથી મનધાર્યું થઈ શકે તે તેમાં શું આશ્ચર્ય છે! બ્રહ્મચર્યમાં અપાર શક્તિ રહેલી છે. આ જ પ્રમાણે ધર્મની શક્તિ પણ કાંઈ ઓછી નથી. ધર્મની શક્તિથી શરીરમાં પણ કચાશ રહેવા પામતી નથી. સંતાન તે તમે પણ સ્વસ્થ અને સુંદર ચાહો છો પણ તમે ધર્મ કે બ્રહ્મચર્યનું તદનુસાર પાલન કરે છે કે નહિ ? તેને વિચાર કરે. આજે અંજના કે હનુમાન આદિ તે નથી પરંતુ જે ધર્મની શક્તિ તેમનામાં હતી તે ધર્મ તો આજે પણ છે. એટલા માટે આ ધર્મનું બને તેટલું પાલન કરે તેટલું તમારું કલ્યાણ થવાનું જ છે. - અંજના પિતાના મામાના ઘેર આવી. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાન : સંવત ૧૯૯૬ ભાદરવા વદ ૧૩ બુધવાર પ્રાર્થના ધન-ધન જનક “સિધારથ” રાજા ધન “વિશલા દે માત રે પ્રાણી, જ્યાં સુત જયા ને ગોદ ખિલાયો, “બઈમાન” વિખ્યાત રે પ્રાણી; શ્રી મહાવીર નમે વર નાણી. –વિનયચંદ્ર કુંભ, ચોવીશી. શ્રી મહાવીર ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના કરવાથી જીવાત્માને શો લાભ થાય છે એ વિષે સિદ્ધાન્તમાં युं छे :-तहारूवाणं अरहन्ताणं भगवन्ताणं नाम-गोय समणियाए महाफलं । અર્થાત–તથારૂપ અરિહન્ત ભગવાનનાં નામ-ગોત્રનું સ્મરણ કરવાથી મહાફળ પ્રાપ્ત થાય છે. જ્યારે ભગવાનનાં નામ—ગાત્રનું સ્મરણ માત્ર કરવાથી મહાફળની પ્રાપ્તિ થાય છે
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy