SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ = • = = • = = - - - -- -- -- --- -- 13 - - - - - - - - - - - - - - ચાતુર્માસ ] સતી અંજના ચરિત્ર–૧૬ [ ૩૪૯ આત્માને ધર્મશ્રદ્ધાથી વિચલિત કરી શકે. એટલા માટે તમે ધર્મશ્રદ્ધા ઉપર દઢ રહે તો તેમાં તમારું કલ્યાણ જ રહેલું છે. હવે ધર્મ ઉપર દઢ શ્રદ્ધા રાખવાથી શું લાભ થાય છે એ વાત અંજના સતીની ચરિત્ર કથા ઉપરથી સમજાવું છું - સતી અંજના ચરિત્ર–૧૬ અંજનાને ધર્મ ઉપર એવો દઢ વિશ્વાસ હતો કે, તેના ઉપર સંકટનો પહાડ પડવા છતાં પણ ધર્મ કે પૈર્યને ત્યાગ કર્યો નહિ. સાસુ, સસરા તથા માતા-પિતાએ તેને તિરસ્કાર કર્યો પણ અંજનાએ કાઈને તિરસ્કાર કર્યો નહિ. અંજના એ વાતને સારી રીતે જાણતી હતી કે, ધર્મને આખરે વિયે જ થાય છે. જે હું સત્યધર્મ ઉપર દઢ છું તો મારી ધર્મદઢતાનું ફળ મને મળ્યા વગર રહેશે નહિ. ધર્મ ઉપર આવી દઢ શ્રદ્ધા હોવાને કારણે જ અંજનાનું દુઃખસંકટ આખરે દૂર થયું. પર્વતની ગુફામાં અંજનાએ પુત્રને જન્મ આપ્યો છે. વનમાં પુત્રની રક્ષા કેવી રીતે થશે એ વિષે અંજના ચિંતા કરી રહી છે. પણ ધર્મપ્રતાપે એ ચિત્તાને દૂર કરવા માટે અંજનાના મામા વિમાનમાં બેસી તેડવા આવ્યા છે અને અંજનાને પિતાને ઘેર આવવા કહે છે. મામાના કથનના ઉત્તરમાં અંજનાએ કહ્યું કે, આ વનમાં મને ઘણો જ આનંદ પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે કહી અંજનાએ મહાત્માના દર્શન કર્યાની તથા તેમણે ભૂત તથા ભવિષ્ય સંબંધી કહેલી બધી વાત કહી સંભળાવી. આ વાત સાંભળી અંજનાના મામા ઘણું જ પ્રસન્ન થયા અને ઘેર આવવા આગ્રહ કર્યો. આખરે મામાના અત્યાગ્રહને વશ થઈ અંજના વસંતમાલાની સાથે પુત્રને ખોળામાં લઈ વિમાનમાં બેઠી અને વિમાન હનુમત્પાદનને માટે રવાના થયું. માર્ગમાં અંજના પિતાની સખીને ધર્મના મહત્ત્વ વિષે વાત કરતી જતી હતી. એટલામાં તે અંજનાને પુત્ર વિમાનને જોઈ તથા વિમાનના ઘંટનો અવાજ સાંભળી ખળખળાટ હસી પડ્યો અને ઉછળવા લાગે. અંજનાએ બાળકને ઉછળતે અટકાવવા પ્રયત્ન કર્યો પણ પુત્ર જરથી ઉછળવા જતાં વિમાનની બહાર એક પર્વતના શિખર ઉપર જઈ પડ્યો. બાળક નીચે પડી જવાથી અંજનાને ઘણું જ દુઃખ થયું. તે દુઃખપૂર્ણ સ્વરથી કહેવા લાગી કે, મારા પુત્રની શી દશા થઈ હશે ! મારા માટે તે આ વિમાન કૂવા સમાન નીવડ્યું. આ ઘટનાથી અંજનાના મામાને પણ દુઃખ થયું પરંતુ તેમણે અંજનાને વૈર્ય આપતાં કહ્યું કે, તું ધર્મને જાણવા છતાં આટલે બધા કલ્પાંત કેમ કરે છે? આ પ્રમાણે કલ્પાંત કરવાથી કે દુઃખ માનવાથી કાંઈ લાભ થવાના નથી. તું કલ્પાંત કર નહિ. હું હમણાં જ બાળકની તપાસ કરીને લાવું છું. આ પ્રમાણે કહી વિમાનને કેાઈ સુરક્ષિત સ્થળે ઉતારી અંજનાના મામા બાળકની તપાસ કરવા ગયા. અંજનાના મામાએ જોયું તે, બાળક તો એક શિલા ઉપર પડ્યું–પડયું હસી રહ્યું હતું. જે શિલા ઉપર અંજનાને પુત્ર પડ્યો હતો તે શિલા તૂટી ગઈ હતી. મામાએ તે બાળકને તેડી લાવી, અંજનાને સોંપતાં કહ્યું કે, તમારા બાળકને કેણું મારી શકે એમ છે કે જે બાળકને માટે મહાત્માએ પહેલેથી ભવિષ્ય ભાખી દીધું છે કે, આ બાળક ધર્મસહાયક તથા સીતાછની શોધ કરનાર વજી-અંગી રામદૂત બનશે !
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy