________________
મન
મ -
• - • -
-
- -
=
=
=
==*
* *
*
* *
*
*
*
*
- *--
-
=
૩૪૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ( [ અમદાવાદ નિઃશંક શ્રદ્ધા પેદા થવા પામી હતી. ધર્મ પ્રત્યે તેમની નિઃશંક શ્રદ્ધા હોવાને કારણે જ તેઓ આત્મ-કલ્યાણ સાધી શક્યા હતા.
રાજા શ્રેણિક સમ્યક્ત્વમાં દઢ હતા. તેમની ધર્મદઢતાની પ્રશંસા સાંભળી એક દેવે વિચાર કર્યો કે, આખરે તે એક મનુષ્ય જ છે તે મનુષ્યને ધર્મશ્રદ્ધા ઉપરથી વિચલિત કરે એમાં શું મુશ્કેલી છે? આ પ્રમાણે વિચાર કરી, એક દિવસ જ્યારે શ્રેણિક રાજા બહાર ફરવા નીકળ્યો હતો ત્યારે તે દેવ સાધુવેશમાં શીકારીને સ્વાંગ સજી સશંક થઈ રાજાની પાસે થઈને નીકળ્યો. રાજાના કર્મચારીઓએ, તે સાધુવેશધારી શિકારી દેવને જોઈ રાજાને કહ્યું કે, જુઓ ! તમારા ગુરુ જાય છે. હાથમાં માછલાને પકડવાની જાળ લઈને જતા સાધુવેશધારી દેવને જોઈને રાજાએ સાશ્ચર્ય પૂછ્યું કે, આ શું છે? સાધુવેશધારી દેવે કહ્યું કે, રાજન ! હું માછલાં પકડવા જાઉં છું. હું તો તમારી દૃષ્ટિએ આવી ગયો છું એટલે મને તમે દુષપાત્ર ગણે છો પણ ભગવાન મહાવીરના બધા સાધુઓ મારા જેવા જ છે. જો કે, રાજાને માટે આ સમય સમ્યક્ત્વથી વિચલિત થવાનું હતું પણ શ્રેણિક રાજાની ધર્મશ્રદ્ધા વજલેપ જેવી દઢ હોવાને કારણે તેમણે સાધુવેશધારી દેવને કહ્યું કે, તમે તમારી શિથિલતાના કારણે તમારા આત્માને દોષ દે; બધા સાધુઓ ઉપર ખોટું કલંક ન ચડાવો. ભગવાન મહાવીરના સાધુઓ તમારા જેવા શિથિલાચારી હઈ જ શકે નહિ. - રાજા શ્રેણિક સાધુવેશધારી દેવને ઉપાલંભ આપીને થોડે આગળ વધ્યો હશે ત્યાં તેમણે ગર્ભવતી સ્ત્રીની માફક મોટા પેટવાળી સાળીને પિતા તરફ આવતી જોઈ. સાધી કોઈ દિવસ ગર્ભવતી હોઈ શકે નહિ છતાં સાધ્વીવેશમાં ગર્ભવતી જોઈને રાજાએ કહ્યું કે, આ કેણુ અભાગણ છે! સાધ્વીવેશધારી દેવે રાજાને કહ્યું કે, રાજન ! આ તે આજે હું તમારી દૃષ્ટિમાં આવી ગઈ પણ ભગવાન મહાવીરની બધી સાધ્વીઓ મારા જેવી જ દુરાચારિણી જ છે. રાજાએ તે સાધ્વીને ઉપાલંભ આપતાં કહ્યું કે, તમે પોતે દુરાચારિણી હેવાને કારણે બધી સાધ્વીઓને શા માટે કલંકિત કહો છો ? - ધર્મશ્રદ્ધાને વિચલિત કરનારી ઘટનાઓ જેવા છતાં પણ રાજા શ્રેણિકના મનમાં નિઃશંક ધર્મશ્રદ્ધા હોવાને કારણે ભગવાન મહાવીરને ધર્મ પ્રતિ જરા પણ સંદેહ પેદા થયો નહિ. દેવ રાજાની ધર્મદઢતા જોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા. આખરે દેવે પિતાની માયાજાળ સમેટી લીધી અને હાથ જોડી રાજાની સામે આવી કહેવા લાગ્યું કે, હે ! રાજન ! મેં તમારી ધર્મપરીક્ષા કરવા માટે જ આ સ્વાંગ ધારણ કર્યો હતો.
કહેવાનો આશય એ છે કે, વ્રત–પ્રત્યાખ્યાન કરવાની શક્તિ ન હોવા છતાં પણ સાચી ધર્મશ્રદ્ધા અર્થાત ક્ષાયિક સમ્યક્ત્વ જીવિત રહે તો એ અવસ્થામાં આત્માનું કલ્યાણ કઈ દિવસે અવશ્ય થાય જ છે. એટલા માટે જો તમે તમારા આત્માનું કલ્યાણ કરવા ચાહે છે તે તમે પણ સમ્યક્ત્વ ઉપર દઢ રહે. આ દુષ્કર પંચમ આરામાં અનેક એવી વાતે જોવામાં તથા સાંભળવામાં આવે છે કે જે દ્વારા ધર્મશ્રદ્ધા શિથિલ થઈ શકે છે. પરંતુ જે હૃદયમાં સાચી ધર્મશ્રદ્ધા હોય તે દુનિયામાં એવી એક પણ શકિત નથી કે જે