SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ str= = = == = = = = = == ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાકમ–૬૦ મે બોલ [ ૩૪૭ વેશ્યાની વાત સાંભળી રાણી રાજાને કહેવા લાગી કે, મહારાજ, આ વેશ્યા શું કહે છે? એના કહેવા ઉપરથી તે એમ જણાય છે કે, તમે જ એને અહીં મોકલી છે ! ભલે તમે તેને મેકલી હેય પણ મેં તે પહેલાં જ કહી દીધું હતું કે, મારા ગુરુને ઇન્દ્રાણું પણ ડગાવી શકે નહિ! પરંતુ આ મારી બહેન શું કહે છે તે ઉપર તો વિચાર કરે. રાજા રાણીની વાત સાંભળી શરમાઈ ગયે. તે કહેવા લાગ્યો કે, વેશ્યાની વાતમાં વધારે પડવું સારું નથી. હવે એ વાતને પડતી મૂકે. રાણીએ કહ્યું કે, ઠીક છે. આ વેશ્યા આત્માના સંબંધે મારી બહેનની સમાન છે તો પણ એની વાત છોડી દઉં છું, પરંતુ હવે આપ પણ એ વાતને પડતી મૂકે. ઠીક ! ચાલે આપણે એ મહાત્માની પાસે તે જઈએ. બને જણું મહાત્માની પાસે ગયા અને જોયું તે મહાત્મા કેઈ બીજા જ વેશમાં હતા. આ જોઈને રાણીએ રાજાને કહ્યું કે, આ જુઓ ! આ મારા ગુરુ જ નથી. હું તો દ્રવ્ય અને ભાવ બનેથી યુક્ત હોય તેને ગુરુ માનનારી છું. આ મહાત્માનો વેશ મારા ગુરૂનો વેશ નથી. જ્યારે મારા ગુરુનું લિંગ જ નથી તે પછી તેમને મારા ગુરુ કેવી રીતે માની શકું? કેટલાક લોકો રજોહરણમુહપત્તિ આદિમાં શું પડયું છે એમ કહે છે. પરંતુ વાસ્તવમાં રજોહરણ–મુખવસ્ત્રિકા આદિનું ઘણું જ મહત્ત્વ છે. ચિન્હનું કેટલું બધું મહત્ત્વ છે ! સ્ટીમર, મોટર આદિ ઉપર જે ચિહ રાખવામાં આવે છે તેનું કેટલું બધું મહત્ત્વ ગણવામાં આવે છે ? આજ પ્રમાણે મુખવસ્ત્રિકા પણ જૈનધર્મના સાધુઓની નિશાની છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં રજોહરણ-મુખવસ્ત્રિકા આદિને વીશ્વરની ધ્વજા કહેવામાં આવી છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, રોને ટિંડા પોચાં અર્થાત લેકમાં લિંગનું પ્રયોજન છે. કહેવાનો આશય એ છે કે, ધર્મદ્વારા જ ધર્મની ઓળખાણ થાય છે. રાણીએ રાજાને કહ્યું કે, મહારાજ ! ધર્મપ્રતિ આ પ્રકારનું છળકપટ કરવાનું છોડી દે. આખરે રાજાના ગળે રાણીની વાત ઊતરી અને પછી તે અનાથી મુવિ જેવા મહા નિગ્રન્થના સંસર્ગમાં આવે વાથી તેમને ક્ષાયિક સમકિત–રત્નની પ્રાપ્તિ પણ થઈ. રાજા શ્રેણિકે સમ્યક્ત્વના પ્રભાવથી કે આત્મલાભ પ્રાપ્ત કર્યો હતો તેને માટે ગ્રન્થમાં કહ્યું છે કે – न सेणिओ आसितया बहुस्सुओ न यावि पन्नतिधरो न वायगो । सो आगमिस्साइ जिणो भविस्सइ समिक्ख पन्नाइ वरं खु दंसणं ॥ અર્થાત–રાજા શ્રેણિક એક નવકારશી પણ કરી શક્યો ન હતો, તે બહુશ્રુત પણ ન હતો, તેણે સાધુપણું પણ ધારણ કર્યું ન હતું, તથા તે વાચક–વ્યાખ્યાતા પણ થયા ન હતા છતાં પણ તેમનું દર્શન અથવા સમ્યક્ત્વ શુદ્ધ હેવાને કારણે ભવિષ્યમાં તેઓ પદ્મનાભ તીર્થકર થશે. રાજા શ્રેણિક પહેલાં તે ધર્મની આવશ્યક્તા સ્વીકારતો ન હતો. પણ ભગવાન મહાવીરના તથા મહાનિગ્રન્થ અનાથી મુનિના સંસર્ગમાં આવ્યા બાદ તેનામાં વજલેપ જેવી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy