SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ . . = ૩૪૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ તૈયાર હતી તેમ છતાં રાજાની સહાયતા અને ઈનામ મળવાની આશા મળતાં સાધુની પાસે જવા તેણે તરત જ હા પાડી. તે શ્રૃંગાર સજી અને કામોત્તેજક બીજો સામાન લઈ સાધુના સ્થાને ગઈ. સાધુએ એ સ્ત્રીને જોતાં જ કહ્યું કે, “ખબરદાર! રાત્રીના સમયે અમારા સ્થાને સ્ત્રીઓ આવી શકતી નથી. આ કેઈ ગૃહસ્થનું મકાન નથી. અહીં તો સાધુઓ રહે છે.” વેશ્યાએ કહ્યું કે, “મહારાજ! આપની વાત સાચી છે, પણ આપનું કહ્યું તે જ માની શકે કે જે આપની આજ્ઞા માથે ચડાવતી હોય; પણ હું તે કોઈ બીજા જ કારણસર અત્રે આવી છું. હું આપને કોઈ પ્રકારનું કષ્ટ આપવા આવી નથી પણ આપનું મનોરંજન કરવા અને આનંદ આપવા માટે આવી છું.” આમ કહેતી તે વેશ્યા સાધુના સ્થાનમાં ઘુસી ગઈ. સાધુ સમજી ગયા કે મને ભ્રષ્ટ કરવાની બુદ્ધિએ આ આવી છે. જો કે, હું મારા શીલવત ઉપર દઢ છું પણ જ્યારે તે બહાર નીકળશે અને એમ કહેશે કે, “હું સાધુના શીલવતને ભંગ કરીને આવી છું ત્યારે મારું કહ્યું કેણ સાંભળશે ?” મહાત્માએ તે વખતે પિતાની લબ્ધિદ્વારા વિકરાળ રૂપ ધારણ કર્યું. આ જોઈને વેશ્યા ગભરાઈ અને કહેવા લાગી કે, “મહારાજ ! ક્ષમા કરે, મને નષ્ટ ન કરે. મને તે શ્રેણિક રાજાએ મેલી છે એટલે આવી છું. હું તો અહીંથી હમણાં જ ભાગી જાત, પણ શું કરું ? બહાર તાળું દીધેલ છે એટલે બહાર કેવી રીતે જઈ શકું ? આપ મારી ઉપર દયા કરે.” તે મહાત્માએ પિતાને વેશ જ બીજો બદલાવી લીધો હતો. શાસ્ત્રમાં કારણવશાત વેશપરિવર્તન કરવાનું કહેલ છે. સાધુસિંગને બદલવાનું શાસ્ત્રમાં અપવાદરૂપે બતાવવામાં આવેલ છે. ચારિત્રની રક્ષા તો તે વખતે પણ કરવામાં આવે છે, પણ લિંગ અવસર ઉપર બદલી નાંખવાનું અપવાદ માર્ગમાં બતાવવામાં આવેલ છે. એક બાજુ આ ઘટના બની ત્યારે બીજી બાજુ રાજા રાણીને કહી રહ્યા છે કે, તારા ગુરુની તું આટલી બધી પ્રશંસા કરતી હતી તે હવે તેમના હાલહેવાલ જેy ? કેવા છે? તેઓ એક વેશ્યાને રાખી બેઠા છે! ચેલના રાણીએ આશ્ચર્ય પૂર્વક કહ્યું કે, હું એમ છે? પણ એ વાત જ્યાં સુધી મારી આંખે જોઉં નહિ ત્યાં સુધી માની શકું નહિ, જે તમે કહ્યું તેવું જ હું જઈશ તો હું તેમને કદાપિ ગુરુ માની શકે નહિ. આપણે સત્યના ઉપાસક છીએ માટે આપ જેવું કહે છે તેવું બતાવી આપે.” રાજાએ કહ્યું કે, એ તો મેં જોયું જ છે, શા માટે એ વાતને વધારે હો રાણીએ ઉત્તર આપ્યો કે, “જ્યાં સુધી મારી આંખે હું જોઉં નહિ ત્યાં સુધી તમે કહો છો તેવું માની શકું નહિ. જ્યારે એવું જોઈશ તે જ ઘડીએ હું તેમને સાધુરૂ માનવા છોડી દઈશ.” આખરે રાજાએ, ચેલના રાણીને સાથે લઈ સાધુના સ્થાને આવી દરવાજો ખોલ્યો. ખોલતાં જ જેમ પાંજરામાંથી પક્ષી બહાર ભાગે તેમ વેશ્યા બહાર નીકળી આવી અને રાજાને કહેવા લાગી કે, “આપ મને ભલે બીજું કોઈ કામ સંપ પણ સાધુની પાસે જવાનું કહેશો નહિ! આજે તો આ મહાત્માના તપસ્તેજના પ્રભાવથી મરી જાત પણ તેમની દયાથી જ આજે જીવતી રહી છું.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy