________________
ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ–૬૦ મે બેલ [ ૩૪૫ કરી લેવામાં આવેલ છે. એટલા માટે તે પાણી પાછું મલિન થાય એ સંભવ નથી. આ જ પ્રમાણે મિથ્યાત્વના વિપાકમાં શાન્ત હોય પણ પ્રદેશમાં ઉદયાધીન રહેતું હોય તે ક્ષપશમથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ છે. મિથ્યાત્વને ઉદયભાવ પ્રદેશ અને વિપાક-બનેમાં શાન્ત રહેતા હોય તે ઉપશમથી પ્રાપ્ત થએલું સમ્યક્ત્વ છે. શાપથમિક સમ્યક્ત કરતાં ઉપશાન્ત સમ્યક્ત્વ સારું હોય છે. ત્રીજું ક્ષાયિક સમ્યક્ત્વ છે. જ્યારે મિથ્યાત્વ પ્રદેશ અને વિપાક-બન્નેમાંથી બહાર નીકળી ગયું હોય અર્થાત મિથ્યાત્વ કોઈપણ પ્રદેશમાં અથવા વિપાકમાં ન રહે એનું નામ ક્ષાયિક સમ્યક્ત્વ છે.
એક સમ્યક્ત્વ હોવાથી જ આત્મા કેવી રીતે ઉન્નત થઈ શકે છે એને માટે રાજા શ્રેણિકનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. સમ્યકત્વ હોવાથી સમ્યક્ત્વનાં સહાયક બીજાં ગુણ પ્રાપ્ત થાય છે અને એ દશામાં આત્મા પણ ઉન્નત થાય જ છે.
રાજા શ્રેણિકને ચેલના નામની રાણી હતી. મારા પતિ ધાર્મિક બને એવી ચેલનાની હમેશાં ભાવના રહેતી હતી. તેની એવી માન્યતા હતી કે, જે હું મારા પતિને ધર્મ-ભાવનાથી ઓતપ્રોત કરું તો જ હું સાચી પતિવ્રતા પત્ની કહેવાઉં. આ બાજુ શ્રેણિકની એવી માન્યતા હતી કે, પત્નીને અત્યારથી ધર્મની શી લત લાગી છે? પત્નીને આ ધર્મની લતથી મુક્ત કરવી જોઈએ. આ પ્રમાણે પતિ-પત્ની બન્નેનાં એય એક બીજાથી વિપરીત હતાં અને એ બન્ને જણા પોતપોતાના ધ્યેય પ્રમાણે પ્રયત્ન કરતા હતા. રાણું તે મનમાં એમ વિચારતી હતી કે, રાજા મને ઠગવાને પ્રયત્ન કરે છે અને હું રાજાને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરું . ત્યારે રાજા એમ સમજતો હતો કે, રાણીને ધમની બીમારી લાગુ પડી છે અને હું તેને ધર્મની બીમારીમાંથી બહાર કાઢું છું.
- શ્રેણિક રાજા, રાણીને ધર્મશ્રદ્ધાથી વિચલિત કરવા માટે અનેકવાર છળકપટ કરતે હતો. એટલા માટે રાણીએ બધાંને એવી સૂચના આપી દીધી હતી કે, જે મહાત્મા ચાર જ્ઞાનના ધારક, સમર્થ તથા વ્રતપાલનમાં દઢ હોય તેઓ જ અહીં પધારે; કારણ કે અહીં રાજા તરફથી ધર્મશ્રદ્ધાથી વિચલિત કરવા માટે છળ કરવામાં આવે છે. એટલા માટે અહીં સાધારણ સાધુ ન આવે. જે આ સૂચનાને ધ્યાનમાં ન લેતાં જે કોઈ સાધારણ સાધુ અત્રે આવશે તે તેઓ છળમાં-કપટજાળમાં ફસાઈ જશે અને પરિણામે ધર્મની અવહેલના થશે. રાણીની આ સૂચનાને કારણે શ્રેણિકના રાજ્યમાં સમર્થ સાધુઓ જ આવતા હતા. સાધારણ સાધુઓએ તે તેના રાજ્યમાં જવાનું પણ બંધ કરી દીધું હતું.
રાજગૃહમાં એક મહાત્મા ગ્રામનુગ્રામ વિહાર કરતા પધાર્યા. રાજાએ સાંભળ્યું કે, રાણીના ગુરુ રાજનગરીમાં આવેલ છે. આ સાંભળી રાજાએ વિચાર કર્યો કે, રાણીના ગુરુને અપમાનિ કરવાનો આ ઠીક અવસર મળ્યો છે. જે તેના ગુરુ ભ્રષ્ટ થશે તે રાણીનું ધર્મગૌરવ પણ ઓછું થઈ જશે.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ એક વેશ્યાને બેલાવીને કહ્યું કે, તું પેલા સાધુના સ્થાને જઈ તેને કોઈપણ ઉપાયે ભ્રષ્ટ કરી પાછી અહીં આવ. જો તું મારું કામ પાર પાડીશ તે તું જે માંગીશ તે ઈનામમાં આપીશ. વેશ્યા તે રાજાનું કામ મફત જ કરવા
४४