SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ અર્થાતહે ગૌતમ! દર્શનસંપન્ન ( સમકિતી) છવ સંસારના મૂળરૂ૫ મિથ્યાત્વઅજ્ઞાનનું છેદન કરે છે. તેના જ્ઞાનને પ્રકાશ ઓલવાત નથી. અને તે પ્રકાશમાં શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનથી પિતાના આત્માને સંછને સુંદર ભાવનાપૂર્વક વિચરે છે. ભગવાને દર્શનસંપન્નતાથી મિથ્યાત્વને નાશ બતાવ્યું છે પરંતુ મિથ્યાત્વને નાશ તે ક્ષપશમ સમકિતથી પણ થાય છે તો પછી દર્શનસંપન્નતાથી વિશેષ લાભ શું થયું ? આ કથનને ઉત્તર એ છે કે, જે પ્રમાણે ખુલ્લી હવામાં રાખવામાં આવેલ દીપક બુઝાઈ જવાનો ભય રહે છે તે જ પ્રમાણે ક્ષયોપશમ સમકિતને માટે પણ નષ્ટ થવાનો ભય રહે છે પરંતુ ક્ષાયિક સમક્તિને માટે એવો ભય રહેતો નથી. અને તેથી જ ભગવાને પ્રશ્નોત્તરમાં શબ્દનો પ્રયોગ કરી બતાવ્યું છે કે, દર્શનસંપન્નતાથી મિથ્યાત્વનો નાશ થાય છે અને જે ક્ષાયિક સમક્તિ નષ્ટ થવાનો ભય રહેતો નથી તે ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે. દર્શન અર્થાત સમ્યક્ત્વ ક્ષાપશમિક પણ હોય છે અને ક્ષાયિક પણ હોય છે. ક્ષાપશમિક સમકિત કદાચ નષ્ટ થઈ જવાનો ભય રહે છે પણ ક્ષાયિક સમકિત નષ્ટ થઈ જાય એ ભય રહેતું નથી. દર્શનસંપન્નતાથી જીવાત્માને મિથ્યાત્વને નાશ થવાની સાથે ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે. આ સંસારમાં ભ્રમણ કરવાનું પ્રસ્થાન કારણ મિથ્યાત્વ જ છે. કારણ વિના કાર્ય થતું નથી. સંસારમાં ભ્રમણરૂપી કાર્યનું કારણ મિથ્યાત્વ જ છે. દર્શનસંપન્નતા મિથ્યાત્વને છેદ કરે છે અને જ્યારે કારણો છેદ કરવામાં આવે ત્યારે કાર્ય પણ પેદા કેવી રીતે થઈ શકે ? જે વસ્તુ જેવી છે તેને તેથી વિપરીત માનવી એ જ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વનો છેદ થવાથી સંસારપરિભ્રમણ કરવું પડતું નથી. મિથ્યાત્વ એ સંસારનું કારણ છે અને સમ્યક્ત્વ મેક્ષનું કારણ છે. દર્શનસંપન્ન વ્યક્તિ મિથ્યાત્વને છેદ કરી ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. ક્ષાયિક સમ્યત્વવાળે જીવાત્મા કાત તે જ ભવમાં મેક્ષને પ્રાપ્ત કરે છે, અથવા ભવસ્થિતિ બાકી હોય તે વધારેમાં વધારે ત્રણ કે ચાર ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જાય છે. ક્ષાપશમિક સમિતિ તો આવે છે અને જાય છે, પરંતુ ક્ષાયિક સમતિ એવું છે કે તે એકવાર પ્રાપ્ત થયા બાદ નષ્ટ થતું નથી. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી પરમજ્ઞાન તથા પરમ દર્શનને પ્રાપ્ત કરી તે દર્શનસંપન્ન વ્યક્તિ, ક્ષાયિક જ્ઞાન-દર્શનમાં આનંદપૂર્વક રમણ કરે છે. સમ્યકત્વ ત્રણ પ્રકારનું હોય છે. એક તે ઉપશાત ગુણથી પ્રાપ્ત સમ્યકત્વ, બીજું ક્ષપશમ ગુણથી પ્રાપ્ત સમ્યક્ત્વ અને ત્રીજું લાયક ગુણથી પ્રાપ્ત થએલું સમ્યક્ત્વ. આ ત્રણેય પ્રકારના સમ્યકૃત્વમાં કેટલું અંતર છે એ બતાવવા માટે પાણીનું ઉદાહરણ આપી સમજાવવામાં આવે છે. એક પાણ એવા પ્રકારનું હોય છે કે જે મલિન છે પરંતુ તેમાં એવી કઈ દવા નાંખવામાં આવી છે જેને લીધે પાણીને કાદવ નીચે બેસી ગયો છે. બીજા પ્રકારનું પાણી એવું હોય છે કે જે ઉપરથી તે સ્વચ્છ દેખાય છે પરંતુ તેની અંદર કાદવ કે મલિનતા સ્પષ્ટ જોવામાં આવે છે. અને ત્રીજા પ્રકારનું પાણી એવું છે કે, જે પહેલાં પંક સહિત હતું પરંતુ તે પાણીને કાદવ નીચે બેસી જવાથી નિર્મળ પાણીને નીતારીને જુદું
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy