SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સમ્યક્ત્વ પરાક્રમ-૬૦ મે બોલ [ ૩૪૩ આગળ વિસ્તાર રૂપે વિવેચન કરવામાં આવ્યું છે. આજે જ્ઞાનની સાથે દર્શનની તથા ચારિત્રની પણ કેટલી બધી આવશ્યકતા રહે છે એ વાત શાસ્ત્રદ્વારા સમજાવું છું - સમ્યક્ત્વ પરાક્રમ–બાલ ૬૦ મે કાલે શાસ્ત્રમાં જ્ઞાનસંપન્નતાથી જીવાત્માને શો લાભ થાય છે તે વિષે વિચાર કરવામાં આવ્યો હતો. જ્ઞાનસંપન્નતાથી છવાત્મા સર્વ પદાર્થોના યથાર્થભાવને જાણું શકે છે અને તે કારણે તે ચતુર્ગતિરૂપ-સંસાર-અટવીમાં દુઃખ પામતો નથી. જેમ દેરાવાળી સોય ખવાતી નથી તેમ જ્ઞાની છવ સંસારમાં ભૂલો પડતો નથી, અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના યેગોને પ્રાપ્ત કરે છે. તેમ જ પિતાનાં દર્શન અને બીજાનાં દર્શનને બરાબર જાણીને અસત્યમાર્ગમાં ફસાત નથી. ભગવાન મહાવીરે સત્ય જ્ઞાન-પ્રાપ્તિનું આ ફળ બતાવેલ છે. સાચું જ્ઞાન સમ્યક્ત્વ અર્થાત્ સાચા દર્શન વિના પેદા થતું નથી એટલા માટે હવે દર્શન વિષે પ્રશ્ન કરવામાં આવે છે. - જ્ઞાન અને દર્શન એ બન્નેને પારસ્પરિક સહયોગ છે. જ્યારે જ્ઞાન હોય છે ત્યારે દર્શન પણ હોય છે અને જ્યારે દર્શન હેય છે ત્યારે જ્ઞાન પણ હોય છે. આ ઉપરથી અત્રે કોઈ એવો પ્રશ્ન કરે છે, જ્યારે જ્ઞાન અને દર્શનને પરસ્પર આટલે બધે ઘનિષ્ટ સંબંધ છે તે પછી દર્શન વિષે જુદે પ્રશ્ન શા માટે પૂછવામાં આવ્યો છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, શ્રુતજ્ઞાન તે સાંવ્યવહારિક છે અને દર્શન સાંવ્યવહારિક નથી. જ્ઞાનનું તે આદાનપ્રદાન થઈ શકે છે, પરંતુ દર્શનનું આદાન-પ્રદાન થઈ શકતું નથી. આ સિવાય જ્ઞાન પણ ત્યારે જ પેદા થઈ શકે છે કે, જ્યારે પહેલાં દર્શન હોય છે. દર્શન વિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, અવંનિસ ના અર્થાત જે વ્યક્તિમાં દર્શન અર્થાત સમ્યક્ શ્રદ્ધા હોતી નથી તેને સમ્યકજ્ઞાન પેદા થઈ શકતું નથી. દર્શનને સામાન્ય અર્થ સમ્યક્ત્વ થાય છે. જેનામાં સમ્યક્ત્વ હોતું નથી તેનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવામાં આવે છે. સમ્યત્વ સહિત જ્ઞાન હોય તે જ સાચું જ્ઞાન છે. ક્ષાયોપથમિક ભાવથી જ્ઞાન પણ પેદા થાય છે અને અજ્ઞાન પણ પેદા થાય છે. પરંતુ ક્ષાયિક ભાવથી તો જ્ઞાન જ પેદા થાય છે. આ પ્રમાણે સમ્યકૃત્વ વિના જ્ઞાન પેદા થઈ શકતું નથી એ બતાવવા માટે દર્શન વિષે જુદે પ્રશ્ન કરવામાં આવ્યો છે. હવે ગૌતમ સ્વામી દર્શન વિષે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે - છેલ (६०) दंसण संपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? અર્થાત –હે ભગવાન! દર્શનને પ્રાપ્ત કરવાથી જીવાત્માને શું લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – दसणसंपन्नयाए णं भवमिच्छत्तछेयणं करेइ, परं न विज्झायइ, परं अविज्झमाणे अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ॥६०॥
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy