________________
૩૪૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ.. [અમદાવાદ તે જ વ્યક્તિ તે વસ્તુને ઓળખી શકે છે અને તે જ તેની પ્રશંસા પણ કરી શકે છે. સુગંધી પુષ્પની ગમે તેવી સુગંધ હોય પણ જેમને ધ્રાણેન્દ્રિય જ નથી તેમને માટે તે સુગંધ શા કામની? અને તે સુગંધની પારખ પણ તે કેવી રીતે કરી શકે? આ જ પ્રમાણે જેમને આ સંસાર ખારે લાગ્યો હોય, જે પરમાત્માનાં ગુણેને સમજી શક્યો હોય, તથા જેમના હૃદયમાં પરમાત્માનાં ગુણ જાગૃત થયાં હોય તેમને જ પરમાત્મા મોહનગારા લાગી શકે. ઉદાહરણ તરીકે, ભગવાન અરિષ્ટનેમિ જ્યારે ઉગ્રસેનના ઘેરથી બાંધેલા તરણેથી સંયમ લેવા માટે પાછા ફર્યા હતા ત્યારે રાજમતિની સખીઓને ભગવાન પ્રિય લાગ્યા ન હતા, પરંતુ રાજમતિને તો પ્રિય લાગતા હતા. રાજીમતિ તે ભગવાનને મોહનગાર જ માનતી હતી. આમ માનવાનું કારણ એ જ છે કે, રાજમતિની સખીઓ ભગવાનનાં વાસ્તવિક ગુણોને જાણતી ન હતી, પરંતુ રાજીમતિ જાણતી હતી કે ભગવાન કયાં? અને શા માટે જઈ રહ્યા છે? આ જ પ્રમાણે જેઓ પરમાત્માનાં વાસ્તવિક ગુણોને જાણે છે તેમને જ પરમાત્મા પ્રિય તેમજ મેહનગારા લાગે છે.
ભગવાન અરિષ્ટનેમિ હાથીના હોદ્દા ઉપર બેઠેલા હતા, પરંતુ તેમની દૃષ્ટિ છે, જે પશુ-પક્ષીઓને મારી નાંખવા માટે એક વાડામાં પૂરવામાં આવ્યાં હતાં અને જેમને બચાવવા માટે કોઈ ધ્યાન પણ આપતું ન હતું, તે દયાપાત્ર પશુ-પક્ષીઓ ઉપર જ પડેલી હતી. ભગવાને જ્યારે એ પશુ-પક્ષીઓને જીવિતંદાન તથા અભયદાન અપાવી બંધનમુક્ત કરી દીધાં ત્યારે તે પ્રાણીઓને ભગવાન કેવા પ્રિય અને મેહનગારા લાગ્યા હશે ! આ જ પ્રમાણે જે લેકે આ સંસારને બંધનરૂપ માને છે અને જેઓ સંસારનાં આ બંધનમાંથી મુક્ત થવા ચાહે છે તેમને જ ભગવાન બંધનમુક્તિ અપાવનાર હોવાથી પ્રિય તેમજ મોહનગારા લાગે છે.
જ્યાંસુધી મિથ્યાત્વને થોપશમ કે ઉપશમ થતું નથી ત્યાં સુધી જીવાત્માને સંસાર અસાર તેમજ ખારે લાગતો નથી; અને જ્યાં સુધી સંસારની અસારતા જણાતી નથી ત્યાંસુધી પરમાત્મા પ્રત્યે સાચી પ્રીતિ પેદા થવા પામતી નથી. પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ પ્રગટ કરવા માટે આપણે પણ મિથ્યાત્વનો ક્ષયોપશમ કરી પરમાત્માના પ્રીતિપાત્ર બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
આપણે પરમાત્માના પ્રીતિપાત્ર ત્યારે જ બની શકીએ કે જ્યારે ભગવાન અરિષ્ટનેમિના ત્યાગનું આપણે અનુકરણ કરીએ. ભગવાન અરિષ્ટનેમિ આપણને શા માટે મોહનગારા લાગે છે તેને વિચાર કરે. જે તેમણે રાજીમતિ સાથે વિવાહ કરી લીધું હોત તે એ દિશામાં ભગવાન આપણને પ્રિય તેમજ મેહનગારા લાગત નહિ, પરંતુ તેમણે જગજીવોને કલ્યાણ માટે વિવાહ ન કર્યો અને સંસાર મેહને ત્યાગ કરી જગત સમક્ષ ત્યાગવૃત્તિને આદર્શ ઉપસ્થિત કર્યો, એટલા જ માટે ભગવાન આપણને પ્રિય તેમજ મેહનગારા લાગે છે. જ્યારે ત્યાગને આવો મહિમા છે એવું આપણે જાણીએ છીએ, તેમ છતાં જો આપણે સંસારમોહને થોડે ઘણે ત્યાગ કરી ત્યાગ–માર્ગને ન અપનાવીએ તો એ આપણી ભૂલ જ છે. સંસારમેહને ઓછો કરવા માટે અને ત્યાગમાર્ગને અપનાવવા માટે સર્વ પ્રથમ સમ્યજ્ઞાનની આવશ્યકતા રહે છે. આ સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરવાથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે