________________
ચાતુર્માસ ] પ્રાર્થના–વિચાર
૩૪૧ છે તે શું બાળક જેના ગર્ભમાં છે તે માતાની રક્ષા નહિ થાય ? આ પ્રમાણે કહીને અંજનાએ વસંતમાલાને વૈર્ય બંધાવ્યું. આખરે દેવની કૃપાથી તે સિંહને ઉપસર્ગ મટી ગયો અને તે સિંહ લીલા કરતા ત્યાંથી બીજે ક્યાંક ચાલ્યો ગયો. અંજનાએ તે સિંહની ગુફામાં તેજસ્વી બાળકને જન્મ આપ્યો. તેજસ્વી બાળકને જોઈ અંજના ઘણી પ્રસન્ન થઈ અને વસંતમાલાને કહેવા લાગી કે, જે ! આ પુત્ર કેવો તેજસ્વી છે? વસંતમાલાએ કહ્યું કે, જે આ બાળકના પિતા અહીં હોત તે તેનો જન્મોત્સવ કે ઊજવવામાં આવત ! પરંતુ આ તે નિર્જન વનમાં જો છે ! અંજનાએ કહ્યું કે, તું આને દુઃખનું કારણ માની રહી છે, પરંતુ એ તારી ભૂલ છે. આ બાળકનો જન્મ આ વનમાં થયો છે તેને પણ કઈ છૂપું કારણ અવશ્ય હશે!
અંજનાને મનમાં એવી ચિંતા પેદા થવા લાગી કે, આ બાળકની રક્ષા હવે કેવી ” રીતે કરવી ? અંજના આ પ્રમાણે બાળકની રક્ષા કરવા વિષે ચિના કરી રહી હતી એટલામાં જ તેને વિમાનના ઘંટનો ધ્વનિ સાંભળવામાં આવ્યો. વસંતમાલાએ બહાર નીકળીને જોયું તો એક વિમાન પિતાની તરફ આવી રહ્યું છે. વસંતમાલાએ અંજનાની પાસે જઈ ખબર આપી કે, એક વિમાન આપણું તરફ આવી રહ્યું છે. અંજનાએ પણ બહાર નીકળીને જોયું તે એક વિમાન પિતાની તરફ નજદીક આવી રહ્યું છે. એટલામાં જ તે વિમાન ત્યાં ઊતર્યું અને તેમાંથી એક પુરુષ બહાર નીકળીને અંજનાની પાસે આવ્યો. તે પુરુષને પિતાની નજદીક આવતે જોઈ અંજના વિચારવા લાગી કે, આ વળી નવી આપત્તિ ક્યાંથી આવી? એટલામાં તે પુરુષ નજદીક આવીને અંજનાને કહ્યું કે, હું કઈ બીજે નથી પરંતુ તમારે મા-હનુમત્પાદનને સ્વામી-છું. મારા જાણવામાં આવ્યું કે તમને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ છે, એટલા માટે હું તમને લઈ જવા માટે આવ્યો છું માટે મારી સાથે વિમાનમાં ચાલે.
અંજનાએ પિતાના મામાને ઓળખી લીધા. મામાને મેળાપ થતાં અંજના ઘણી પ્રસન્ન થઈ અને પુત્રને લઈ વસંતમાલાની સાથે વિમાનમાં બેસી ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે હવે પછી વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન : સંવત ૧૯૯૬ ભાદરવા વદ ૧૦ રવિવાર
પ્રાર્થના સમુદ્રવિજય” સુત શ્રી નેમીશ્વર, જાદવ કુલકે ડીકે; રતનમુખ ધારણી “સિવાદ', તેહને નંદન નીકે શ્રી જિન મેહનગારે છે, જીવન-પ્રાણુ હમારે છે. શ્રી. જિન. ૧
–વિનયચંદ્રજી કુંભટ વીશી. શ્રી અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. કે આ પ્રાર્થનામાં ભગવાનને મેહનગારા કહેવામાં આવ્યા છે. પરંતુ ભગવાન હનગારા કયારે અને કેને લાગે છે એ અત્રે જોવાનું છે. જે વ્યક્તિ, જે વસ્તુને સ્વાદ જાણે છે