________________
૩૪૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ સાધુ કહી શકે નહિ. જે પ્રમાણે ભવિષ્ય કહેવાના સંબંધમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે જ પ્રમાણે તે મહાત્મા એકલા શા માટે વિચારતા હતા એ પ્રશ્ન પણ અત્રે ઉપસ્થિત થઈ શકે છે. આ પ્રશ્નને પણ એ જ ઉત્તર છે કે, મહાત્મા આગમવ્યવહારી હતા એટલે એમ કરી શકે છે પરંતુ તેમનું અનુકરણ સૂત્રવ્યવહારી સાધુ કરી શકે નહિ. કાલી રાણીએ મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો હતો કે, મારા દશ પુત્રો યુદ્ધમાં ગયા છે તેમને હું ફરી જઈ શકીશ કે નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું હતું કે, તમે કાલીકુમારને જોઈ શકશો નહિ. ભગવાનનું આ કથન સાંભળી કાલીરાણી મૂછિત થઈ નીચે પડી ગઈ હતી. અત્રે વિચારવાની વાત એ છે કે, ભગવાને આ પ્રકારનું ભાવિ વચન કેવી રીતે કહ્યું? એટલા માટે આપણે અત્રે એમ જ માનવું જોઈએ કે, આગમવ્યવહારી જે કાંઈ કરે છે તેને જોઈને સૂત્રવ્યવહારી પણ તે પ્રમાણે કરી શકે નહિ. આગમવ્યવહારી કેવલી નહિ પણ કેવલી સરખા હોય છે. જે કઈ સૂત્રવ્યવહારી સાધુ જ્યોતિષાદિ શીખીને આગમવ્યવહારીનું અનુકરણ કરી ભવિષ્ય બતાવવા લાગે તે એ અનુચિત છે. અને તમારા લેકને માટે પણ સાધુઓ પાસે આ પ્રમાણે ભવિષ્ય જાણવાનો પ્રયત્ન કરવો પણ અનુચિત છે. આજનો યતિસમાજ કઈ એક સમયે પંચ મહાવ્રતધારી સાધુ-સમાજ જ હતું, પરંતુ આજે તે આવાં જ કારણોને અંગે પતન અવસ્થાને પામેલ છે.
કહેવાનો આશય એ છે કે, આગેમવ્યવહારી સાધુ જે ભવિષ્યાદિ કહે છે, તે અધિકાર પ્રાપ્ત કરવા અને તેમનું અનુકરણ કરવા માટે તેમના જ જેવો કમેને નષ્ટ કરવાને પ્રયત્ન કરવો જોઈએ. કર્મોને નષ્ટ કરવા માટે તેમના જેવો પ્રયત્ન તે કરી શકાતો નથી તે પછી એ અવસ્થામાં ભવિષ્ય કહેવાનો અધિકાર કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? જે સાધુઓ કેવળ ભવિષ્ય બતાવવામાં જ તે આગમવ્યવહારી મહાત્માઓનું અનુકરણ કરવા લાગે છે તે સાધુઓ અવશ્ય પતિત થઈ જાય છે. તે મહાત્માઓ જંધાચરણ વિદ્યાચરણ આદિ વિદ્યાઓથી યુક્ત હોવાની સાથે જ આગમવ્યવહારી પણ હતા એટલા માટે તેમનું અનુકરણ સૂત્રવ્યવહારી કરી શકે નહિ.
અંજના અને વસંતમાલા વચ્ચે વાત થઈ રહી હતી એટલામાં તે અંજનાને પ્રસવવેદના થતી હોય એમ લાગ્યું. અંજનાએ વસંતમાલાને કહ્યું કે, મને અત્યારે પ્રસવવેદના થતી હોય એમ લાગે છે એટલા માટે મને કોઈ સુરક્ષિત સ્થાને લઈ જા. વસંતમાલાએ કહ્યું કે, સખી ! આ જંગલમાં હું કયાં લઈ જાઉં! અંજનાએ જવાબમાં કહ્યું કે, સંકટના સમયે સાહસને ત્યાગ કરે નહિ. સામે જે પર્વત જોવામાં આવે છે તે પર્વતની ગુફામાં મને લઈ જા.
અંજના તથા વસંતમાલા પર્વતની ગુફા પાસે પહોંચ્યા. પણ ત્યાં તેમણે જોયું કે એ ગુફામાં તે એક વિકરાળ સિંહ મેહું ફાડીને બેઠે છે. સિંહને જોતાં જ વસંતમાલા તે ગભરાઈ ગઈ પરંતુ અંજનાએ તેને ધૈર્ય આપતાં કહ્યું કે, રેવાથી કાંઈ થતું નથી, એટલા માટે સંકટના સમયે વૈર્ય રાખો. મહાત્માના કથનાનુસાર મારી કુક્ષીએ પરમ પ્રતાપી બાળક જન્મ ધારણ કરશે અને તે બાળકની રક્ષા પણ અવશ્ય થશે. જ્યારે બાળકની રક્ષા થવાની