SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ સતી અંજના ચરિત્ર–૧૫ [ ૩૩૯ અંજનાના પ્રશ્નના ઉત્તરમાં મહાત્માએ કહ્યું કે, હવે થાડા જ સમયમાં તમારાં કર્મો નષ્ટ થવાનાં જ છે અને તમારી સ્થિતિ બદલાવાની છે. જ્યારે સ્થિતિ બદલાઈ જશે ત્યારે તમારા પતિ પણ તમને મળી જશે અને તમારી કુક્ષીએ એક પરમપ્રતાપી પુત્ર પેદા થશે કે જે મોટા થતાં રામના દૂત બનશે અને સીતાજીની શોધ કરશે. મહાત્માની ભવિષ્યવાણી સાંભળી અંજનાને ઘણી પ્રસન્નતા થઈ. બાદ અંજના મહાત્માને વંદન-નમસ્કાર કરી ત્યાંથી ઉઠી પેાતાની સખીની સાથે રવાના થઈ. અંજનાને બહુ જ પ્રસન્ન થતી જોઈ વસંતમાલાએ તેને કહ્યું કે, સખી ! આ મહાત્મા પાસેથી એવું તને શું મળ્યું છે કે તું આટલી બધી પ્રસન્ન થાય છે ? અંજનાએ જવાબ આપ્યા કે, મને આ મહાત્મા પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થઇ છે એટલા માટે આટલી બધી પ્રસન્ન થાઉં છું. મહાત્માની પાસેથી જ્ઞાનની જ પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતીસૂત્રમાં આ વિષે ભગવાનને એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કેઃ तहारूवाणं समणाणं निग्गंथाणं पज्जुवासणाप किं फलं ? सवण फलं । અર્થાત્−હે ભગવાન ! સાચા નિગ્રન્થ શ્રમણની પ પાસના–સેવા કરવાથી શા લાભ પ્રાપ્ત થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, સાધુની સેવા કરવાથી શ્રવણના લાભ પ્રાપ્ત થાય છે અર્થાત્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ' અંજના સતીએ વસંતમાલાને કહ્યું કે, સખી ! મને પણ શ્રુતજ્ઞાનનેા લાભ થયેા છે. હું મારાં પૂર્ણાંકને પરાક્ષરૂપે જ જાણતી હતી પણ આ મહાત્માએ કૃપા કરી મારાં પૂર્વકાઁને પ્રત્યક્ષ જોઈને વાત કહી છે. એટલું જ નહિ પણ ભવિષ્ય-સંબધી વાતા કે જે હું જાણતી ન હતી તે પણ આ મહાત્માજી પાસેથી જાણવા મળી છે. મહાત્માના કથન ઉપરથી મને એવા વિશ્વાસ થઈ ગયા છે કે, હવે મારાં દુઃખને અંત આવવાના છે. વસંતમાલાએ કહ્યું કે, તમે તે। આ પ્રમાણે કહેા છે પણ કાણુ જાણે દુઃખને અંત આવશે કે નહિ ? અને તમારા પતિ યુદ્ધમાંથી વિત આવશે કે નહિ ? અંજનાએ જવાબ આપ્યા કે, મને તે। મહાત્માના કથન ઉપર વિશ્વાસ છે. પતિના સબંધમાં પણ તેમણે જે કાંઈ કહ્યું છે તે ઉપર પણ વિશ્વાસ છે અને પુત્રના સંબંધમાં પણ જે કાંઈ કહ્યું છે તે ઉપર પણ વિશ્વાસ છે. વસંતમાલાએ કહ્યું કે, ભવિષ્યની વાત અત્યારથી નિશ્ચિતરૂપે શી રીતે કહી શકાય? સંભવ છે કે, તમારી કુક્ષીએ પુત્રનેા જન્મ ન થતાં પુત્રીને જન્મ થાય. અંજનાએ જવાબમાં એટલું જ કહ્યું કે, એમ બની શકે નહિ, મને મહાત્માના કથન ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને મારુ પેાતાનું પણ એવું અનુમાન છે કે મારી કુક્ષીએ પુત્રને જ જન્મ થશે. ઉપરની વાત ઉપરથી અત્રે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, તે મહાત્માએ અંજનાને ભવિષ્ય બતાવ્યું તે। શું સાધુ-મહાત્મા લકાને આ પ્રમાણે ભવિષ્ય કહી શકે ખરા ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, શાસ્ત્રમાં પાંચ પ્રકારનાં વ્યવહાર બતાવવામાં આવેલ છે, એ પ્રમાણે આ પ્રકારનું ભવિષ્ય આગમવ્યવહારી સાધુ કહી શકે છે પરંતુ સૂત્રવ્યવહારી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy