SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ અમદાવાદ ભેજે રાજશેખર પંડિતને ઉપલક્ષીને સંસ્કૃતમાં કહ્યું કે, જે લેકે પિતાનું પેટ પણ ભરી શકતા નથી તેઓ આ સંસારમાં જીવિત રહે તેય શું? અને જીવિત ન રહે તેય પણ શું? રાજશેખરે રાજાનું આ કથન સાંભળ્યું. આ કથન સાંભળી તેમનું હૃદય વિધાયું. અને તેણે સંસ્કૃતમાં જવાબ આપ્યો કે, જે લેકમાં શકિત છે છતાં પણ જેઓ બીજાને સહાયતા આપતા નથી તે લેકે આ સંસારમાં રહે તેય શું ? અને ન રહે તેય શું? રાજશેખરને ઉત્તર સાંભળી રાજા સમજી ગયો કે, આ કેઈ વિદ્વાનું જણાય છે. પરંતુ આ વિદ્વાન હવા છતાં આટલે બધે ગરીબ કેમ છે એનું કારણ જાણવા માટે રાજાએ સંસ્કૃતમાં પૂછ્યું કે, તમારી આવી દશા શા કારણે થઈ ? રાજશેખર પંડિત જવાબ આપ્યો કે, તમારા જેવા ઉદાર રાજા બધે ઠેકાણે ન હોવાને કારણે જ મારી આવી દશા થઈ છે. પંડિતનું આ કથન સાંભળી રાજાએ મનમાં વિચાર કર્યો કે, હવે તે માટે આ પંડિતને પૂરેપૂરી સહાયતા કરવી જ જોઈએ. આ પ્રમાણે વિચાર કરી રાજા હાથી ઉપરથી ઊતરી ગયો અને પિતાને બેસવાને હાથી રાજશેખર પંડિતને આપી દીધો. રાજશેખર પંડિતે વિચાર્યું કે, મારી પાસે તે ખાવાનું પણ નથી તે પછી આ હાથીને હું કેવી રીતે મારે ઘેર બાંધી શકીશ! આ પ્રમાણે વિચાર કરી તે પંડિતે હાથીના મુખ આગળ પિતાનાં કાન ધર્યાં અને પિતાનું મસ્તક એવી રીતે ફેરવવા લાગે કે જાણે તે પંડિતનાં કાનમાં કાંઈ કહેતે હેય! આ વિચિત્ર દશ્ય જોઈ રાજાએ પંડિતને પૂછ્યું કે, શું તે હાથી કાંઈ કહે છે? રાજશેખરે જવાબ આપ્યો કે, હા. આ હાથી મને કહે છે કે, મને લઈ જઈને તું ક્યાં બાંધીશ! એટલા માટે તું મને રાજાને પાછો ભેટરૂપે સેપી દે. આ પ્રમાણે કરવાથી હું પણ આનંદમાં રહીશ અને રાજા દ્વારા તેને જે ધન પુરસ્કારમાં મળશે તે ધનથી તું પણ આનંદમાં રહીશ. રાજા ભોજ રાજશેખરના કથનને આશય સમજી ગયો અને તેમણે પંડિતને ઘણું ધન આપી સુખી બનાવ્યું. કહેવાને ભાવાર્થ એ છે કે, પોતાની પાસે શક્તિ હોય તે બીજાનાં દુઃખ દૂર કરવામાં પ્રત્યેક સમર્થ વ્યક્તિએ પૂરેપૂરી સહાયતા આપવી જોઈએ. જે બીજાને સહાયતા આપે છે તે જ બીજાની સહાયતા લેવાને ગ્ય બને છે. જે લેકે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વૃદ્ધિ કરવામાં સહાયતા આપે છે તે લેકે સ્વ-પરનું કલ્યાણ અવશ્ય સાધી શકે છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રની સહાયતા વડે અંજના સતી કેવી રીતે આત્મકલ્યાણ સાધે છે એ વાત હવે સતી અંજનાની ચરિત્રકથા ઉપરથી સમજાવું છું – સતી અંજના ચરિત્ર-૧૫ - મહાત્માએ કહેલું પિતાનું પૂર્વવૃત્તાન્ત સાંભળી અંજનાએ હાથ જોડી મહાત્માને પુનઃ પૂછ્યું કે, આપ જે પ્રમાણે ભૂતકાળની વાતો જાણો છો તે જ પ્રમાણે ભવિષ્ય-સંબંધી વાતે પણ જાણે છે. એટલા માટે હું તમારી પાસે એ વાત જાણવા ચાહું છું કે, મારે આવી સ્થિતિ કેટલા વખત સુધી સહેવી પડશે? મારી આ સ્થિતિને અન્ત આવશે કે નહિ?
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy