SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ ] સભ્યત્વ પરાક્રમ–બેલ ૫૯ મો [ ૩૩૭ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં સર્વભૂત સમભાવ રાખવા વિષે સ્પષ્ટરૂપે કહ્યું છે કે – अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे, भयवेराओ उवरए ॥ उ० ६-६॥ અર્થાતપિતાના આત્માની માફક જ સર્વ સ્થળે સર્વને જોઈને અર્થાત પિતાની માફક બીજા જેને પણ પોતાના પ્રાણ વહાલા છે તેમ જાણીને ભય અને વૈરથી વિરમેલ આત્મા કોઈ પણ પ્રાણીઓના પ્રાણને હણે નહિ. શાસ્ત્રના આ સારગર્ભિત સૂત્રને સ્પષ્ટરૂપે સમજાવવા માટે એક વ્યાવહારિક ઉદાહરણ આપું છું— માને કે કોઈ પૂર માણસ હાથમાં તલવાર લઈ તમને મારવા તૈયાર થયો હોય એટલામાં કોઈ દયાધમ માણસ આવીને પેલા માણસને તલવાર મારતાં અટકાવે છે એ બન્નેમાં તમને કે માણસ સારો લાગશે ? આ પ્રશ્નને નિશ્ચિત ઉત્તર તમે એ જ આપશે કે જે માણસે મને બચાવ્યો તે જ માણસ સારે છે. આ વાત તમે કોઈને કહેવાથી કે કાઈની પ્રેરણાથી કહેતા નથી પણ તમે આત્મસાક્ષીએ કહે છે કે, જે મને તલવાર મારવા તૈયાર થયો હતો તે માણસ સારે ન હતું. સારે માણસ તે તે જ છે કે જેના હૃદયમાં દયાભાવના હોય છે. જે પ્રમાણે તમને કઈ મારે મેં તમને પસંદ નથી તે જ પ્રમાણે બીજા પ્રાણીને તમે મારો એ તેમને પણ પસંદ નથી. એટલા માટે કોઈને ન મારવું એ ધર્મ છે. કોઈ તમારી પાસે ખોટું બોલી તમને છેતરી જાય, અથવા કઈ તમારી વસ્તુની ચેરી કરી જાય તો શું તમને એ વાત પસંદ પડશે ? જે નહિ, તે શું બીજાને દગો દે કે બીજાની ચીજ છીનવી લેવી એ શું ઉચિત છે? એટલા માટે જે વ્યવહાર તમને પસંદ નથી તે વ્યવહાર તમે બીજાની સાથે પણ ન કરે, એટલું જ નહિ પણ જે તમારી શક્તિ હોય તે એ શક્તિનો ઉપયોગ બીજાને સહાયતા આપવામાં કરે. જો તમે તમારી શક્તિને સદુપયોગ કરે તો તેમાં સ્વ–પરનું કલ્યાણ જ છે, પરંતુ જે તમારામાં શક્તિ હેવા છતાં બીજાને સહાયતા આપવામાં એ શક્તિનો ઉપયોગ ન કરે તે તમારી એ શક્તિ શા કામની રહી? પોતાનામાં શક્તિ હોવા છતાં જે બીજાને સહાયતા કરતું નથી તે કે કહેવાય છે તે વિષે એક પ્રાચીન કથા સંભળાવું છું – રાજશેખર નામને એક પંડિત બહુ જ સંકટ–અવસ્થામાં હતો. તેને ખાવા માટે પૂરતું અન્ન પણ મળતું ન હતું. આવી દુઃખદ અવસ્થામાં પણ તેણે વૈર્યને ત્યાગ કર્યો નહિ. તેણે મનમાં વિચાર કર્યો કે, જો હું પુરુષાર્થ કરીશ તે મારું દારિદ્ર દૂર થઈ જશે. આ પ્રમાણે વિચાર કરી તે આજીવિકાની પૂર્તિ કરવા માટે ધારાનગરીમાં આવ્યો. એક દિવસ રાજશેખર પંડિત માટીના શકેરામાં ખરાબ અનાજ સાફ કરી રહ્યો હતો. આ દશ્ય રાજા ભોજે ફરવા જતી વખતે જોયું. આ દશ્ય જોઈ રાજા સમજી ગયો કે, આ માણસ કઈ વિદ્વાન જણાય છે. રાજશેખરની વિદ્વત્તા કેવી છે તે જાણવા માટે રાજા ૪૩.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy