SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ ^^^^^^^^ કહેવાનો આશય એ છે કે, વસ્તુનું સ્વરૂપ સરળતાપૂર્વક સમજવામાં આવે એટલા માટે જ્ઞાનાદિની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરવામાં આવે છે. આપણે પણ જ્ઞાનની વ્યાખ્યાએનો ઉપયોગ વસ્તુ–સ્વરૂપ સમજવામાં કરવો જોઈએ; પણ કલેશોત્પાદક વાદવિવાદ કરવામાં જ્ઞાનની વ્યાખ્યાઓને દુરુપયોગ કરવો ન જોઈએ અસ્તુ. હવે મૂળ પ્રશ્ન વિષે વિચાર કરીએ. શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવાત્માને શે લાભ થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું જ છે કે, શ્રુતજ્ઞાનદ્વારા જીવાત્મા સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે. જેમને પ્રત્યક્ષજ્ઞાન હતું તે લોકેએ જે કાંઈ જોયું છે તે શ્રુતજ્ઞાનથી જ જાણી શકાય છે. જેમકે આપણે મેરુ પર્વત જેવો નથી પરંતુ જેમના જ્ઞાનનું આવરણ હટી ગયું છે અને જેમને પ્રત્યક્ષ જ્ઞાન પેદા થએલ છે તેઓએ મેરુ પર્વત જેવો છે. એટલા માટે આપણે મેરુ પર્વતને શ્રુતજ્ઞાનથી જાણીએ છીએ. પ્રત્યક્ષ જ્ઞાની તે પદાર્થોને પ્રત્યક્ષ–સાક્ષાત જુએ છે, પરંતુ શ્રુતજ્ઞાની પ્રત્યક્ષજ્ઞાનીદ્વારા જોવામાં આવેલ પદાર્થોને શ્રુતજ્ઞાનથી જાણીને તેના ઉપર શ્રદ્ધા કરે છે. ભગવાન મહાવીરે જે કાંઈ જોયું કે જાણ્યું હતું તે આપણે પ્રત્યક્ષરૂપે જોઈ શકતા નથી, પરંતુ ભગવાન મહાવીરદ્વારા જોવામાં તથા જાણવામાં આવેલી વાત પણ શ્રુતજ્ઞાનથી આપણે જાણી શકીએ છીએ. આ જ કારણે શ્રી દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં શ્રુતજ્ઞાનનું મહત્વ બતાવતાં કહેવામાં આવ્યું છે કે – सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ અર્થાત–પુણ્યને પણ સાંભળવાથી જાણી શકીએ છીએ, પાપને પણ સાંભળવાથી જાણી શકીએ છીએ તથા પુણ્ય-પાપ બન્નેને પણ સાંભળવાથી જાણી શકીએ છીએ, એટલા માટે શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરી જે કલ્યાણકારી હોય તેનું આચરણ કરે. પુણ્ય-પાપને સાંભળવાથી જ જાણી શકાય છે, પરંતુ આપણે સાંભળીને શું કરવું જોઈએ તે એને માટે કહ્યું છે કે श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मन : प्रतिकूलानि परेषां न समाचरेत् ॥ અર્થાત-ધર્મનો સાર થેડામાં સાંભળીને તેને જીવનમાં ઉતારે. બધા ધર્મોને સાર માત્ર એજ છે કે, જે કાર્ય તમને પિતાને પ્રતિકૂલ જણાતું હોય તે પ્રતિકૂલ કાર્ય બીજા પ્રતિ પણ ન કરે. શ્રી સયગડાંગ સત્રમાં પણ એમજ કહ્યું છે કે – पयं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । અર્થાત-જ્ઞાનીજને કહેવાને માત્ર સાર એ જ છે કે, તમે કોઈને પણ મારે નહિ તથા કોઈની હિંસા કરે નહિ.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy