________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ–બેલ ૫૯ મે
[ ૩૩૫
જાય છે. વળી તે સસૂત્રછવ શ્રુતજ્ઞાનના પ્રભાવથી સંસારમાં રહેવા છતાં પણ જ્ઞાન, દર્શન તથા ચારિત્રને શીધ્ર પ્રાપ્ત કરી મુક્ત થઈ જાય છે. આ સિવાય શ્રુતજ્ઞાનના પ્રભાવથી તે છવાત્માને પ્રત્યક્ષ જ્ઞાન–અવધિ, મન:પર્યાયઆદિ જ્ઞાન–પણ પ્રાપ્ત થાય છે અને વિનય, તપ તથા ચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ પણ તે સ્વસમય (સ્વસિદ્ધાન્ત) તથા પરસમય (પર-સિદ્ધાન્ત) નો વિશારદ-જ્ઞાતા હોવાને કારણે વિદ્વાનોના સમાગમમાં પણ આવે છે અને તેમને સંશય દૂર કરવામાં પણ સમર્થ બને છે.
અહીં જ્ઞાનના સંબંધમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે શ્રુતજ્ઞાનની સાથે સંબંધ ધરાવે છે, કારણ કે ઉદ્દેશ, સમુદેશ, આજ્ઞા અને અનુજ્ઞા શ્રુતજ્ઞાનમાં જ હોય છે, અર્થાત પ્રારંભ અને સમાપ્તિ શ્રુતજ્ઞાનની જ હોય છે. “બુતજ્ઞાન પ્રાપ્ત કરો” એવો ઉપદેશ શ્રુતજ્ઞાન માટે જ આપવામાં આવે છે. મતિજ્ઞાન આદિ જ્ઞાન માટે આ પ્રકારને ઉપદેશ આપવાની આવશ્યક્તા રહેતી નથી. અહીં જ્ઞાનને સમુચ્ચયરૂપે કહેવામાં આવેલું હોવાને કારણે તેમાં પાંચેય જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં આ પ્રશ્નોત્તર શ્રુતજ્ઞાનની સાથેજ સંબંધ ધરાવે છે.
આ બોલમાં જ્ઞાનને પ્રાપ્ત કરવાથી જીવાત્માને શો લાભ પ્રાપ્ત થાય છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્ન વિષે વિશેષ વિચાર કરવામાં આવે તે પહેલાં જ્ઞાન એટલે શું? એ વિષે વિચાર કરવો આવશ્યક છે.
શબ્દશાસ્ત્રીઓ જ્ઞાનની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરે છે. ભાવપ્રધાનતાથી, કર્તાપ્રધાનતાથી અને કરણપ્રધાનતાથી. જ્ઞાતિજ્ઞને અર્થાત્ વસ્તુને જાણવું તે ભાવપ્રધાન જ્ઞાન છે. નાના તિજ્ઞા અર્થાત જે વસ્તુને જાણે છે તે પ્રધાન જ્ઞાન છે. અને જ્ઞાનને રૂતિ જ્ઞાને અર્થાત જે દ્વારા વસ્તુ જાણી શકાય છે તે કરણપ્રધાન જ્ઞાન છે. આ પ્રમાણે ભાવ, કર્ણ અને કરણને પ્રધાનતા આપી જ્ઞાનની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રકાર કહે છે કે, અત્રે તે જે જ્ઞાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં જ ત્રણેય અર્થે ગતાર્થ થઈ જાય છે. જ્ઞાનનાં આ ત્રણેય અર્થે વસ્તુ–સ્વરૂપ સમજવા માટે છે એક બીજાનું ખંડન કરવા માટે નથી. જે પ્રમાણે સૂત્ર–સાહિત્યમાં વસ્તુ–સ્વરૂપ સમજવા માટે સાત નયાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાત નો એક બીજાનું ખંડન કરતા નથી પરંતુ વસ્તુ–સ્વરૂપ સમજવામાં સહાયતા આપે છે, તે જ પ્રમાણે જ્ઞાનની ત્રણેય વ્યાખ્યાઓ એક બીજાને ખંડિત કરતી નથી પરંતુ વસ્તુને સમજવામાં સહાયતા આપે છે. જો કે સામાન્ય રીતે સાતેય નયોમાં ભેદ છે, પરંતુ આ ભેદ એક દ્વારા બીજા નયનું ખંડન કરવા માટે નથી, પરંતુ વસ્તુ–સ્વરૂપ સમજવા માટે છે. આ જ પ્રમાણે જ્ઞાનની ત્રણેય વ્યાખ્યાઓ પણ વસ્તુનું સ્વરૂપ સમજવા માટે જ છે.
જે પ્રમાણે એક નય બીજા નયનું ખંડન કરે છે તે દુનિયા કહેવાય છે, તે જ પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યાઓ પણ એક બીજાની વિરુદ્ધ જતી હોય તે તે જ્ઞાનની વ્યાખ્યા પણ બેટી કહેવાય છે.