SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [અમદાવાદ જ્ઞાનાદિદ્વારા દૂર કરવા માટે જ એમ કહેવામાં આવ્યું છે કે, તત્ત્વો વિચાર કરવામાં તમારા જ્ઞાનનો સદુપયોગ કરે અને પરમાત્માના સ્વરૂપને ઓળખો. પરમાત્માના સ્વરૂપને ઓળખવાથી કર્મની ઉપાધિ દૂર થશે અને ત્યારે તમારે આત્મા જ પરમાત્મમય બની જશે. હવે આત્મા પરમાત્મા જેવો કેવી રીતે બની શકે એ વિષે શાસ્ત્રારા વિચાર કરવામાં આવે છે – સમ્યકત્વ પરાક્રમ–બલ ૫૯ માં આત્માને પરમાત્મમય બનાવવાનું શ્રેષ્ઠતમ સાધન જ્ઞાન છે. એટલા માટે જ્ઞાનની પ્રાપ્તિ કરવાથી જીવાત્માને શું લાભ થાય છેએ વિષે ગૌતમસ્વામી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછે છે કે – બોલ ઓગણસાઠમ. (५९) नाणसंपन्नयाए णं भंते ! जीवे किं जणयइ ? અર્થાત્ હે ભગવાન! જ્ઞાનસંપન્ન થવાથી જીવાત્માને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર ભગવાને ફરમાવ્યું કે नाणसंपन्नयाए जीवे सदभावाहिगमं जणयइ, नाणसंपन्ने णं जीवे चाउरन्ते संसारकन्तारे न विणस्सइ, जहा सई समुत्ता न विणस्सइ तहा जीवे ससुत्ते संसारे न विणस्सइ, नाणविणयतवचरित्तजोगे संपाउणइ, ससमयपरसमयविसारए य સિંધાય મારૂ છે ૫૬ છે. અર્થાત-જ્ઞાનસંપન્ન થવાથી જીવાત્મા સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે, અને તે ચતુર્ગતિરૂપ સંસાર-અટવીમાં દુઃખી થતો નથી. જેમ દેરાવાળી સોય ખોવાતી નથી તેમ જ્ઞાની છવ સંસારમાં ભૂલે પડતું નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના યોગને પ્રાપ્ત કરે છે, તેમજ પોતાના દર્શન અને બીજાના દર્શનને બરાબર જાણીને તે અસત્ય માર્ગમાં ફસા નથી. મને નિરોધ તથા કાયાના નિરાધ વિષે જે પ્રશ્નોત્તર થએલ છે તે વિષે આગળ વિવેચન કરવામાં આવેલ છે. એ પ્રશ્નોત્તરમાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની વિશુદ્ધિ માટે ખાસ કહેવામાં આવેલ છે. એટલા માટે ગૌતમ સ્વામીએ જ્ઞાન-પ્રાપ્તિ કરવાથી જીવાત્માને શે લાભ થાય છે એ વિષે ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન ફરમાવે છે કે, જ્ઞાન-સંપન્ન છવામાં બધાં ભાવને અર્થાત તમને જાણી શકે છે અને તેનું જ્ઞાન થવાને કારણે તે આ ચતુર્ગતિરૂપ સંસારમાં વિનષ્ટ થતું નથી. જે પ્રમાણે દોરાવાળી સાય નીચે પડી જવા છતાં પણ દેરાને કારણે જલદી મળી જાય છે, તે જ પ્રમાણે જે જીવાત્મા શ્રુતજ્ઞાનરૂપ સૂત્રસહિત છે તે પણ આ ચતુર્ગતિરૂપ સંસારમાં વિનષ્ટ થતું નથી, અને જે તેને સંસારમાં ભ્રમણ પણ કરવાનું હોય છે તે તે જલ્દી સંસારમાંથી બહાર નીકળી
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy