________________
ચાતુર્માસ ]
પ્રાર્થના–વિચાર.
[ ૩૩૩
છે. એક રાજા અને ખીજો રક છે એનું કારણ ક્રમશઃ પુણ્ય અને પાપ જ છે. એકને રાજા અને ખીન્નને રંક થવાનું જે કારણ છે તે કારણ જ પુણ્ય કે પાપ કહેવામાં આવે છે.
જ્યારે પુણ્ય અને પાપ છે તે તેને બધ પણ હાવા જ જોઇએ. જેવા કર્માંના બધ થાય છે તેનું તેવું જ ફળ મળે છે. પાપકર્મીને બધ કરવામાં આવેલા હાય છે તે પાપનું ફળ મળે છે અને પુણ્ય કર્મીને બંધ કરવામાં આવેલા હોય છે તે પુણ્યનું ફળ મળે છે,
જ્યારે પાપ છે તે પાપ આવવાનું અથવા બંધ થવાનું કારણ પણ હાવું જ જોઇએ. પાપકમ આવવાને મા` આશ્રવ છે. જ્યારે પાપ આવવાના માર્ગ છે તે પાપને રોકવાને ઉપાય પણ હાવા જ જોઇએ. પાપને રોકવાના માર્ગોને સવર તત્ત્વ કહેવામાં આવે છે. જ્યારે પાપને આવવાનેા મા બધ કરવામાં આવે છે તેા જે કમ` પૂર્વીસચિત છે તે કર્મીને બહાર કાઢવાને માટે પણ કાઈ તત્ત્વ હોવું જોઇએ. પૂર્વીસચિત કર્મોના નાશ કરનાર નિરા તત્ત્વ કહેવાય છે, અને જ્યારે સપૂર્ણ કર્યાં નાશ પામે ત્યારે શું થાય છે એ બતાવવા માટે મેાક્ષ– તત્ત્વ બતાવવામાં આવેલ છે. જ્યારે આત્માને મેક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે શું થાય છે એ બતાવવા માટે આ પ્રાર્થનામાં કહ્યું છે કેઃ—
જો તૂ પ્રભૂ પ્રભૂ સા તૂ હૈ, દ્વૈત કલ્પના મેટા; શુદ્ધ ચેતન આનંદ વિનય પરમારથં પદ બેટા.-૨૦
આત્મા અને પરમાત્મામાં કેવળ કર્મીની ઉપાધિના જ ભેદ છે. ક'ની ઉપાધિ મટવાથી આત્મા અને પરમાત્મા વચ્ચે કાઈ પ્રકારનેા ભેદ રહેતેા નથી. સેાનામાં અને માટી મિશ્રિત સેાનામાં ત્યાંસુધી જ ભેદ છે, કે જ્યાંસુધી તે સેાનું માટી મિશ્રિત છે. તાપ્–ક-છેદદ્વારા સાનાને શુદ્ધ કર્યા બાદ કાઇ પ્રકારને ભેદ રહેવા પામતા નથી. આ જ પ્રમાણે આત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદ પણ ક્રની ઉપાધિ મય્યા બાદ રહેવા પામતા નથી. આત્મા કર્મીસહિત છે અને પરમાત્મા ક રહિત છે. પરમાત્માની વ્યાખ્યા કરતાં યાગ સૂત્રમાં કહ્યું છે કેઃ— क्लेशकर्मविपाका शयैरपरामृष्ट: पुरुष विशेष ईश्वरः ।
આ સૂત્રને ભાવાર્થ એ છે કે, ક્લેશ અર્થાત્ સુખ દુઃખ, ક અર્થાત્ આધિદૈવિક, આધિભૌતિક કમ આદિ, વિપાક અર્થાત્ કર્માંનુ ફળ અને આશય અર્થાત્ કર્મોને સંસ્કાર : આ ચાર વાતથી જે વ્યક્તિ અલિપ્ત છે તે જ વ્યક્તિવિશેષ ઇશ્વર છે. જૈનશાસ્ત્ર પણ ઇશ્વરને આવા જ માને છે, પરંતુ યેાગસૂત્ર અને જૈનશાસ્ત્રની માન્યતામાં એ અંતર છે કે યાત્ર ઇશ્વરને હમેશાંથી જ આવે! અલિપ્ત માને છે, ત્યારે જૈનશાસ્ત્ર કહે છે કે વમાનમાં તા ઇશ્વર ક્લેશ-કÖવિપાક તથા આશય આદિથી અલિપ્ત હેાય છે, પરંતુ ભૂતકાળમાં તે તે પણ ક્લેશાદિથી લિપ્ત હતા; પણ હવે લિપ્તતાને દૂર કરી ઇશ્વર બની શક્યા છે. અને આ જ પ્રમાણે જે કાઈ આત્મા અત્યારે ક્લેશ-કમ આદિથી લિપ્ત છે, તે આત્મા પણ પુરુષા દ્વારા કર્માંક્લેશાદિથી અલિપ્ત બની પરમાત્મા થઈ શકે છે. જ્યારે આત્મા ફ્લેશકુ` આદિથી અલિપ્ત બની જાય છે ત્યારે એ દશામાં આત્મા અને પરમાત્મા વચ્ચે કાઈ પ્રકારના ભેદ રહેવા પામતા નથી. આત્મા અને પરમાત્મા
વચ્ચે જે ભેદ છે તે ભેદને