________________
૩૩૨].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
વ્યાખ્યાન : સંવત ૧૯૬ ભાદરવા વદ ૯ શનિવાર
પ્રાર્થના વિજયસેન ” નૃપ “વિપ્રા” રાણી, નમિનાથ જિન જાશે; ચૌસઠ ઈન્દ્ર કિયે ઉત્સવ, સુર-નર આનંદ પાયે રેઃ સુજ્ઞાની છવા, ભજલે રે જિન ઈકવીસ. આ સુર ા ૧
-વિનયચંદ્ર કુભટ વરી. શ્રી નેમિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં જ્ઞાનીજનોને સંબોધન કરીને કહેવામાં આવ્યું છે કે, હે ! “જ્ઞાનીજન ! તમે તમારા જ્ઞાનને સદુપયોગ પરમાત્માનો સાક્ષાત્કાર કરવામાં કરે.” જે જ્ઞાનધારા આત્મા અને પરમાત્માને સાક્ષાત્કાર થાય તે જ સાચું જ્ઞાન છે. જે જ્ઞાન દ્વારા સંસારંવદ્ધક ભોગ-ઉપભોગનાં સાધને એકત્રિત કરવામાં આવે અને અસત્યને પણ સત્યરૂપે સિદ્ધ કરવામાં આવે તો તે જ્ઞાનને સદુપયોગ નહિ પણ દુરુપયોગ કર્યો કહેવાય. જે જ્ઞાન આત્મહિત સાધનારું તથા પરમાત્મ–પ્રકાશને ફેલાવનારું હોય તે જ “ર જ્ઞાનેન સદ વિત્રીમદ્ વિદ્યતે” અર્થાત “જ્ઞાન જેવી દુનિયામાં કોઈ પવિત્ર વસ્તુ નથી.” એ કથન સાર્થક કહેવાય! હે જ્ઞાનીજનો ! તમને પવિત્રાત્મા પરમાત્માને સાક્ષાત્કાર કરવા માટે જ્ઞાન જેવું પવિત્ર સાધન પ્રાપ્ત થએલ છે તે જ્ઞાન–સાધનદ્વારા પરમાત્મ-સ્વરૂપને ઓળખે તે તેમાં કલ્યાણ જ રહેલું છે.
જ્ઞાનધારા વાદ-વિવાદ કે ખંડન-મંડન ન કરતાં તત્ત્વનો વિચાર કરવામાં જ જ્ઞાનને સદુપયોગ કરવો જોઈએ. જ્ઞાન દ્વારા તત્વને વિચાર કરી પરમાત્મ-સ્વરૂપ ઓળખવામાં આવે તે જ તે સાચું જ્ઞાન કહી શકાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ મા અધ્યયનમાં તત્ત્વ વિષે વિચાર કરતાં કહેવામાં આવ્યું છે કે —
जीवाऽजीवा य बन्धो य पुण्णं पावासवो तहा ।
संवरो निजरा य मोक्खो सन्तेए तहिया नव ॥ २८-१४ આ ગાથામાં છવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મેક્ષ આ નવ તનું વર્ણન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે તે જીવ અને અજીવ એ બે જ તો છે; પરંતુ આ બે જ તો કહેવાથી બધી તાત્વિક વાતો સરળતાપૂર્વક સમજમાં આવી શકે નહિ. એટલા માટે આ બે તરોની સાથે સંબંધ ધરાવતી બીજી વાત પણ તસ્વરૂપે બતાવવામાં આવી છે. જીવમાં કઈ ઉચ્ચ હોય છે અને કઈ નીચ હોય છે. આ ઉચ્ચતા તથા નીચતાનું કઈ કારણ પણું અવશ્ય હોવું જોઈએ. આ કારણને બતાવવા માટે પુણ્ય અને પાપ એ બે તત્ત્વ બતાવવામાં આવેલ છે. પુણ્યથી છવ ઉચ્ચ બને છે અને પાપથી છવ નીચ બને છે. શુભાશુભ સ્થિતિનું અંતર પુણ્ય અને પા૫દ્વારા જ જાણી શકાય