SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માંસ ] સતી અંજના ચરિત્ર–૧૩ [ ૩૩૧ પ્રકારની ઇર્ષ્યામાંથી નીકળી સમભાવ કેળવવા જોઇએ. સાધુપણું પણ ઈર્ષ્યાને હૃદયમાંથી દૂર કરી સમભાવ કેળવવા માટે જ લેવામાં આવે છે. મહાત્માજી ક કથા કરતાં અંજનાને કહે છે કે, શેાકયની ઈર્ષ્યા કરવાને કારણે તે' પ્રાપ્ત સાધનેાની સહાયતા વડે શાકયના પુત્રને છુપાવી દીધા. પુત્રવિયેાગના દુઃખથી દુઃખિત થઈ તારી શાકય વિલાપ કરવા લાગી. તેને વિલાપ તે સાંભળ્યા પણ તેવિલાપની અસર તારા હૃદય ઉપર કાંઇ પડી નહિ. જેમના હૃદયમાં ઈર્ષ્યાભાવ હોય છે તેમનું હૃદય પણ કઠોર બનતું જાય છે. ઈર્ષ્યાપૂ હૃદય ખીજાનું રુદન સાંભળીનેવધારે પ્રસન્ન થાય છે. આ કથનાનુસાર તું પણ શાકયના વિલાપ સાંભળી પ્રસન્ન થતી હતી. તારી મુખમુદ્રા પ્રસન્ન જોઈ તારી શાકયે અનુમાન કર્યું કે, પુત્રને છુપાવી દેવામાં તારા પણ હાથ જાય છે. એટલા માટે તેણે તારી પાસે આવીને કહ્યું કે, મારા પુત્રને છુપાવવામાં તમે ષડ્યત્ર રચ્યું લાગે છે! કારણ કે મારા પુત્ર ગૂમ થઇ જવાથી તમારી મુખ–આકૃતિ ઉપર વધારે પ્રસન્નતા જણાય છે. શાયના આ કથનના જવાબમાં તેં કહ્યું કે, શું હું આવું કામ કરી શકું ? શું તમારા પુત્ર એ મારે પુત્ર નથી ? શાકયે કહ્યું કે, ખરી રીતે તે મારા પુત્ર તે તમારા જ પુત્ર છે, પણ પુત્રવિયેાગનું જે દુઃખ મને થાય છે તેટલું દુ:ખ તમને થતું હેાય એમ તમારી મુખાકૃતિ ઉપર પ્રસન્નતા જોતાં જણાતું નથી. આ ઉપરથી પુત્રને તમેજ છુપાવ્યા હોય એવા મને તમારા ઉપર સંદેહ આવે છે, તેં કહ્યું કે, તમે મારા ઉપર પુત્રને છુપાવવાના ખાટા આરેાપ મૂકા છે. ઇર્ષ્યા કરવાથી જીવનમાં અસત્ય આવ્યા વગર રહેતું નથી. એક પાપ કરવાની સાથે ખીજાં પણ અનેક પાપ કરવામાં આવે છે. આ કથનાનુસાર અંજનાએ પુત્રને છુપાવવાનું તેા ખરાબ કામ કર્યું, પણ પૂછવા છતાં પણ ખાટું ખેલી પુત્રને છુપાવી રાખવાનું બીજી પાપ કર્યું. આ પ્રમાણે એક પાપથી ખીજું પાપાની પરંપરા ચાલે છે. પુત્રવિયેાગને કારણે શાક્ય દિવસ-રાત વિલાપ કરવા લાગી. આ વિલાપ સાંભળી પાડાશમાં રહેતી એક સ્ત્રીને મનમાં દયા આવી. તે પાડાશી સ્ત્રીએ તેને બહુ જ સમજાવી અને કહ્યું કે, તમે આ શું કરો ? તે ખીચારી કેવા વિલાપ કરે છે! તમારે પુત્રને આવી રીતે છુપાવી રાખવા તે ઠીક ન કહેવાય! આ પ્રમાણે પાડેાશી સ્ત્રીના સમજાવવાથી તું સમજી ગઇ અને બાવીશ ઘડી સુધી પુત્રને છુપાવી રાખ્યા બાદ તે પુત્રને બતાવ્યા. પૂર્વભવમાં આ પાપ કરવાના પરિણામે જ તું આ ભવમાં તે પૂર્વકૃત પાપ કર્મના ફળરૂપે દુઃખ ભોગવી રહી છે ! પોતે કરેલાં પાપકર્મોનું ફળ પેાતાએ જ ભાગવવું પડે છે એ વાત બતાવવા માટે જ આ થા કહેવામાં આવે છે. આ વાતને દૃષ્ટિમાં રાખી જે વ્યક્તિ સુખદુઃખમાં સમભાવ રાખે છે તે જ વ્યક્તિ દુ:ખમુક્ત થઈ આત્મ કલ્યાણ સાધી શકે છે.
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy