________________
૩૩ ].
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ ) [ અમદાવાદ મને આપના દર્શન કરવાને સુગ મળવાને હતું એટલા માટે મને અહીં આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા હૃદયમાં એક વાત તમને પૂછવાની ઈચ્છા થઈ રહી છે. જો કે, હું એ વાત બરાબર જાણું છું કે, મારે મારાં જ કરેલાં કર્મો ભોગવવાં પડે છે પરંતુ છે તમારી પાસે એ જાણવા ચાહું છું કે, મેં પૂર્વજન્મમાં એવું શું ખરાબ પાપકર્મ કરેલ છે કે જેને કારણે મારા સાસુ-સસરા, માતા-પિતા, ભાઈ-બહેન વગેરેને હું અપ્રિય લાગું છું અને પતિને માટે પણ ઘણુ સમય સુધી અપ્રિય રહી ? મહારાજ! કૃપા કરીને મારા પ્રશ્નને ખુલાસાવાર જવાબ આપે તે મને અને મારી સખીને પણ સંતોષ થાય.
દુઃખને પિતાનું જ કરેલું માનવાથી મનને સંતોષ પેદા થાય છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે –
“ઈમ સમકિત મન થિર કરે, પાલો નિરતિચાર; મનુષ્ય–જન્મ છે દોયલે, મમતા જગત મઝાર. બિન કીધા લાગે નહીં, કીધા કર્મ જે હોય;
કર્મ કમાયા આપણું, તેહથી સુખદુઃખ હેય.” જ્ઞાનીજનોએ દુઃખમાં પણ મનને સ્થિર રાખવાનો ઉપાય બતાવ્યો છે કે, ભલે સુખ મળે કે દુઃખ મળે પણ એ બન્નેને પિતાનાં કરેલાં કર્મોનું જ ફળ માનો. આ પ્રમાણે માનવાથી મન શાન્ત અને સ્થિર થશે. અંજનાએ પણ સુખ દુઃખને કર્મનું ફળ માની સમભાવ કેળવ્યો હતો એટલા જ માટે તેનું મન શાન્ત અને સ્થિર હતું.
અંજનાના પ્રશ્નના ઉત્તરમાં મહાત્માજીએ કહ્યું કે, કર્મની લીલા વિચિત્ર છે. જે પ્રમાણે એક નાનકડા બીજમાંથી મહાન વટવૃક્ષ પેદા થઈ જાય છે તે જ પ્રમાણે કર્મની પણ વિચિત્ર લીલા છે. હું તારા કર્મ વિષે સંપૂર્ણ વાત તો કહેતા નથી પણ થોડી વાત કહું છું જે સાંભળવાથી તું કર્મની લીલા કેવી વિચિત્ર હોય છે તે જાણી શકીશ.
મહાત્માએ અંજનાની કમકથા કહેતાં કહ્યું કે, હે અંજના ! તું પૂર્વભવમાં એક રાજાની રાણી હતી. તારે એક શકય હતી. તેને એક પુત્ર પેદા થયો હતો. જો કે શેક્યના પુત્રને પિતાને માની તારે પ્રસન્નતા માનવી જોઈતી હતી, પરંતુ તારા મનમાં એવી ઈર્ષ્યા પેદા થઈ કે, શયને તે પુત્ર છે અને મારે પુત્ર શા માટે નહિ?
ઈર્ષ્યા કરવાનો સ્વભાવ કેવળ સ્ત્રીઓમાં જ નહિ પણ પુરુષોમાં પણ જોવામાં આવે છે. બીજાની સુખ–સમૃદ્ધિ જોઈ પુરુષો ઈર્ષ્યા કરે છે, એટલું જ નહિ પણ ઈર્ષ્યાને કારણે જે સુખ પિતાને પ્રાપ્ત થએલ છે તે જ સુખ જે બીજાને પણ પ્રાપ્ત થાય તે એ દશામાં પિતાને પ્રાપ્ત થએલું સુખ પણ તેમને સુખ જણાતું નથી. જે સુખ બીજાને પ્રાપ્ત થએલું ન હોય તે જ સુખ તેમને સુખ જણાય છે. ઉદાહરણ તરીકે, સૂર્ય રાજા કે રંક બધાયને પ્રકાશ આપે છે–પ્રકાશ આપવામાં સૂર્ય ભેદભાવ ગણતો નથી. એટલા માટે સૂર્યનો પ્રકાશ પામવા છતાં જેવી પ્રસન્નતા ઘરમાં બે ચાર વીજળીનાં દીવા પ્રગટાવવાથી થાય છે તેવી પ્રસન્નતા તેમને થતી નથી. આ પ્રમાણે બીજાનામાં સુખ જોઈ લેકને ઇર્ષ્યા થાય છે. આ