SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩ર૯ ચાતુર્માસ ] [ સતી અંજના ચરિત્ર-૧૩ એટલા જ માટે કાય સમાધારણનો પ્રશ્ન છણવામાં આવ્યો છે. શાસ્ત્રમાં સિદ્ધ, બુદ્ધ તથા મુક્ત કરવાને જે માર્ગ બતાવવામાં આવ્યો છે તે માર્ગે જે જીવાત્મા પ્રસ્થાન કરે તો તે અવશ્ય આત્માનું કલ્યાણ સાધી શકે છે. હવે મેક્ષ માર્ગ ઉપર પ્રસ્થાન કરવા માટે જીવાત્માએ સાથે શાનું ભાથું લઈ જવું જોઈએ એ વાત સતી અંજનાની ચરિત્ર કથા દ્વારા સમજાવું છું - સતી અંજના ચરિત્ર-૧૩ ધર્મના પ્રતાપે અંજનાને માટે જંગલ પણ મંગલરૂપ થઈ ગયું. અંજનાએ વસંતમાલાને કહ્યું કે, સખી! જે પિતાની આપણું ઉપર કૃપા થઈ ન હતા અને તેમણે આપણા માટે વનમાં આવવાને માર્ગ સરળ કરી દીધો ન હોત તો આપણને આ મહાત્માનાં દર્શન કેવીરીતે થઈ શક્ત? અંજનાનું આ કથન સાંભળી વસંતમાલાએ જવાબ આપે કે, પિતાએ આપણને જંગલમાં એકલીને આપણી ઉપર શી કૃપા કરી ? તેમણે તો આપણું ઉપર કૃપાને બદલે અવકૃપા જ કરી છે. જે વાસ્તવમાં પિતાએ આપણું ઉપર કૃપા કરી હતી તે આપણે જંગલમાં આવવું ન પડત અને ખાવા પીવાનું તથા રહેવાનું કષ્ટ પણ ભેગવવું ન પડત ! વસંતમાલાના આ કથનના જવાબમાં અંજનાએ કહ્યું કે, સખી! તમે વગર વિચાર્યું બેલે છે. તમારું કથન ભૂલ ભરેલું છે. પિતાની કૃપા હોત તે નગરમાં ખાવા-પીવા આદિની સગવડતા મળત. પણ અહીં જંગલમાં આ નિષ્પરિગ્રહી મહાત્મા પાસેથી આપણને શું મળવાનું છે ? આ તારી માન્યતા જ ભૂલ ભરેલી છે. આપણને જે કાંઈ મળે છે તે જે સારું છે તે એ દશામાં આપણે એમજ માનવું જોઈએ કે આ મહાત્માના પ્રતાપથીજ આપણને તે પ્રાપ્ત થએલ છે. જે વસ્તુને આપણે સારી માનીએ છીએ તે વસ્તુ ધર્મના પ્રતાપથીજ પ્રાપ્ત થાય છે. ધર્મતત્વ સમજાવનાર તથા ધર્મ તરફ દોરી જનાર આ મહાત્મા જ છે. ઈહિલૌકિક તેમજ પરલૌકિક સુખની ચાવી આ મહાત્માઓના હાથમાં જ છે. આ મહાત્માઓની સેવા કરવાથી બધાં સુખ પ્રાપ્ત થાય છે. અંજના મુનિના શરણે ગઈ અને મુનિને વંદન-નમન કરતી વસંતમાલાને કહેવા લાગી કે, આ મુનિનાં દર્શન આપણને સદ્દભાગ્યથી જ થઈ શક્યા છે! આ મુનિ કેવી રીતે પદ્માસને બેસી, નાસિકા ઉપર દૃષ્ટિને સ્થિર કરી તથા મન, વચન અને કાયાને એકાગ્ર કરીને શાન્ત ભાવે બેઠા છે! આ મુનિ મહાત્મા તો સાક્ષાત્ શાતિમૂર્તિ સમા છે. શાસ્ત્રમાં કહ્યા છે તેવા જ આ મુનિ મહાત્મા દશવિધ યતિધર્મથી યુક્ત જણાય છે. મુનિ મહાત્માની દયા પૂર્ણ કરુણું આગળ વૈરભાવ ટકી જ શકે નહિ. બકરી કે સિંહ જેવા ભક્ષ્ય–ભક્ષક મનાતા વિરોધી સ્વભાવવાળા પ્રાણીઓ પણ આવા સરળ-શાન્ત સ્વભાવી મુનિ-મહાત્માની આગળ નિવૈર બની જાય એ તદ્દન સ્વાભાવિક જ છે. આ પ્રમાણે વિચાર દર્શાવી અંજના અને વસંતમાલા બને મુનિ મહાત્મા પાસે જઈ ચૂપચાપ નીચે બેસી ગયા. એટલામાં મહાત્માએ પણ ધ્યાન પૂરું કર્યું. પછી અંજનાને કહ્યું કે, તું રાજા મહેન્દ્રની પુત્રી જંગલમાં આવી છો ? અંજનાએ આશ્ચર્યપૂર્વક જવાબ આપ્યો કે, હા મહારાજા જૂર
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy