________________
૩૨૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ અમદાવાદ મેક્ષ કેવી રીતે થઈ શકે? બંધ છે તે જ મેક્ષ પણ છે. જે બંધ ન હોય અર્થાત આત્મા બંધરહિત માનવામાં આવે તે એ દશામાં મોક્ષતત્વ પણ રહી શકે નહિ.
કહેવાનો આશય એ છે કે, આત્મા અને કર્મનો સંગ અનાદિનો હોવા છતાં પણ તે સંયોગ-સંબંધ તૂટી શકે છે. આત્મા કર્મના સંયોગથી પૃથક થઈ શકે છે. આત્મા અને કર્મને જે અનાદિને સંયોગ છે તે પ્રવાહરૂપે છે. જે પ્રમાણે નદીનું પાણી જોઈને એમ કહેવામાં આવે છે કે, આ પાણી તે જ છે કે જે કાલે હતું. પરંતુ વાસ્તવમાં જે પાણી કાલે હતું તે તે વહી ગયું છે, છતાં પ્રવાહરૂપે પાણી વહેતું હોવાને કારણે એમ જ જણાય છે કે આજે જે પાણી છે તે જ પાણી કાલે હતું. આ જ પ્રમાણે કર્મ પણ પ્રવાહરૂપે આવ્યા કરે છે અને એટલા જ માટે તેને આત્માની સાથે અનાદિ–સંબંધ છે. પરંતુ વાસ્તવમાં કર્મો સદા-સર્વદા એક સરખાં રહેતાં નથી, પણ જે પ્રમાણે નદીનું પાણ બદલ્યા કરે છે તે જ પ્રમાણે કર્મો પણ બદલતાં જાય છે. કર્મો પ્રવાહરૂપે આત્મામાં આવ્યા જ કરે છે એટલા જ માટે આત્મા સાથે કર્મનો સંબંધ અનાદિ છે એમ માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આત્મા અને કર્મને જે બંધ છે તે અનાદિ નથી, પણ કર્મપ્રવાહ ચાલુ હેવાને કારણે કર્મ અને આત્માને સોગ અનાદિને છે એમ કહેવામાં આવે છે.
આ વાત જાણીને આત્માને શરીથી પૃથક કરવો જોઈએ. કાયાને વિષમતામાંથી બહાર કાઢી સમાનતામાં પ્રવર્તિત કરવી એ જ કાયાનું સમાધારણ છે.
મન, વચન તથા કાયાના સંબંધમાં ભિન્નભિન્ન રીતિએ તથા આ જ ક્રમ પ્રમાણે પ્રશ્ન કરવાનું કારણ એ પણ હોઈ શકે કે, કેવલી ભગવાન પહેલાં મનોયોગને રૂંધે છે, પછી વચનગને રૂંધે છે, અને ત્યારબાદ કાયયોગને રૂંધીને સિદ્ધ-બુદ્ધ તથા મુક્ત થઈ પરિનિર્વાણને પામે છે. એટલા માટે આપણે પણ કાયાને નિરોધ કરવાનો પ્રયત્ન કરે જોઈએ. કાયાને નિરોધ કરવાથી આપણે પણ સિદ્ધ થઈ શકીએ છીએ. કહ્યું પણ છે કે
“સિદ્ધા જેસા જીવ હૈ, જીવ સોઈ સિદ્ધ હોય; કર્મ મલકા અન્તરા, બૂઝે વિરલા કેય. જીવ કર્મ ભિન્ન ભિન્ન કરે, મનુષ્ય જન્મકે પાય;
જીવાતમ વૈરાગ્યસે, ધીરજ ધર્મ લગાય.” જીવ અને શિવમાં અર્થાત સિદ્ધમાં કેવળ કર્મનું જ અંતર છે. જીવ કર્મ સહિત છે અને સિદ્ધ કર્મ રહિત છે. સિદ્ધ પહેલેથી કાંઈ કર્મ રહિત હોતા નથી પરંતુ જીવમાંથી જ શિવ થયા છે. જે જીવ કમરહિત થઈ જાય છે તે જ જીવ સિદ્ધ થાય છે. એટલા માટે જીવાત્માએ કર્મથી મુક્ત થઈ સિદ્ધ બનવાને પ્રયત્ન કરવો જોઈએ. આ દુર્લભ મનુષ્ય જન્મ સિદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે જ મળેલ છે. મનુષ્યજન્મ એ તે મોક્ષનું દ્વાર છે. આ મેક્ષમંદિરમાં ગયા બાદ ત્યાંથી પાછું ફરવાનું હતું નથી. ત્યાં તો અનંત આનંદમાં રમણ કરવાનું હોય છે. મેક્ષમાં જવા માટે તત્વને વિચાર કરી ધર્મની સહાયતા વડે કર્મમુક્ત થવાનો છવામાએ પ્રયત્ન કરવો જોઈએ. જીવાત્મા કર્મથી મુક્ત થવાનો માર્ગ જાણી શકે