________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાક્રમ—બેલ ૫૮ મા
[ ૩૨૭
વાચા બન્ને વિાયા । -અર્થાત્ શરીર અને આત્મા એક પણ છે અને તે બન્ને ભિન્નભિન્ન પણ છે. જે પ્રમાણે દૂધ અને ઘી એક પણ છે અને જુદાં જુદાં પણ છે તે જ પ્રમાણે આત્મા અને કાયા એક પણ છે અને ભિન્ન ભિન્ન પણ છે. જો દૂધ અને એક જ હાય તે તે દૂધમાંથી ઘી નીકળી જ કેમ શકે? અને જો બન્ને ભિન્ન જ ન હોય તે। દૂધમાંથી ઘી કેવી રીતે નીકળી શકે? આ જ પ્રમાણે આત્મા અને શરીર એક પણ છે અને ભિન્ન ભિન્ન પણ છે. કાયાના નામે આ પ્રશ્ન આત્મા વિષે જ કરવામાં આવ્યા છે એટલા માટે કાયાના સબંધમાં કરવામાં આવેલા આ જુદા પ્રશ્ન અસ્થાને તેમજ અનુચિત નથી.
કેટલાક લેાકેા કાયાને આત્માથી સથા ભિન્ન માને છે અને કેટલાક લોકેા બન્નેને સર્વાંથા એક જ માને છે. પરંતુ વાસ્તવમાં બન્ને વાતેાને એકાન્તરૂપે માનવી ઠીક નથી. કારણ કે આત્મા અને શરીર અમુક દૃષ્ટિએ એક પણ છે અને ભિન્ન પણ છે. જો કે આત્મા અને શરીર પરસ્પર એક પણ છે પરંતુ બન્નેમાં ભિન્ન થવાની શક્તિ હાવાને કારણે ભિન્ન પણ છે.
અત્રે કાઈ એવા પ્રશ્ન કરી શકે કે જ્યારે આત્મા અને શરીર અને અમુક દૃષ્ટિએ એક છે તેા પછી એ બન્નેને (આત્મા અને શરીરને) સંયેાગ કયારથી થયેા છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે, આ બન્નેને સયેાગ અનાદિથી છે. આ કથન ઉપરથી કાઇ પાછી એવી શકા કરે કે, જ્યારે આત્મા અને શરીરને સયેાગ–સંબધ અનાદિથી છે તેા પછી અનાદિને સયેાગ–સંબંધ કેવી રીતે છૂટી શકે? આ શંકાનું સમાધાન એ છે કે, એ બન્નેના સંયેાગ–સંબંધ અનાદિને હોવા છતાં પણ એ સયાગ તૂટી શકે છે. જેમકે ધાતુ અને પાષાણના સયેાગ–સંબધ તથા ધી અને દૂધને સયાગ–સંબંધ કયારના છે ? પહેલાં કાણુ હતું અને પછી કાણુ થયું ? આ પ્રશ્નને ઉત્તર એજ આપી શકાય કે, એ બન્નેને સયેાગ–સંબંધ એક જ સાથે થયા છે છતાં આ સયેાગ–સબંધને ભિન્ન કરી શકાય છે. આજ પ્રમાણે જે કને કારણે આત્મા અને શરીરનેા સયેાગ થયેા છે તે કર્માંને અને આત્માને સબધ પણ અનાદિથી છે. એવું કદાપિ બની શકે નહિ કે, આત્મા કાર્દવાર કરહિત થયા હતા અને પા ક`માં પ્રવૃત્ત થઇ ગયા. જો આ પ્રમાણે આત્મા કમરહિત થયા બાદ કમાં પાછો પ્રવૃત્ત થાય છે એમ માનવામાં આવે તેા, સિદ્ધ ભગવાન કે જેઓ કમેૌથી મુક્ત થઇ સિદ્ધ થયા છે તેને પણ કર્માંમાં પાછા પ્રવૃત્ત થવું પડે એ દોષ આવે છે. વાસ્તવમાં આત્મા અને કર્મીને સયેાગ-સબંધ અનાદિને હેાવા છતાં, જે પ્રમાણે દૂધ અને ઘી તથા ધાતુ અને પાષાણ એક હાવા છતાં પણ પૃથક્ થઇ શકે છે, તે જ પ્રમાણે આત્મા અને કા અનાદિ સબંધ હોવા છતાં પણ આ સંબંધ તૂટી શકે છે. આત્મા અને કર્મીના બધ છે, અને બંધ છે એજ કારણે તેને મેક્ષ થાય છે; અર્થાત્ આત્મા અને કર્મીના સબધ તૂટી જાય છે. સાંખ્યમતનું કથન છે કે, આત્મા ખધરહિત અર્થાત્ સિદ્ધ મુદ્દ–મુકત છે. તેમના મત પ્રમાણે આત્માને કને બંધ થતા જ નથી. પરંતુ જો આ પ્રમાણે આત્માને કાઈ સાથે બંધ થાય છે એમ માનવામાં ન આવે તે એ દશામાં આત્માને મેક્ષ પણ થઇ શકે નહિ. કારણ કે જ્યારે બંધ જ ન હોય તે તેને