________________
.
.
. ૩૨૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અમદાવાદ
कवायचरितं विसोहेइ, अहकवायचरितं विसोहेत्ता चत्तारि केवलि कम्मांसे खवेइ, तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुचइ, परिनिव्यायइ सम्बदुक्खाणमन्तं રૂ . ૨૮ |
અર્થાત-હે ગૌતમ! કાયાને સત્યભાવે સંયમમાં સ્થાપવાથી અર્થાત્ તેને નિરોધ કરવાથી જીવાત્મા ચારિત્રનાં પર્યાયોને નિર્મળ કરે છે અને ચારિત્રનાં પર્યાયને નિર્મળ કરીને અનુક્રમે યથાખ્યાત ચારિત્રની સાધના કરે છે. યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર કેવળી-કર્મા શોને ખપાવે છે અને ત્યારબાદ તે જીવાત્મા સિદ્ધ, બુદ્ધ, મુક્ત તથા શાન્ત થઈને સર્વ દુઃખને અન્ત કરે છે.
કાયાને નિરોધ કરવાથી સર્વપ્રથમ તે ચારિત્રપર્યાયની વિશુદ્ધિ થાય છે, અર્થાત ક્ષાપશમિક ચારિત્ર કે જે ઉદયભાવને કારણે મલિન થઈ ગયેલું હોય છે તેની વિશુદ્ધિ થાય છે. ઉદયભાવની વૃદ્ધિને કારણે ક્ષાપશમિક ભાવ દબાઈ જાય છે અને જેમ જેમ ઉદયભાવ ઘટતો જાય છે તેમ તેમ ક્ષાપશમિક ભાવ વધતો જાય છે. આ પ્રમાણે જે ઉદયભાવને કારણે ક્ષાપશમિક ભાવને દબાવે છે તે ઉદયભાવ કાયાને નિષેધ કરવાથી ઓછો થાય છે અને પરિણામે ક્ષાપશમિક ભાવની શુદ્ધિ થાય છે, અને જીવાત્મા યથાખ્યાત ચારિત્રને પામે છે. '
યથાખ્યાત ચારિત્ર કાંઈ બહારથી આવતું નથી પરંતુ તે તે આત્મ-સ્વભાવમાં જ રહેલું છે. જે પ્રમાણે સૂર્ય ઉપર વાદળાં આવી જવાને કારણે સૂર્ય ઢંકાએલે કે મલિન જોવામાં આવે છે તે જ પ્રમાણે કર્મના પ્રભાવથી તે યથાખ્યાત ચારિત્ર પણ ઢંકાએલું કે મલિન રહે છે. પરંતુ જ્યારે કાયાને નિરોધ કરવામાં આવે છે ત્યારે મોહકમને કારણે યથાખ્યાત ચારિત્ર ઉપર રહેલું આવરણ દૂર થઈ જાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રકટ થાય છે. મહાવીર ભગવાન કહે છે કે, યથાખ્યાત ચારિત્ર પ્રકટ થવાથી નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચાર કર્મો જે કેવલીમાં શેષ રહે છે તે ચારે ય કર્મો નષ્ટ થઈ જાય છે. આ ચાર કર્મો અઘાતી કર્મો કહેવાય છે કારણ કે આ ચારેય કર્મો આત્માનાં ગુણોને ઘાત કરતા નથી પરંતુ મોક્ષે જવામાં માત્ર બાધા ઉપસ્થિત કરે છે. આ ચારેય કર્મોને નાશ થવાથી આત્મા સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે અને પરિનિર્વાણને પામે છે. - કાયાનો નિષેધ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે? એ વિષે ઉપર સામાન્ય વિચાર કરવામાં આવ્યો છે. કાયાને નિરોધ કરવા વિષે વિશેષ વિચાર કરીએ તે પહેલાં મન અને વચનને નિરોધ કરવા છતાં કાયાનો નિરોધ કરવાની શી જરૂર છે ? તથા કાયા તે સ્થૂલ છે અને ચારિત્રપર્યાય સૂક્ષ્મ છે એ અવસ્થામાં સ્થૂલ કાયાદ્વારા સૂક્ષ્મ ચારિત્રનો નિરોધ કરવાથી કેવી રીતે વિશુદ્ધિ થઈ શકે ? એ વિષે અત્રે સર્વપ્રથમ વિચાર કરવો આવશ્યક છે? આ પ્રશ્નનો ઉત્તર આપવામાં ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી વચ્ચે શ્રી ભગવતી સૂત્રમાં જે પ્રશ્નોત્તર થયો છે તે અત્રે આપો વિશેષરૂપે સહાયભૂત થશે. ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછયું કે મારા મતે વાયા વા અને મને ચા ? અર્થાત હે ભગવાન ! આત્મા અને કાયા - એક છે કે ભિન્નભિન્ન છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કેચમ ! મારા વિ