________________
ચાતુર્માસ ]
સમ્યક્ત્વ પરાકમ-૫૮ મે બેલ
[ ૩૨૫
ત્માની પ્રાર્થના કરે છે પરંતુ જ્યાં સુધી આ પ્રાર્થના બહિર્મુખી હોય છે ત્યાંસુધી તે પ્રાર્થના સફળ થઈ શકતી નથી. પ્રાર્થના જે અન્તર્મુખી હોય તે સાર્થક થઈ શકે છે. એટલા માટે પ્રાર્થનાને અન્તર્મુખી બનાવવા માટે શું કરવું જોઈએ એ વાત હવે શાસ્ત્રકાર સમજાવું છું –
પ્રાર્થનાને અન્તર્મુખી બનાવવા માટે સર્વપ્રથમ જીવનની વિશુદ્ધિ કરવાની આવશ્યકતા રહે છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ગંગોત્રીમાં સ્નાન કરવામાં આવે તો જ જીવનની શુદ્ધિ થઈ શકે છે. જોકે પિતાનાં પાપનો નાશ કરવા માટે તથા જીવનને શુદ્ધ તથા પવિત્ર બનાવવા માટે અનેક પ્રકારનો આરંભ–સમારંભ કરી ત્રિવેણીમાં સ્નાન કરવા જાય છે અને સ્નાન કરી પિતાને નિષ્પાપ થએલા માને છે. પરંતુ જ્ઞાનીજને કહે છે કે, આ પ્રમાણે ત્રિવેણીમાં બાહ્ય સ્નાન કરવાથી નિષ્પાપ તથા પવિત્ર થઈ શકાતું નથી. જીવનને સારી રીતે નિષ્પાપ તથા પવિત્ર બનાવવા માટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપી ત્રિવેણુમાં આંત-સ્નાન કરવામાં આવે તે જ જીવનને કર્મમેલ દૂર થાય છે અને જીવન નિષ્પાપ તથા પવિત્ર બને છે. પ્રાતઃકાલ તથા સાયંકાલ બાહ્ય સ્નાન કરવા માત્રથી કાંઈ જીવન શુદ્ધ તથા પવિત્ર થઈ શકતું નથી, અને તેથી જ જીવનશુદ્ધિ કરવા માટે જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ત્રિવેણુમાં સ્નાન કરી પવિત્ર થવાને ઉપદેશ આપે છે.
શાસ્ત્રમાં જીવનને શુદ્ધ, બુદ્ધ તથા મુક્ત બનાવવાને જ મુખ્યરૂપે ઉપદેશ આપવામાં આવ્યો છે. જ્ઞાન, દર્શન તથા ચારિત્ર આ રત્નત્રય પણ જીવનને શુદ્ધ, બુદ્ધ તથા મુક્ત બનાવવા માટે સાધનભૂત છે. આ રત્નત્રયને મોક્ષનું સાધન કહેવામાં આવેલ છે. જીવનને પવિત્ર તથા વિશુદ્ધ બનાવવું એટલે જીવન જેને આધારે ટકી રહેલું છે તે મન, વચન તથા કાયાને શુદ્ધ તથા પવિત્ર બનાવવાં. એટલા માટે જીવનને પવિત્ર બનાવવા માટે સર્વપ્રથમ મોનિગ્રહ, વચનનિગ્રહ તથા કાયાનો નિગ્રહ કરવાની જરૂર રહે છે. મનોનિગ્રહ કરવાથી એકાગ્રતા પેદા થાય છે અને પરિણામે જ્ઞાનશક્તિ પ્રગટ થાય છે. વચનનિગ્રહ કરવાથી બોધિ અર્થાત દર્શન-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને કાયાને નિગ્રહ કરવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વ પરાક્રમ-બેલ ૫૮ મે.
શાસ્ત્રમાં મનઃસમાધિ તથા વચનસમાધિ કરવાથી જીવાત્માને જ્ઞાનવિશુદ્ધિ તથા દર્શનવિશુદ્ધિને લાભ પ્રાપ્ત થાય છે એ વિષે આગળ વિસ્તૃત વિવેચન કરવામાં આવેલ છે. હવે કાયસમાધિ અર્થાત કાયાનો નિષેધ કરવાથી જીવાત્માને શું લાભ થાય છે એ વિષે ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે –
- બેલ અઠાવનમે. (५८) कायसमाहारणयाए णं भंते ! जीवे किं जणयइ ? અર્થાત –હે ભગવાન! કાયાને સંયમમાં સ્થાપવાથી જીવાત્માને શો લાભ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે – कायसमाहारणयाए चरित्तपज्जवे विसोहेइ चरित्तपज्जवे विसोहित्ता अह