SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રડ [ અમદાવાદ ઘણી પ્રસન્ન થઈ અને કહેવા લાગી કે, મારાં એ સદ્ભાગ્ય છે કે, મને વનમાં પણ મહાત્માનાં દર્શન થયાં. મહાત્માએ પણ વનને જ આશ્રય લે છે, કારણ કે નગરમાં તે અનેક પ્રકારની ઝંઝટા હોય છે પણ વનમાં કાઈ પ્રકારની ઝંઝટ હેત્વ નથી. અજનાએ વસંતમાલાને કહ્યું કે, સખી ! જો આપણે વનમાં આવ્યા ન હોત તે આ તેજસ્વી મહાત્માના આપણને દ ́ન થાત નહિ. હવે તે મહાત્માની સાથે શી વાત થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે. વ્યાખ્યાનઃ સંવત્ ૧૯૯૬ ભાદરવા વદ ૮ શુક્રવાર પ્રાર્થના શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવાં તણા દેવ કે; તરણતારણ પ્રભુ તુમ ભણી, ઉજ્જવલ ચિત્ત સમરુ નિત્યમેવ કે. શ્રી ॥ ૧ ॥ —વિનયચંદ્ર કુંભટ ચોવીશી, શ્રી. મુનિસુવ્રત ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આ પ્રાથનામાં એવા ભાવ બતાવવામાં આવ્યેા છે કે, જ્યારે આત્મા પરમાત્માનું સ્વરૂપ જાણી લે છે ત્યારે તે વિકારાને તથા સાંસારિક સુખાપભાગને તુચ્છ ગણે છે અને આત્મતત્ત્વને મહાત્ માને છે. સંસારમાં પ્રાયઃ એવું જોવામાં આવે છે કે, જે વસ્તુ તુચ્છ હોય છે તે વસ્તુને સંગ્રહ કરવામાં આવતા નથી પરંતુ તેને ત્યાગ કરવામાં આવે છે. આજ પ્રમાણે આત્મા, પરમાત્મ-સ્વરૂપ જાણ્યા બાદ તુચ્છ વિકારાને ત્યાગ કરવામાં ઢીલ કરતા નથી. જે પ્રમાણે રાગી માણસ પોતાના દુઃખદાયક રોગથી કંટાળી જઈ કુશળ ડૉકટર પાસે રાગનું નિદાન કરાવવા માટે જાય છે અને ડૉક્ટરને રાગ કેવી રીતે પેદા થયા અને રાગથી હવે તે મુક્ત થવા ચાહે છે વગેરે હકીકત સ્પષ્ટરૂપે કહેવામાં સંકાચ કરતા નથી, ખરાખર તે જ પ્રમાણે આત્મા પણુ જન્મ-જરા-મરણ તથા આધિ, વ્યાધિ અને ઉપાધિથી કંટાળી જઈ અધમેાહારક પરમાત્મા પાસે આધ્યાત્મિક રાગનું નિદાન કરાવવા માટે જાય છે અને તેમને જ પેાતાના સાચા હિતૈષી વૈદ્યરાજ માની પેાતાનાં વિકારાને સ્પષ્ટરૂપે કહેવામાં જરાપણ સંક્રાચ કરતા નથી. પરમાત્મા સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં આત્મા કહે છે કે, “ હે પ્રભો ! મારામાં એટલા બધાં વિકારે છે કે હું પોતે તેને જાણી શકતા નથી, પરંતુ તમે તો સર્વાંન છે એટલા માટે તમે બધુંય જાણે! છો. હું તેા રાગી છું અને તમે વૈદ્યરાજ છે. મારામાં જે રાગ છે તે રાગને નાબૂદ કરવા માટે હું તમારા શરણે આવ્યા છું. જો હું મારા વિકારો વિષે વિચાર કરું તો હું તમારા શરણે પણ આવી શકું એવી સ્થિતિમાં નથી પરંતુ તમે તેા અધમે હારક તથા જન્મ–જરા–મરણ આદિ દુઃખને દૂર કરનારા છે. એટલા જ માટે હું તમારા શરણે આવ્યા છું. હવે તમે શરણાગતની રક્ષા કરે। એજ મારી નમ્ર પ્રાર્થીના છે. મારી જીવનદેરી તમારા હાથમાં સોંપું છું. ” આ પ્રમાણે આત્મા પરમા ,,
SR No.023363
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Samyaktva Parakram Bol 28 to 73 and Sati Anjana Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1941
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy